Wednesday, November 7, 2012

અમેરિકાની પ્રતિનિધિસભામાં પ્રથમ હિંદુ સભ્યનો પ્રવેશ


વોશિંગ્ટન :
એમી બેરાને પ્રચાર વખતે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું
અમેરિકાની પ્રતિનિધિ સભામાં પ્રવેશ મેળવનારા એમી બેરા પહેલાં હિંદુ સભ્ય બની ગયા છે. એમી બેરા ભારતીય મૂળના ત્રીજા એવા અમેરિકન નાગરિક છે જેમને કેલિર્ફોિનયાની બેઠક પરથી પ્રતિનિધિસભા માટે પસંદ કરી લેવામાં આવ્યા હતા. ૪૫ વર્ષના બેરા પહેલા એવા હિંદુ છે જેમણે પ્રતિનિધિસભાના સભ્ય બનીને ઇતિહાસ રચ્યો છે, જોકે ભારતીય મૂળના ઉપેન્દ્ર ચિવુકુલા ન્યૂજર્સીથી, પેન્સિલ્વેનિયાથી ડો. મનન ત્રિવેદી, મિશિગનથી સૈયદ તાજ અને કેલિર્ફોિનયાથી જેક ઉપ્પલ પ્રતિનિધિસભા માટેની ચૂંટણી હારી ગયા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર સહિત ભારતીય મૂળના છ અમેરિકન નાગરિકોએ પ્રતિનિધિસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. એમી બેરા પ્રતિનિધિ સભામાં પહોંચનારા પહેલા હિંદુ છે. આશરે ૫૦ વર્ષ પહેલાં એમી બેરાનાં માતા-પિતા અમેરિકા આવ્યાં હતાં. આ ચૂંટણી અભિયાનમાં બેરાને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનનું સમર્થન પ્રાપ્ત થયું હતું.