
વોશિંગ્ટન, 17 મે
૧૫ વર્ષના એક ખરીદદારે બીજા વિશ્વયુદ્ધ વખતની કોકાકોલાની રેસિપીને ૮૨.૧૭ કરોડ રૃપિયાની બોલી લગાવીને ખરીદી લીધી હતી. આ ડીલની રકમ જમા કરવા માટે તે ખરીદદારને ત્રણ દિવસનો ટાઇમ પણ આપવામાં આવ્યો છે. કોકાકોલાની રેસિપીની હરાજી વખતે તેની ઓપનિંગ કિંમત ૫૦ કરોડ રૃપિયા મૂકવામાં આવી હતી. કોકાકોલાની ઉત્પત્તિ ૧૯મી સદીની એક પેટન્ટ મેડિસિનથી થઈ હતી એવું માનવામાં આવે છે. કોકાકોલાની રેસિપી અંગે જણાવતાં કંપનીએ કહ્યું કે, તેની રેસિપી માટે ઉપયોગમાં લેવાતાં કુરદતી તત્ત્વોની જે ફોર્મ્યુલા છે તે સિક્રેટ છે અને તેને એટલાન્ટામાં આવેલા કોકાકોલાના મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવી છે.