Wednesday, April 17, 2013

'વાંગ' ચીનનું સૌથી લોકપ્રિય ઉપનામ


બેઇજિંગ, 15 એપ્રિલ
એક અધ્યયન અનુસાર ચીનમાં 'વાંગ' સૌથી લોકપ્રિય ઉપનામ છે. ચીનના ફુક્જી કલ્ચર રિસર્ચ એસોસિયેશન દ્વારા રવિવારે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં 'વાંગ' અને ત્યાર બાદ 'લી' અને 'ઝાંગ' સૌથી વધારે લોકપ્રિય ઉપનામ છે તેવું જણાવાયું છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતીને આધારે ચીનની કુલ આબાદીમાંથી ૨૧ ટકા લોકો પોતાનાં નામની પાછળ 'વાંગ', 'લી' કે 'ઝાંગ' લગાવે છે. ચીન ૧.૩ અરબની કુલ આબાદી સાથે વિશ્વમાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છે.