Monday, January 30, 2012

મતદાતા કાર્ડ બનાવવા માટે હવે ઘરે બેઠા મળશે સુવિધા


નવી દિલ્હી 30, જાન્યુઆરી

હવે મતદાતા કાર્ડ બનાવવા માટે વોટર રજિસ્ટ્રેશન એન્ડ એપિક સેન્ટર (વીઆરઇસી)ના ચક્કર નહીં લગાવવા પડે. આ સુવિધા તમે ઘરે બેઠાં પણ મેળવી શકો છો. તે માટે તમારે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયની વેબસાઇટ www.ceodelhi.nic.in પર ક્લિક કરવાનું રહેશે. અહીં આપવામાં આવેલી લિંક પર તમે વોટર કાર્ડ બનાવવા માટે ફોર્મ નં-6 ભરી શકો છો. વોટર કાર્ડ સાથે જોડાયેલા તમામ કામ પણ ઓનલાઇન કરી શકો છો. આ કામ માટે કોઇ સમસ્યા આવવા પર સીધા સીઇઓ એટલે કે મુખ્ય ચૂંટણી અધિકારીને ઇમેલ કરી ફરિયાદ કરી શકો છો. જેનો તત્કાળ નિકાલ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી અધિકારી રીના રેનું કહેવું છે કે અમારી કોશિશ એ રહેશે કે લોકો પોતાનું મતદાતા કાર્ડ બનાવવા માટે વીઆરઇસીમાં ન જાય. વધુમાં વધુ લોકો ઓનલાઇન ફોર્મ જમા કરાવે. વેબસાઇટ પર મતદાતા પોતાના વિધાનસભા ક્ષેત્રની જાણકારી લઇ શકે છે. આ સિવાય વિસ્તારના બુથ લેવલ ઓફિસરનું એડ્રેસ પણ સાઇટ પર આપવામાં આવ્યું છે. બીએલઓનું નામ, તેમનો મોબાઇલ અથવા ટેલિફોન નંબર સાઇટ પર દર્શાવવામાં આવ્યો છે. ઓનલાઇન ફોર્મ ભરતા સમયે વોટર કોશિશ એ જ કરશે તેઓ પોતાનો ફોટો પણ સ્કેન કરી મોકલી આપે. તેનાથી તેમના વોટર કાર્ડ પર ફોટો સારો આવશે. એવું નથી કરી શકતા તો પોતાના એડ્રેસ પ્રૂફ, ફોટો અને જરૂરિયાત પ્રમાણે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટની ફોટો કોપી બીએલઓને આપી દે.

નોકરી કરી રહ્યા છો તો બીએલઓને ફોન કરીને જણાવી શકો છો કે તમે ઘરે ક્યારે મળશો. પછી બીએલઓ તમારા એડ્રેસ જે તપાસ કરવા માટે તે દિવસે તમારા ઘરે આવશે. ભાડે રહો છો તો અને તમારી પાસે એડ્રેસ પ્રૂફ નથી તો 50 પૈસાના પોસ્ટ કાર્ડને લખીને પોતાના જ સરનામાં પર પોસ્ટ કરી દો. આ જ તમારાં એડ્રેસ પ્રૂફમાં કામમાં આવશે. તમામ દસ્તાવેજો યોગ્ય હોવા પર કોશિશ કરવામાં આવશે કે 21 દિવસોમાં તમારૂં વોટર કાર્ડ તમારાં ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે. સીઇઓ રીના રેના જણાવ્યા અનુસાર હાલના સમયમાં લગભગ 25 ટકા લોકો ઇન્ટરનેટના માધ્યમથી વોટર કાર્ડ બનાવી રહ્યા છે. અમે  આંકડાઓને 100 ટકા ઇચ્છીએ છીએ જેથી લોકોને વીઆરઇસી જવાની જરૂર ન પડે.

આ સુવિધામાં મતદાતાને બીએલઓ અથવા અન્ય કોઇ અધિકારીને સમસ્યા હોય છે તો તે સીધા સાઇટ પર સીઇઓને આપવામાં આવેલી લિંક પર તેઓને મેઇલ કરીને ફરિયાદ કરી શકે છે. ફરિયાદ પર તરત કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તમે મુખ્ય ચૂંટણી અધિકારી કાર્યાલયના હેલ્પલાઇન નંબર 1950 અથવા 23918888 પર ફોન કરી જાણકારી મેળવી શકો છો. ચૂંટણી સમસ્યા સમાધાન માટે જોઇન્ટ ઇલેક્શન ઓફિસરોને પણ વર્કિંગ ડેઝમાં  23970498 નંબર પર ફોન કરી શકે છે.