અમદાવાદ, 13 ડિસેમ્બર
- ગુજરાતમાં 2007માં કુલ વોટિંગ 64 ટકા થયું હતું, જ્યારે આજના પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન થયું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જે પ્રમાણે રાજ્યમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાનની શરૂઆતમાં રાજ્યનાં મંત્રીઓ તથા રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. આખરે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સિલ થઈ ગયું છે.
- ઉનામાં 65 ટકા, સોમનાથમાં 71.17 ટકા મતદાન, કેશોદમાં 50.20 ટકા, વિરમગામમાં 60 ટકા અને સાણંદમાં 55 ટકા મતદાન
- તાપીમાં 76 ટકા અને નિઝરમાં 75 ટકા મતદાન
- સુરતમાં 60 ટકા અને રાજકોટનાં મોરબીમાં 62 ટકા મતદાન
- રાજકોટ દક્ષિણમાં 52 ટકા, ગોંડલમાં 66 ટકા મતદાન, જેતપુરમાં 60 ટકા મતદાન
- ધોરાજીમાં 44 ટકા, ધંધુકામાં 33 ટકા મતદાન, જસદણમાં 71 ટકા મતદાન
મતદાન શરૂ થતાં પહેલાં ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને સવારનાં માહોલમાં લગભગ તમામ મતદાન સ્થળોએ આશરે 5 થી 10 ટકા મતદાન થયેલ છે. પ્રથમ તબક્કાની 87 સીટોમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સોરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત પરિવર્તન પાર્ટીનાં કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવે છે. જીપીપી સામે બીજેપી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે નક્કી થશે, જેમાં મોદી સરકારનાં 10 મંત્રી સામેલ છે.
- ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 17 ટકા મતદાન થયું છે અને મતદાતાઓની લાઈન લાગેલી છે. વિરમગામમાં 6 ટકા, સાણંદમાં 8 ટકા, ધોળકામાં 7 ટકા, ધંધુકામાં 6 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કાની 87 સીટો પરથી 846 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે, જેમાંથી 46 મહિલાઓ છે. બીજેપી તમામ 87 બેઠક પરથી લડી રહી છે અને કોંગ્રેસ 84 સીટો પરથી લડી રહી છે. કોંગ્રેસે ત્રણ સીટો એનસીપીને આપી રાખી છે.
- જંબુસરમાં 4 ટકા મતદાન, વાગરામાં 5 ટકા, ઝઘડિયા 7 ટકા, ભરૂચમાં 8 ટકા, અંકલેશ્વરમાં 8 ટકા, કાલાવાડ (એસ સી) 6 ટકા, જામનગરમાં 6 ટકા, જામનગર ઉત્તર 7 ટકા, જામનગર દક્ષિણમાં 5 ટકા, જામ જોધપુરમાં 4 ટકા અને ખંભાળિયામાં 8 ટકા અને દ્વારકામાં 6 ટકા મતદાન થયું છે.
આજે કેશુભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત બીજેપીનાં અધ્યક્ષ આરસી ફળદુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલની કિસ્મતનો આજે નિર્ણય થશે. આજે કુલ 1 કરોડ 81 લાખ 77 હજાર 953 મતદાતાઓ મતદાન કરશે, જેમાંથી 95 લાખ 75 હજાર 278 પુરુષ છે અને 86 લાખ 2 હજાર 557 મહિલાઓ છે.
- મહુવામાં 8 ટકા, તળાજામાં 8 ટકા, ગારિયાધારમાં 8 ટકા, પાલિતાણામાં 6 ટકા, ભાવનગર ગ્રામ્યમાં 7 ટકા, ભાવનગર પૂર્વમાં 5 ટકા, ભાવનગર પશ્ચિમમાં 7 ટકા, ગઢડામાં 8 ટકા અને બોટાદમાં 8 ટકા મતદાન થયું છે.
|