નવી દિલ્હી, તા 13
એરઇન્ડિયાએ ૬૦ દિવસની એડવાન્સ ફેર ઓફર કરીને મુસાફરોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારી માલિકીની એરઇન્ડિયાએ વેકેશન માટે મુસાફરીની ૬૦ દિવસની એડવાન્સ ટિકિટ ખરીદસ્કીમ શરૂ કરી છે જેના ભાવ એરકન્ડિશન્ડ ટ્રેનભાડાં જેટલા રહેશે. ૬૦ કે તેથી વધુ દિવસો બાદ શરૂ થનાર મુસાફરી માટેની એડવાન્સ પરચેઝ ફેર ટિકિટ વેચાણ માટે એરઇન્ડિયા દ્વારા સંચાલિત વિવિધ રૂટ પર બુધવારથી પ્રાપ્ય છે.

આગામી ઉનાળુ વેકેશનની રજાઓમાં મુસાફરોને ટ્રેનનાં ભાડામાં વિમાનની મુસાફરી કરવા આકર્ષવા આ સ્કીમ શરૂ કરવામાં આવી છે તેમ એરઇન્ડિયાના સ્પોકપર્સને જણાવ્યું હતું. ઓલ-ઇન્ક્લુઝિવ ૬૦-દિવસ એડવાન્સ ટિકિટ ખરીદીનું ભાડું દિલ્હી-મુંબઇ સેક્ટરનું રૂપિયા ૩,૯૮૧ અને દિલ્હી-લખનૌ રૂટનું ૨,૫૬૬ થશે. અવી ટિકિટોનું વેચાણ ટ્રાવેલ એજન્ટસ, ઓનલાઇન ટ્રાવેલ એજન્ટસ,એરઇન્ડિયા વેબસાઇટ અને બુકિંગ ઓફિસો પરથી ૧૫મી મે આસપાસ શરૂ થઇ જશે.
ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ એપ્રિલનાં અંતથી શરૂ થશે ?
ડ્રીમલાઇનર વિમાનોના કાફલામાં બેટરી-ફાયર પ્રોબ્લેમ નક્કી કરવાની બોઇંગની યોજનાને અમેરિકન એવિએશન નિયામકે મંજૂર કરતાં એર ઇન્ડિયાએ એવી વ્યક્ત કરી છે કે બંધ કરી દેવાયેલી ડ્રીમલાઇનરની ફ્લાઇટ્સ આગામી એપ્રિલના અંતથી ફરી શરૂ થઇ જશે.