Wednesday, August 27, 2014

૧૫ ઓગસ્ટ' ૪૭ : યે ઉન દિનોં કી બાત હૈ


http://www.sandesh.com/article.aspx?newsid=2975536&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29



સંઘર્ષ : ડાલી જાની
૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દેશની કુલ વસ્તી ૩૪.૫ કરોડ હતી જ્યારે આજે દેશની વસ્તી ૧.૨૨ અબજ સુધી પહોંચી ગઈ છે
'આ ઝાદી' શબ્દ સાંભળવામાં જેટલો નાનકડો છે તેનો અર્થ એટલો જ ઊંડો છે. આઝાદી રેડિમેડ નથી મળી, તેના માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યા અને પોતાના જાન ગુમાવ્યા ત્યારે જઈને આપણે આઝાદ થઈ શક્યાં. સમયની સાથે આઝાદીની વ્યાખ્યા અને અર્થ બદલાઈ ગયા છે. સંબંધોમાં સ્પેસથી માંડી સમાજમાં આગળ વધવા સુધી તેના અર્થ જુદા-જુદા છે, પરંતુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી.
૧૯૪૭થી ૨૦૧૪ સુધીમાં આપણાં દેશમાં એટલાં બધાં પરિવર્તન થયાં છે કે તેણે આખા દેશનું ચિત્ર જ બદલી દીધું છે. ત્યારે ન તો આટલી વસ્તી હતી ન તો આટલાં બધાં કોમ્યુનિકેશનનાં સાધનો હતાં. ૧૯૪૭માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે દેશની કુલ વસ્તી ૩૪.૫ કરોડ હતી જ્યારે આજે દેશની વસ્તી ૧.૨૨ અબજ સુધી પહોંચી ગઈ છે. દેશ આઝાદ થયો તે સમયે લોકો પાસે ટ્રાન્સપોર્ટેશનનો સૌથી મોટો વિકલ્પ સાઇકલ હતી. તે સિવાય લોકો બગી, બળદગાડાં અને ટ્રામ(જે છેલ્લે ૧૯૬૪માં માર્ગો ઉપર જોવા મળી હતી)નો ઉપયોગ કરતા હતા. ઘોડાગાડી જે આજે ટૂરિસ્ટોને આકર્ષક કરવા માટેનું સાધન બની ગઈ છે એ પહેલાં લોકોનું ટ્રાન્સપોર્ટેશનનું સાધન હતી. જો ત્યારે કોઈ લોકો પાસે કાર હોય તો તેની ગણતરી ધનાઢય લોકોમાં કરવામાં આવતી જ્યારે આઝાદીનાં ૬૮ વર્ષ બાદ આજે કાર રાખવી એક સામાન્ય વાત બની ચૂકી છે. ત્યારે લોકો પાસે મનોરંજન માટે ન તો ટેલિવિઝન હતું, ન તો મોબાઇલ ફોન હતા, ન તો ઈન્ટરનેટ. ત્યારે લોકો મનોરંજન માટે કે કોઈ માહિતી મેળવવા માટે રેડિયોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રેડિયો એક લોકપ્રિય માધ્યમ હતું. ડોલરની સામે આજે જ્યારે રૂપિયો ૬૦ની પાર પહોંચી ગયો છે તે દેશ આઝાદ થયો ત્યારે ડોલરની સરખામણીમાં જ હતો. ૧ ડોલરની કિંમત ૧ રૂપિયો જ હતી. દેશ આઝાદ થયો ત્યારની અને આજની ઉજવણી પણ અલગ અલગ હતી ત્યારે પંડિત નહેરુએ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કર્યું હતું અને આઝાદી મેળવવા માટે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી 'ટ્રસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણ આપી સ્વતંત્ર ભારતની શરૂઆત કરી હતી જ્યારે આજે આપણે તેને એક રજાના દિવસની જેમ જ ગણીએ છીએ.
ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસમાં તફાવત
૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને અંગ્રેજોથી આઝાદી મળી હતી અને ભારત દેશનું નિર્માણ થયું હતું તેથી તે દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણાં દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણો દેશ ખરા અર્થમાં ગણતંત્ર દેશ બન્યો હતો એટલે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ૈંૈં
ભારતમાં શરૂઆત
ટેક્સટાઇલ મિલ -   ૧૮૧૮
ટપાલ વ્યવસ્થા -   ૧૮૩૭
તાર વ્યવસ્થા -      ૧૮૫૧
રેલવે -                  ૧૮૫૩
યુનિર્વિસટી -         ૧૮૫૭
ફિલ્મ -                  ૧૯૧૩
રેડિયો -                 ૧૯૨૩
ઇલેક્ટ્રિક રેલવે -   ૧૯૨૫
એ.સી. ટ્રેન -          ૧૯૩૬
ટીવી -                  ૧૯૫૯
એસ.ટી.ડી -          ૧૯૬૦
ઇન્ટરનેટ -           ૧૯૯૫
મોબાઇલ -           ૧૯૯૫

dali.jani12@gmail.com