Thursday, November 29, 2012

૧૯૫૨માં અમદાવાદ સિટી બેઠક પર પ્રથમ પેટાચૂંટણી યોજાઇ હતી

પેટાચૂંટણીઓનોરસપ્રદ ઇતિહાસ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો ઈતિહાસ જેટલો રોચક છે એટલો જ વિધાનસભાની પેટાચૂંટણીનો ઈતિહાસ રસપ્રદ છે. સામાન્ય ચૂંટણી બાદ વિધાયકોનાં રાજીનામાં, અવસાન કે અન્ય કોઈ કારણથી ખાલી પડતી બેઠક પર યોજાતી પેટાચૂંટણી પણ મતદારો અને ઉમેદવારો માટે આટલી મહત્ત્વની હોય છે. ગુજરાત રાજ્યની વર્ષ ૧૯૬૦માં સ્થાપના થઈ એ પૂર્વે દ્વિભાષી રાજ્ય મુંબઈ અને સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા પ્રદેશો અને પ્રાંતોમાં ૬ વર્ષો દરમિયાન પેટાચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીપંચ પાસે જે વિગતો ઉપલબ્ધ છે એ મુજબ જોઈએ તો ૧૯૫૨ના વર્ષમાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ અમદાવાદ સિટીની બેઠક પરથી સોમનાથ પ્રભાશંકરનાં રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
વર્ષ ૧૯૫૨માં સૌરાષ્ટ્ર રાજ્યમાં રહેલા સાયલા, ચોટીલા, જામનગર સિટી, જામનગર, મોરબી- માળિયા તથા તળાજા-દાઠા બેઠક પર બે વખત પેટાચૂંટણી યોજાઈ હતી. તળાજા-દાઠા બેઠક પરની પ્રથમ પેટાચૂંટણીમાં લાલુભાઈ મણિયાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સૌરાષ્ટ્ર સરકારમાં એ બાદ ૧૯૫૬માં ઉપલેટા અને ધ્રાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. મુંબઈ રાજ્યની બેઠક લાઠી પર ૧૯૫૭ અને ભિલોડા ૧૯૫૮માં પેટાચૂંટણી યોજાઈ હતી. જ્યારે તળાજા બેઠક પર ફરી ૧૯૬૦માં પેટાચૂંટણી આવી હતી. ગુજરાત રાજ્યની રચના બાદ વર્ષ ૧૯૬૨માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ. એ બાદ પ્રથમ વખત ૧૯૬૪માં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી ચીખલી અને અમરેલી બેઠક માટે યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી જીવરાજ મહેતાના રાજીનામા બાદ ખાલી પડેલી અમરેલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. એ બાદ ૧૯૭૦માં તત્કાલીન વિરોધપક્ષના નેતા ભાઈલાલભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી સારસા બેઠક પર આ પ્રકારે ચૂંટણી થવા પામી હતી.
૧૯૭૫ની સામાન્ય ચૂંટણીમાં એક મહત્ત્વપૂર્ણ બનાવ બન્યો. વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડતા ગોવિંદભાઈ હરિભાઈ પટેલ નામના ઉમેદવારનું ચૂંટણી દરમિયાન જ મૃત્યું થયું હતું. એટલે, નિયમોનુસાર એ બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી હતી. બાદમાં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી.
૧૯૭૮માં ખેડબ્રહ્મા, ૧૯૮૦માં રાજુલા, ઘોઘા, બરોડા, ૧૯૮૨માં લીમડી, જોડિયા, પાટડી અને ૧૯૮૪માં જેતપુરમાં તત્કાલીન ધારાસભ્ય શામજીભાઈના અવસાનથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
૧૯૮૫માં સયાજીગંજ, ૧૯૮૭માં મોડાસા, ૧૯૮૮ પાબારી જમનાદાસ ગોકુલદાસના અવસાનથી ખાલી પડેલી દ્વારકા અને ભરતભાઈ નારાયણભાઈના મૃત્યુથી ખાલી પડેલી માળિયા, ૧૯૯૧માં જામનગર, અમરેલી, ગોધરા, બોરસદ અને વાગરામાં બાય ઈલેકશન થયું હતું. ૧૯૯૭માં સરખેજ, ૧૯૯૮માં ભરૂચ, ૧૯૯૯માં જેતપુર અને જોડિયા, ૨૦૦૦માં ચોટીલા, ભાદરણ અને શહેર કોટડા, ૨૦૦૧માં સાબરમતી, ૨૦૦૨માં મહુવા અને રાજકોટ-૨ તથા સયાજીગંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
એ જ રીતે વર્ષ ૨૦૦૩માં સોનગઢ અને જમાલપુર ૨૦૦૪માં ભાણવડ, ખેડબ્રહ્મા, બોરસદ, વ્યારા અને ધરમપુર, ૨૦૦૯માં ચોટીલા, જસદણ, ધોરાજી, કોડીનાર, દહેગામ, સમી અને દાંતા ૨૦૧૦માં ચોટીલા અને કઠલાલ ૨૦૧૧માં ખાડિયા તથા ૨૦૧૨માં માણસા બેઠક પર ચૂંટણી યોજાઈ હોવાનું ચૂંટણી વિભાગ પાસે ઉપલબ્ધ વિગતો પરથી જ્ઞાત થાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ વખત ૧૯૮૦ની સામાન્ય ચૂંટણી કુતિયાણા બેઠક પરથી મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

Monday, November 26, 2012

મોબાઇલ પર *૯૯# ડાયલ કરવાથી બેન્કિંગ સુવિધા પ્રાપ્ત થશે

મુંબઈ, તા. ૨૬
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે
હવે મોબાઇલ ફોન પરથી *૯૯# નંબર ડાયલ કરવાથી બેન્કબેલેન્સ, નવી ચેકબુક, ફંડ ટ્રાન્સફર સહિતની બેન્કિંગ સુવિધાઓ આંગળીનાં ટેરવે પ્રાપ્ત કરી શકાશે. ગયા શનિવારે પૂણેમાં યોજાયેલી નેશનલ બેન્કિંગ કોન્ફરન્સમાં આ સેવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ સરકારના આર્િથક સમાવેશી કાર્યક્રમ હેઠળ આ સેવાની શરૂઆત કરી હતી.
એનપીસીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક કક્ષાની મોબાઇલ બેન્કિંગ સેવા શરૂ કરવા માટે એનપીસીઆઇ દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ પ્રકારની સેવા પ્રાપ્ત કરવા માટે સ્માર્ટફોનની જરૂર પડે છે, જોકે મોટાભાગના મોબાઇલ વપરાશકારો પાસે આવો ફોન જોવા મળતો નથી, આથી સામાન્ય મોબાઇલના ઉપયોગથી સમાજના મોટાભાગના વર્ગ સુધી બેન્કિંગસુવિધા પહોંચાડી શકાય તે માટે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં ૨૩ બેન્કોની સેવા બીએસએનએલ અને એમટીએનએલનાં નેટવર્ક પર ઉપલબ્ધ છે. એ. પી. હોતાએ કહ્યું હતું કે, કુલ ૧૪ મોબાઈલ ઓપરેટર્સ હોવાથી આ સેવાનો સંપૂર્ણ અમલ થતાં હજુ થોડી વાર લાગશે. આ સેવાની કામગીરી અંગે જાણકારી આપતાં એ. પી. હોતાએ જણાવ્યું હતું કે, જેવી રીતે લોકો ઇમરજન્સી નંબર્સ જેવા પોલીસ માટે ૧૦૦ અને આગ માટે ૧૦૧ નંબર ડાયલ કરે છે તેવી જ રીતે બેન્કિંગ માટે *૯૯# નંબર કામ કરે છે. એનપીસીઆઇને બેન્કિંગ માટે પણ આવા પ્રકારના સામાન્ય નંબરની જરૂર હતી. તમામ બેન્કોનાં ખાતાંની વિગતો મેળવવા માટે *૯૯# યુનિવર્સલ કોડ હશે. આ પ્રોજેક્ટની ત્રણ મહિના પહેલાં પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એનપીસીઆઇ હાલમાં ટેલિકોમ કંપનીને દરેક વ્યવહારદીઠ ૨૫ પૈસા ચૂકવી રહી છે.

Thursday, November 8, 2012

Ten Point Program for happy Family

2. Do not expect perfection from your spouse: Marriage is coming together of two imperfect beings. Don't expect wife or husband to like this or that, accept them as they are.

3. Be a Good Listener: Think before speaking, it is a good idea to weigh before you speak. You are master of unspoken words but slave of spoken words. Better than listening from ear is listening through mind (with attention) and better than that is listening from heart.

4. Be a good forgiver: Some people forgive but they keep the memory alive or they forgive conditionally. Forgiveness should be complete and unconditional.

5. Grow in the spirit of humility: Be humble. Egos bring arrogance which divide and separate people.

6. Learn the art of appreciation: We all like to be appreciated. Always appreciate in front of others. Never criticize in a company of friends and relatives, you will get opportunities in privacy.

7. Do not argue: Winning love and friendship is far greater than winning an argument. It is OK to discuss with a open mind. Learn to win love and affection rather than arguments.

8. Develop healthy sense of humor: Learn to laugh and be cheerful. It is a great tonic for healthy living and being accepted by friends. It is important to laugh with others and NOT at others.

9. Always lend a helpful hand: You will win over if you have this attitude of offering a helpful hand with or without asking.

10. Bring GOD back into your home: This is one of the most important one. Have a common time for prayers. It brings families together. Families that pray together stays together.

Wednesday, November 7, 2012

અમેરિકાની પ્રતિનિધિસભામાં પ્રથમ હિંદુ સભ્યનો પ્રવેશ

વોશિંગ્ટન :
એમી બેરાને પ્રચાર વખતે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું
અમેરિકાની પ્રતિનિધિ સભામાં પ્રવેશ મેળવનારા એમી બેરા પહેલાં હિંદુ સભ્ય બની ગયા છે. એમી બેરા ભારતીય મૂળના ત્રીજા એવા અમેરિકન નાગરિક છે જેમને કેલિર્ફોિનયાની બેઠક પરથી પ્રતિનિધિસભા માટે પસંદ કરી લેવામાં આવ્યા હતા. ૪૫ વર્ષના બેરા પહેલા એવા હિંદુ છે જેમણે પ્રતિનિધિસભાના સભ્ય બનીને ઇતિહાસ રચ્યો છે, જોકે ભારતીય મૂળના ઉપેન્દ્ર ચિવુકુલા ન્યૂજર્સીથી, પેન્સિલ્વેનિયાથી ડો. મનન ત્રિવેદી, મિશિગનથી સૈયદ તાજ અને કેલિર્ફોિનયાથી જેક ઉપ્પલ પ્રતિનિધિસભા માટેની ચૂંટણી હારી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સહિત ભારતીય મૂળના છ અમેરિકન નાગરિકોએ પ્રતિનિધિસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમી બેરા પ્રતિનિધિ સભામાં પહોંચનારા પહેલા હિંદુ છે. આશરે ૫૦ વર્ષ પહેલાં એમી બેરાનાં માતા-પિતા અમેરિકા આવ્યાં હતાં. આ ચૂંટણી અભિયાનમાં બેરાને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું.