Thursday, March 27, 2014
Tuesday, March 11, 2014
સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે
આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું?
'જ વા દોને યાર, ટાઇમ જ ક્યાં છે?’ અસંખ્ય લોકો પાસેથી સાંભળવા મળતું આ વાક્ય છે. વાચવું છે પણ સમય નથી. સવારે વહેલા ઊઠીને કસરત કરવી છે પણ સમય નથી. કંઇક કામ કરવું છે પણ સમય નથી. દેશ અને સમાજ માટે કરવું છે પણ સમય નથી.એક મિત્ર કહે, 'કામ ખૂબ ચડી ગયું છે. જરા પણ સમય મળતો નથી. દિવસ ૨૬ કલાકનો થઇ જાય તો કેવું’ બીજા મિત્રો પૂછ્યું, 'એ શક્ય બનાવી શકાય. બોલો હું કહું એમ કરશો?’ આશ્ચર્ય પામેલા મિત્રએ કહ્યું, 'હા’.
બીજો મિત્ર કહે, 'આવતી કાલથી સવારે સાતને બદલે પાંચ વાગે ઊઠો... એટલે રોજનાં કામના બે કલાક વધુ મળશે. બોલો, થઇ ગયોને દિવસ ૨૬ કલાકનો’ દિવસ લાંબો કે ટૂંકો કરવો એ આપણા હાથમાં છે. આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું? કામમાં કેટલા કલાક વીતે છે અને ઊંઘવામાં કેટલા કલાક વીતે છે? જોન રસ્કિને કહ્યું છે, 'દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે આપણે એ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ખોઇએ નહીં.’
આપણા દેશના એક મોટા બંધ પર જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જાપાનનાં મશીનો લગાવવામાં આવેલાં. એને શીખવવા માટે એક જાપાની એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. ભારતીય એન્જિનિયરોએ જાપાની એન્જિનિયર સાથે બીજે દિવસે સવારે ૧૦ વાગે બંધ પર પહોંચવાનું નક્કી કર્યું. જાપાની એન્જિનિયર બીજે દિવસે બરાબર ૧૦ વાગે સ્થળ પર પહોંચ્યો, ત્યાં એક પણ ભારતીય એન્જિનિયરને આવેલા ન જોઇને તેને ખૂબ આશ્ચર્ય થયું.લગભગ અડધા કલાક પછી ભારતીય એન્જિનિયરો ત્યાં પહોંચ્યા.
એમને જોઇને જાપાની એન્જિનિયર ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને તાડુક્યો, 'તમે મને ૧૦ વાગ્યાનો સમય આપ્યો હતો. હું અડધા કલાકથી અહીં આવીને ઊભો છું. તમારે સાડા દસ વાગે આવવું હતું તો મને દસ વાગ્યાનો સમય કેમ આપ્યો? તમને સમયની કદાચ કિંમત નહીં હોય. મારે મન એકએક મિનિટનું મૂલ્ય છે.’ ભારતીય એન્જિનિયર માથું ઝુકાવી સાંભળી રહ્યા. આ આક્ષેપ કહો તો આક્ષેપ પણ જીવનની... સામાન્ય માણસના જીવનની વાસ્તવિકતાનું આ ચિત્રણ છે. અને આ આક્ષેપ લાગુ પડે છે સમય બગાડનારાઓ માટે, સમય બચાવનારાઓ માટે નહીં.
આ આક્ષેપ એમના માટે છે જે કહે છે... 'મારે સમય પસાર કેવી રીતે કરવો એ પ્રોબ્લેમ છે... I want to kill the time.’.પ્ત સમય એ kill કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’ કરવાની? સમયને આવતો જ ઝડપો. વીતી ગયેલી પળની કોઇ કિંમત નથી. શેક્સપિયરે એક ચિત્ર બનાવ્યું હતું. માણસના ચહેરા જેવી પણ આંખ, કાન, નાક વગરની માત્ર રેખાકૃતિ ચહેરાના આગળના ભાગમાં વાળનો ગુચ્છો અને પાછળ ટાલ હતી. નીચે લખ્યું હતું- 'સમય’.
ચિત્ર જોનારા સમજી શકતા ન હતા કે સમયનું આ તે કેવું ચિત્ર? કોઇએ પ્રશ્ન કર્યો ત્યારે શેક્સપિયરે કહ્યું કે, 'સમયને આવતો ઝડપવાથી જ તે ઝડપાય છે, પાછળથી પકડવાથી તો માત્ર ટાલ જ હાથમાં આવે છે’ 'સમય નથી’ કહેનારા બહુ મોટી આત્મવંચના કરે છે. એમાંના મહદંશે આળસ કે પ્રમાદના શિકાર હોય છે. સમય તો છે પણ એની યથાર્થતા, એની ઉપયોગિતા સમજાતી નથી અને માટે એનો સદુપયોગ પણ થતો નથી. સમયના યોગ્ય ઉપયોગ માટે પ્રખર ઇચ્છાશક્તિની જરૂર છે.
પૈસા અને ઘીની જેમ એનો ઉપયોગ કરવાની છે... Time is money, Time is everything. સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ નાતો છે. કર્તવ્યશીલ વ્યક્તિ સમયને ઓળખે છે, પ્રમાદી વ્યક્તિને સમય ઓળખે છે. સમયની પ્રત્યેક પળનો ઉપયોગ કરનાર કર્મનો આનંદ અનુભવે છે. વેડફનાર અંતે તો હતાશ નિરાશાની ગર્તામાં ધકેલાય છે, વિષદ સમયનું મૂલ્ય ન સમજનાર અનેકોનો સમય બગાડે છે... પરિણામસ્વરૂપ તે સમાજનો દ્રોહી છે.
સમયનો સદુપયોગ મનને આનંદ આપે છે. Time Management વર્તમાનયુગનો એક મહત્ત્વનો વિષય બન્યો છે. સમયના સંતુલનને યોગ્ય રીતે સમજનારો માણસ પોતાની દિનચર્યા પણ સંતુલિત રીતે ગોઠવે છે. એવા માણસની દિનચર્યામાં ગજબનું સામંજસ્ય હોય છે. પોતાને કરવાનાં કામોનું પ્રમાણ, પોતે પ્રાપ્ત કરવાનું ધ્યેય અને પોતાની પાસે ઉપલબ્ધ સમય... એના સુભગ સમન્વય માટેનો એનો પ્રયત્ન હોય છે. અને એટલે જ શૂન્યમાંથી સર્જન કરનારા સફળ થઇ શકે છે સફળતાની અમૂલ્ય ચાવી સમયને ઓળખવામાં છે.
સમય ત્રણે કાળ-વર્તમાન, ભૂત અને ભવિષ્યનો સાક્ષી છે. સમયનાં સાંનિધ્યમાં આકાર લેતી ઘટનાઓમાં ક્યાંક પુરુષાર્થનો તો ક્યાંક પ્રારબ્ધનો પ્રભાવ જણાય છે. ઇચ્છાશક્તિ અને પુરુષાર્થ દ્વારા, વિચાર અને મનની શક્તિના પ્રભાવ દ્વારા ઘટતી ઘટના આત્મસંતોષ નામના તત્ત્વને જન્મ આપે છે. સમય એ એક પ્રકારની મૂડી છે જેનું યોગ્ય રોકાણ (કખ્ત્ર્જ્ઞ્ક્ર્ખ્ઞ્) કરવાથી મૂડી વધે છે. દિવસની ક્ષણેક્ષણનો રચનાત્મક ઉપયોગ થવો જોઇએ. પોતાની રુચિ-પ્રકૃતિ અનુસાર પ્રવૃત્તિનું રોચક અને રસિક આયોજન આપણે જરૂર કરી શકીએ.
એક અમેરિકન વ્યંગકારે કહ્યું છે, 'તમારે જો કોઇ કામ પતાવવું હોય, ને ઝડપથી પતાવવું હોય તો કોઇ અતિ વ્યસ્ત માણસને એ સોંપી દેજો. એ ગમે તેમ કરીને, સમય કાઢીને સમયસર તમારું કામ જરૂર પતાવી દેશે.’ વિશ્વયુદ્ધના સમયમાં ચર્ચિલ રોજ બાવીસ કલાક કામ કરતો અડધી દુનિયાની જવાબદારીવાળો આ માણસ એ પછી પણ ચિત્રકામ માટે સમય કાઢતો સર એવબરી એમને પૂછતા: 'કલાસાધના માટે તમે સમય ક્યાંથી કાઢો છો?’ ચર્ચિલે કહ્યું, 'માત્ર આળસુઓ જ સમયના અભાવની ફરિયાદ કરે છે. જેઓ કામગરા છે એમને સમયાભાવ કદી નડતો નથી.’'
કિશોર મકવાણા

સેલફોન શરીરનું અવિભાજય અંગ નથી
સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ
હું ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન ચંડીગઢના આકાશવાણી કેન્દ્ર પર કાર્યરત હતો ત્યારે મારે મિટિંગ માટે ત્રિવેન્દ્રમ જવાનું હતું. દિલ્હીથી ત્રિવેન્દ્રમ પહોંચવા ચોપનેક કલાકની મુસાફરી કરવાની હતી. આટલો લાંબો નિરાંતનો સમય ભાગ્યે જ મળે. બે કામ સાથે રાખ્યાં. મેં નિર્મલ વર્માની હિન્દી નવલકથા ‘એક ચીથડા સુખ’ના ગુજરાતીમાં કરેલા અનુવાદની હસ્તપ્રત સાથે રાખી, જેથી ટ્રેનમાં એના પર નિરાંતે કામ કરી શકું. દળદાર નવલકથા ‘શિંડલર્સ લિસ્ટ’ વાંચવા માટે લીધી. મને ખબર હતી, ટ્રેનમાં આટલા કલાકો એકલો હોઇશ ત્યારે મને કોઇપણ જાતનો વિક્ષેપ નડશે નહીં.
હું જતાં-આવતાં બંને કામ સંતોષજનક રીતે પૂરાં કરી શક્યો. થોડા સમય પહેલાં હું શતાબ્દી એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત જતો હતો. એક ગુજરાતી વાર્તાસંગ્રહ સાથે રાખ્યો હતો. હું એ વાંચી શક્યો નહોતો. બંને ઘટનાઓ વખતે ફરક માત્ર એટલો જ હતો કે ત્રિવેન્દ્રમના પ્રવાસ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો વ્યાપક બન્યો નહોતો. સુરત જતો હતો ત્યારે ડબામાં ચારે બાજુ જુદા જુદા પ્રવાસીઓ સેલફોન પર સતત વાતો કરતા હતા.કેરેન એક્સકોર્ન નામના અમેરિકાના કોર્પોરેટ ટ્રેઇનિંગ કન્સલટન્ટ ટ્રેઇનિંગ સેમિનારમાં ભાગ લેવા આવતા લોકોની વર્તણૂંક વિશે લેખ લખ્યો છે.
એમણે સેમિનાર શરૂ થયો તે પહેલાં પાર્ટિસપિેન્ટ્સને સેલફોન સ્વિચઓફ કરવા વિનંતી કરી. એમની વિનંતીની ખાસ અસર થઇ નહોતી. બીજા દિવસે તેઓ જાતે દરવાજા પર ઊભા રહ્યા અને અંદર આવનાર દરેકને નાની થેલી આપીને કહેતા હતા. તમારો સેલફોન થેલીમાં મૂકી દો. તમારું નામ લખી દો. લંચ બ્રેક વખતે ફોનનો ઉપયોગ કરી શકશો. કેટલાય લોકોએ કહ્યું કે અમે સેલફોન સાઇલન્સ મોડ પર મૂકી દેશું. વિક્ષેપ નહીં થાય. એ સંમત થયા. વ્યાખ્યાન દરમિયાન કેટલાય જણ માથું નીચું રાખી, ખોળામાં મૂકેલા ફોન પર મેસેજ મોકલતા હતા અને આવેલા મેસેજ વાંચતા હતા.
લંચ પછી ફરજિયાતપણે બધાના સેલફોન થેલીઓમાં કેદ કરવા પડ્યા હતા.સમુદ્રકિનારે અઠવાડિયા માટે યોગ-શિબિરનું આયોજન થવાનું હતું. એક મોટી કંપનીના સી.ઇ.ઓ.ને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે એ શિબિરમાં જવું અનિવાર્ય લાગ્યું. જાણવા મળ્યું કે શિબિરમાં સેલફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાશે નહીં. એ ગભરાઇ ગયા. ફોન વિના કે કમ્પ્યુટર વિના ચાલે જ કેમ. એ શરતમાંથી રાહત આપવા આયોજકોને વિનંતી કરી. આયોજકોએ જણાવ્યું શિબિરનો હેતુ માનસિક શાંતિ માટે છે. ભાઇએ કહ્યું, દિવસમાં એકાદ કલાક માટે તો છુટ આપો. જવાબ મળ્યો.
અમે નેટવર્ક મળે જ નહીં એવી જગ્યા શિબિર માટે પસંદ કરી છે. કોઇ ઉપાય નથી? છેને, દર સાંજે ટેક્સી ભાડે કરી, વીસ-ત્રીસ માઇલ દૂર જજો. ત્યાં તમને નેટવર્ક મળશે. મોટી કંપનીના વડા સેલફોનના વિરહનો સ્ટ્રેસ સહન કરી શકે તેમ નહોતા.દરેક આધુનિક સાધનોના અનેક ફાયદા છે, સેલફોન પણ એવું સાધન છે. પરંતુ એના ઉપયોગના અતિરેક-એડિકશનને લીધે ફાયદાની સરખામણીમાં ગેરફાયદા વધારે થાય છે. સંગીતસભામાં બેઠેલા લોકો ફોન બંધ રાખી શકતા નથી. પૂજારી પૂજા કરાવતો કરાવતો મોબાઇલ ફોન પર વાતો કરે છે, ટ્રેનમાં વહેલી સવારે ઊતરવાનું સ્ટેશન આવતું હોય ત્યારે થોકબંધ રિંગ ટોન સંભળાવા લાગે છે ને બીજા મુસાફરોની ઊંઘ ઊડી જાય છે.
અમારા પડોશીએ દસમા ધોરણમાં સારી રીતે પાસ થયેલા દીકરાને મોબાઇલ ફોન ભેટ આપ્યો, બારમા ધોરણની પરીક્ષા સમયે એ ખૂંચવી લેવો પડ્યો. દીકરાનું અભ્યાસમાં ધ્યાન જ રહેતું નહોતું. સેલફોનના અતિરેકને લીધે થતી શારીરિક તકલીફોની વાત રહેવા દઇએ. વ્યક્તિના જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ. મગજને જરૂરી આરામ મળતો નથી. જો તમે રોજના સો મેસેજ મોકલતા હો તો તમે એટલો સમય એકલા રહેવાની સ્વતંત્રતા ગુમાવો છો. મેસેજ લખો, જવાબ વાંચો, પાછો જવાબ લખો. આપણે કોઇ જાતના બાહ્ય વિક્ષેપ વિના વિચારવાની કે મગજને આરામ આપવાની તક સેલફોન જેવી સવલતોને આધીન કરી દીધી છે.
આખો દિવસ ખૂબ કામ કરીને રાતે અગિયાર-સાડા અગિયારે ઊંઘવા જવું એ જન્મસિદ્ધ અધિકાર છે. આંખ મીંચાઇ નથી ત્યાં રિંગ સંભળાય છે કે મેસેજ આવવાનો સંકેત મળે છે. ડિનર વખતે આખું કુટુંબ દિવસમાં પહેલીવાર સાથે મળ્યું છે. એ વખતે પણ લોકોનું ધ્યાન મોબાઇલ ફોનમાં જ હોય છે. મહેમાન આવ્યા છે, ડ્રોઇંગરૂમમાં બેઠેલા જણે જણનો ફોન એક પછી એક રણક્યા કરે છે. હવે તો કુટુંબના બધા સભ્યો પાસે સેલફોન છે. પત્નીને ગુડ નાઇટ કિસ નહીં કરીએ તો ચાલશે. સેલફોનને દિવસમાં થોડા થોડા સમયે ગુડ બાય કિસ કરીને સ્વિચ ઓફ કરી દેવાની ટેવ પાડવા જેવી છે. કોઇએ કહ્યું છે, સેલફોન તમારા શરીરનું અવિભાજય અંગ નથી. ‘
સેલફોનના અતિરેકને લીધે જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ.
વીનેશ અંતાણી
Wednesday, March 5, 2014
Subscribe to:
Posts (Atom)