Friday, August 29, 2014

તમારા સર્ટિફિકેટ્સને સાચવશે આ ‘ડિજિટલ લોકર’

http://www.sandesh.com/article.aspx?newsid=2980477



નવી દિલ્હી, 29 ઓગસ્ટ

સર્વિસ ડિલિવરીને નિમ્ન બ્યુરોકેસીના ઈજારાશાહીમાંથી કાઢવા માટે ‘ડિજિટલ ક્લાઉડ’નો ઉપયોગ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્છા છે. સરકાર તરફથી આપવામાં આવતા શૈક્ષણીક, રહેણાંક, મેડિકલ રેકોર્ડ, બર્થ સર્ટિફિકેટ જેવા અન્ય મહત્વના દસ્તાવેજો વ્યક્તિના ડિજિટલ લોકર્સમાં સ્ટોર થશે. સરકારી ડિપાર્ટમેન્ટ જરૂર પડ્યે હાર્ડ કોપી જોયા વગર જ સોફ્ટ કોપીને એક્સેસ કરી શકશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આઈટી કંપનીઓ સાથે મળીને પોતાના મહાત્વાકાંક્ષી ‘ડિજિટલ લોકોર’ લાવશે. સરકારના MyGov.in પ્રોગ્રામના મુખ્ય અને આઈટી સચીવ રામ સેવક શર્મા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોને વધારે સુવિધા આપવા માટે આ આઈડિયાની હંમેશા છણાવટ કરતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન એ વાત માટે સ્પષ્ટ છે કે લોકોને નોકરી માટે પોતાની સર્ટિફિકેટ્સની હાર્ડ કોપીલઈને ન ફરે.

સરકારના આ પ્રોજેક્ટને પ્રાથમિક તબક્કે MyGov.in પોર્ટલ થકી કામ કરશે. આ પોર્ટલ માટે કોમ્યુનિકેશન પ્રોટોકોલ ઉપર કામ કરવા માટે સૂચનો મંગાવવામાં આવશે. શર્માએ કહ્યું હતું કે, ટેલેન્ટની ભરમાર છે અને અમે તેને જોડી રહ્યા છે. અત્યાર સુધી આ પોર્ટલમાં બે લાખથી પણ વધારો લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સરકાર તરફથી ઈ-ગ્રિટિંગ અને ડિઝાઈન કરવા અને નાણાંમંત્રાલયના લોકોને તૈયાર કરવા જેવા કામ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયા માટે સૌથી વધારે સંખ્યામાં પોર્ટલને લગતા આઈડિયા મળ્યા છે. આ આઇડિયાને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)ની એક ટીમ ઉપર કામ કરી રહી છે.

વિદ્યાર્થીઓને વધારે મદદ આવશે ‘ડિઝિટલ લોકર’

ઉલ્લેખનીય છે કે, સરકારનો આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને વધારે લાભદાયી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વિદ્યાર્થી  સરકારી કોલેજમાં અરજી કરે છે કે તો તેણે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હશે તો આ વિદ્યાર્થીની બર્થ સર્ટિફિકેટ, ઓળખપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવી જાણકારીઓ આવી સરકારી કોલેજોનું પહોંચમાં હોવી જોઈએ. જ્યાં આ વિદ્યાર્થી અરજી કરે છે તે બાબાત મેડિકલ રેકોર્ડ સાથે પણ લાગુ પડે છે.