કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? | |
Dec 07, 2012
કમ્પ્યુટર નોલેજ
જ્યા રે પણ તમે નવું કમ્પ્યુટર ખરીદો છો ત્યારે નોર્મલી આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કમ્પ્યુટરમાં એક મોનિટર, સીપીયુ, કી-બોર્ડ અને માઉસ આવે તે જોઈને લેવાનું હોય વધારેમાં વધારે સ્પીકર હોય પરંતુ આ તો થયા ઉપરી સ્પેરપાર્ટ. જેના લીધે કમ્પ્યુટર ચાલે છે, જે કમ્પ્યુટરનું હાર્ટ છે તેવા સ્પેરપાર્ટ વિશે પણ થોડું નોલેજ હોવું જરૂરી છે. તો આપણે કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની હોય છે તે અંગે થોડું જાણીએ.
* કમ્પ્યુટર ખરીદતી વખતે તેનાં સીપીયુ માટેની હાર્ડડિસ્ક, રેમ, પ્રોસેસર, મધરબોર્ડ વગેરે જેવી વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ.
* હાર્ડડિસ્ક કેટલા જીબીની છે તે ચેક કરવું જોઈએ, જેટલા વધારે જીબી તેટલો વધારે ડેટા સમાય. રેમ કમ્પ્યુટરની સ્પીડ માટે હોય છે, આ રેમ જેટલાં વધારે જીબીની હોય તેટલું કમ્પ્યુટર ફાસ્ટ કામ કરે.
* પ્રોસેસર અને મધરબોર્ડનું પણ આગવું મહત્ત્વ છે, જ્યારે પણ તમે કમ્પ્યુટર ખરીદવા જાઓ ત્યારે આ તમામ વસ્તુની માહિતી મેળવીને લેટેસ્ટ વર્ઝન ચેક કરીને જ લેવું જોઈએ.
* એ ઉપરાંત તમે એડિશનલ ગેઝેટ પણ લઈ શકો છો, જેમ કે પેન ડ્રાઈવ, વેબ કેમ્પ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક, ઇન્ટરનેટ ડોંગલ જેવી વસ્તુ પણ ઉપયોગ પ્રમાણે ખરીદી શકાય છે.
* કમ્પ્યુટરની ખરીદી વખતે ખાસ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આગળ જતાં જરૂર પડયે આ બધી વસ્તુઓમાં થતો ખરીદીનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે.
|