Pages

Monday, September 12, 2011

ર્મિસડિઝ : ૧૨૫ વર્ષની લોંગ ડ્રાઇવ



 

ઓટો-વર્લ્ડ - હિતેષ જોશી
ર્મિસડિઝ બેન્ઝ... આ નામનો સિક્કો ઓટોમોબાઈલ્સની દુનિયામાં ૧૨૫ વર્ષથી ખણખણે છે. વિશ્વસનીયતા ને શ્રેષ્ઠ કારની ઉત્પાદક કંપની એટલે ર્મિસડિઝ બેન્ઝ.
વિશાળ ર્મિસડિઝ કંપનીના બે માલિકો કાર્લ બેન્ઝ અને ગોટલીબ ડેઈમલરજે ક્યારેય એકમેકનું મોં પણ જોવા ન પામ્યા નહોતા અને આજીવન એકબીજાથી અજ્ઞાત રહ્યા હોવા છતાં ર્મિસડિઝની સ્થાપના કરેલી. બેઉ ઓટોમોબાઈલ્સ જગતના જનક એવા જર્મનીમાં જન્મેલા. બંને આંતરિક દહનયંત્રવાળી મોટરકાર પાછળ વર્ષોથી સંશોધન હાથ ધરી રહ્યા હતા જેમાં પહેલી સફળતા મળી કાર્લ બેન્ઝને. ૨૯ જાન્યુઆરી૧૮૮૬ના રોજ પોતાના ત્રણ પૈડાંવાળા વાહન (બેન્ઝ પેટન્ટ મોટરવેગન)ની પેટન્ટ તેને મળી. જોકે ડેઈમલર પણ એ જ વર્ષે પોતાના ચાર પૈડાંવાળા વાહન (ગ્રાન્ડ ફાધર ક્લોક એન્જિન)ની પેટન્ટ મેળવવામાં સફળ રહ્યો.
ડેઈમલરે ડીએમજી (ડેઈમલર મોટોરેન ગેસલશાફ્ટ) નામની કંપની સ્થાપી. જ્યારે કાર્લ બેન્ઝે બેન્ઝ એન્ડ સાઈ નામની. કાર્લ બેન્ઝે પોતાની પ્રથમ કાર ૧૮૮૮માં વેચી જ્યારે ડેઈમલરને એ સૌભાગ્ય તેના ચાર વર્ષ પછી એટલે કે ૧૮૯૨માં પ્રાપ્ત થયું. મોરક્કોના સુલતાનને તેમણે પ્રથમ કાર વેચી.
કાર્લ બેન્ઝની પ્રથમ કાર સાથે જોડાયેલો રસપ્રદ બનાવ એવો છે કે કાર્લની પત્ની તેને જાણ કર્યા વગર જ ૧૦૬ કિમી દૂર રહેતી પોતાની માને મળવા જાતે આ કાર હંકારી ગઈ અને ત્યાં પહોંચ્યા પછી ટેલિગ્રામ દ્વારા તેને કારમાં શું શું ખામીઓ છે અને વધારાનો એક ગીઅર ઉમેરવાની જાણ તેના પતિ કાર્લને કરેલી! ૧૮૯૯ના અંત સુધીમાં તો બેન્ઝ એન્ડ સાઈ વિશ્વની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની તરીકે ઊભરી આવી. બીજી તરફ ડેઈમલર મોટર કંપની (ડીજીઓ)એ ૧૮૯૭થી હળવાં વ્યાપારી વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું અને બ્રિટનમાં એ વાહનો સફળ પણ થયાં. એ દરમિયાન આ કંપનીને એક એવી વ્યક્તિનો ભેટો થયો જેણે કંપનીની પહેચાન બદલાવી નાખી. એમિલ જેનિલિક નામનો એક રાજદ્વારી ઉદ્યોગપતિ કે જે કાર રેસનો શોખીન હતો તેણે ફિનિક્સ નામના મોડલની કાર ડીજીઓ પાસેથી ખરીદી અને પોતાની કોઈ શુકનવંતી માન્યતા કે અંધશ્રદ્ધા જે ગણો તેને લીધે આ કાર પર પોતાની પુત્રી ર્મિસડિઝનાં નામ દોરાવ્યાં. તેને ફિનિક્સ કરતાં પણ બહેતરીન અને ઝડપી કાર જોઈતી હતી અને જો પોતાની પુત્રીનું નામ કાર પર લખવામાં આવે તો તેણે ૩૬ કાર્સ એકીસાથે ખરીદી લેવાની તૈયારી બતાવી. (આ આંકડો જો નાનો લાગતો હોય તો જાણી લો કે ત્યારે વર્ષદીઠ માંડ એટલી કાર વેચી શકાતી) અને ડીજીઓ કંપનીએ એની શરત માન્ય પણ રાખી. એમિલના નસીબ જોકે ઝગારા મારી રહ્યાં હતાં અને આ કાર યુરોપિયન બજારમાં ખૂબ વેચાણી. એ પછી આવો જ સોદો આ કંપની સાથે તેણે બીજી વાર પણ કર્યો. આ કાર એટલે ડેઈમલર ર્મિસડિઝ. જોકે ૧૯૦૧થી ૧૯૦૯ સુધી એમિલ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ રહ્યો. જોકે કંપનીની હરણફાળ જોઈ શકે એ પહેલાં જ ૧૯૦૦ની સાલમાં ડીજીઓનો પ્રણેતા એવો ડેઈમલર મૃત્યુ પામ્યો.
બંને કંપનીઓ સમગ્ર વિશ્વમાં છવાઈ જાય એ પહેલાં જ ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તેમના ઉદ્યોગને સખત બ્રેક લાગી ગઈ. ડીએમજીને નાછૂટકે લશ્કરી ઉત્પાદનોમાં જોતરાવું પડયું. બીજી બાજુ બેન્ઝ કંપનીની હાલત પણ નાજૂક બની. કાર્લ બેન્ઝે ૧૯૧૯માં ડીજીઓ કંપની સાથે અનુસંધાન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જે નકારવામાં આવ્યો. આખરે ૧૯૨૪થી ૨૦૦૦ સુધીના કરાર પર વ્યાપારી ધોરણે આ બંને કંપનીઓ જોડાઈ અને નામ અપાયું ર્મિસડિઝ બેન્ઝ. વર્ષ ૧૯૨૯માં  કાર્લ બેન્ઝે પણ દુનિયાને અલવિદા કહી દીધી. પણ કંપની ત્યાં સુધીમાં પ્રગતિના પાટે ચડી ગઈ હતી.
છ ષ્ઠઙ્મટ્વજજથી જી ઝ્રઙ્મટ્વજજ સુધીની વૈભવશાળી કાર્સફૈંર્ જેવી વાનય્ન્-સ્ય્ન્દ્બ મોડલની જીંફ (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ) કે ય્ ઝ્રઙ્મટ્વજજ મોડલની ખડતલ જીપ કે પછી જીન્ સિરીઝની સ્પોર્ટ્સ કાર હોય ર્મિસડિઝ કંપનીના કોલર ઓટોમોબાઈલ્સની દુનિયામાં સદા ઊંચા જ રહ્યા છે. ર્મિસડિઝ કાર પહેલાંથી મોંઘી છે અને તેથી સ્ટેટ્સ સિમ્બોલ ગણાય છે. ર્મિસડિઝ એન્જિન બહેતરીન મનાય છે. વિશ્વસનીયતા અને આગવી ટેક્નિકનો સુમેળ છે ર્મિસડિઝ. ર્મિસડિઝ નામનો સૂરજ ઓટોમોબાઈલ્સની દુનિયામાં આટલી બધી નવી નવી કંપનીઓનિતનવાં મોડેલ્સ વચ્ચે પણ સતત ઝળહળતો રહ્યો છે. ૧૨૫મું વર્ષ ચાલે છે ર્મિસડિઝનું એ જ દર્શાવે છે કે કંપની દમદારજાનદાર અને શાનદાર છે.
એક્સીલેટર
*           ૨૦૧૧માં ર્મિસડિઝ કુલ ૧૭ નવાં મોડલ બજારમાં મૂકશે.
*           ર્મિસડિઝની એક કારમાં જુદી જુદી ૧૦,૦૦૦ જગ્યા પર વેલ્ડિંગ થયેલું હોય છે. છતાં તમે એને બહુ મુશ્કેલીથી શોધી શકો.
*           ર્મિસડિઝની સસ્પેન્શન સિસ્ટમ તો બહેતરીન છે જ ઉપરાંત સ્ટીયરિંગમાં પણ આંચકાઓને ખમી શકાય એવી ગોઠવણ છે.
*           ર્મિસડિઝની સીટ બાંધવામાં નાળિયેરની છાલનો ઉપયોગ થાય છે.
*           મ્હડ સ્૧૧૬-સ્૧૧૭ના એલ્યુમિનિયમ બ્લોકની કોપી ય્સ્ (જનરલ મોટર્સ) અને ફોર્ડ બંને કંપનીએ કરેલી હોવાનું કહેવાય છે.
*           અત્યાર સુધીની સર્વાધિક વેચાયેલી પચાસ કારોના લિસ્ટમાં ર્મિસડિઝનું નામ નથી.
*           તાજેતરમાં ર્સિડિઝનું ટુ સીટર સ્પોર્ટ્સ કાર જીન્દ્બ-૩૫૦ (લેટેસ્ટ મોડલ) ૬૫ લાખની કિંમત સાથે ભારતમાં લોન્ચ થયું છે.