અમુક અનુભવ માણસને ઘણું શીખવી જાય છે પણ બધા એમાંથી એકસરખી વાત ગ્રહણ કરે એ જરૂરી નથી. પોતપોતાની સમજદારી અને અનુભવ તરફ જોવાની નજરથી એ નક્કી થાય છે. અમુક લોકો એક અનુભવમાં જ સમજદારી કેળવી લે છે તો અમુક લોકો એકનોએક અનુભવ વારંવાર કર્યા બાદ પણ ઠેરના ઠેર જ રહે છે.
બસ એ જ વાત ઉપર આજનો માનવ અનુભવ શેર કરવા જઈ રહ્યો છું.
***મારી એક દોસ્ત એની જોબથી કંટાળી ગઈ હતી, ટેલીમાર્કેટિંગની ફિક્સ અવર્સની જોબ, પગાર પણ સારો હતો, છતાં કંટાળી ગઈ હતી. એનું કારણ એક જ છે કે એ ટેલીમાર્કેટિંગની જોબ હતી જેમાં રોજેરોજ કસ્ટમર્સની ગાળો ખાવી પડે. જે એને પસંદ ના આવે. શરૂઆતના સમયમાં તો એક ગાળ સાંભળેને હેબતાઈ જાય. કેટલાય કોલ્સ અવોઇડ કરે અને વાત પણ ડરીને કરે. સમય જતા જતા એને આ બધાની આદત થઇ ગઈ. પણ અંદરથી એ ખુશ ના હતી. હમેશા એક જ ફરિયાદ એના મોઢે સાંભળવા મળે કે મને મારી લાઈફથી અને મારી જોબ થી કંટાળો આવે છે. મારે આ જોબ બદલવી છે.
"મારે જોબ બદલવી છે" આ વાક્ય લગભગ ૫૦૦+વખત બોલી ચુકી હશે પણ જોબ છોડવાનું નામ ના લે. થોડું અજીબ લાગે કે જોબ છોડવી છે છતાં જોબ છોડતી નથી એવું કેવું?પછી એક વખત શાંતિથી બેસીને વાત કરી. તો ખબર પડી કે એને એક નાનકડો બ્રેક જોઈએ છે. જોબથી તો હવે જરા પણ પરેશાન નથી. પણ કેટલાય સમયથી બ્રેક ના મળવાથી મેડમ કંટાળ્યા હતા, કોલેજમાં જે રીતે એન્જોય કરતા હતા એ રીતે હવે નથી થઇ શકતું, જાણે કે લાઈફ બંધાઈ ગઈ છે .....
બસ આ જ કારણ હતું જેનાથી મારી દોસ્ત થોડી પરેશાન હતી. એ નાનકડી પરેશાનીની અસર એની પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં દેખાતી હતી.
મેં માત્ર એટલું પૂછ્યું કે આ જોબ સિવાય તું બીજું શું કરે છે?
"બીજું તો કઈ નહિ. કારણકે મને હવે પોતાના માટે ટાઈમ જ નથી મળતો, એવું ફીલ થાય છે કે ક્યાંક ભાગી જવું છે એકલા જ રહેવું છે...."
મેં એક જ વાત કહી"કોલેજમાં તને તારી પસંદગીની એક્ટીવીટી કરવા મળતી હતી એટલે તું મસ્ત મિજાજી હતી પણ જ્યારથી તે અહી બાંધીને કામ કરવાનું શરુ કર્યું છે ત્યારથી તું ખુદ જ ખોવાઈ ગઈ છે"
તો હું શું કરું યાર? મને હવે ડ્રામેટિક્સમાં ભાગ નહિ લેવા મળે કારણકે હવે કોલેજ ખત્મ થઇ ગઈ છે(કોલેજ પાસ કર્યા બાદ મોટાભાગના લોકોને થતો પ્રોબ્લેમ)
મેં કહ્યું કે" તું ડ્રામેટિક્સમાં ના જઈ શકે પણ તારા બીજા પણ શોખ છે એને તો તો શરુ કરી શકે ને... જેમકે તને કુકિંગ ગમે છે, ફોટોગ્રાફી ગમે છે, લખવું ગમે છે તો એ બધુ શરુ કર. કારણકે જીવન જેમ જેમ આગળ વધે છે એમ આપણને ઘણા બધા કામમાં બીઝી કરતો થાય છે અને ત્યારે એક એવો સમય આવે છે જ્યાં આપણને ખુદને પોતાના માટે સમય નથી મળતો, છેવટે આપણે અફસોસ કરીએ છીએ કે ''શું કરું યાર મને પોતાના માટે જ સમય નથી"
***
માનવની નજરે.: જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોને પોતાના માટે જ સમય નથી મળતો. જે એક છુપું સત્ય છે. આપ જયારે શાંતિથી બેસીને વિચારશો ત્યારે એ છુપું સત્ય પ્રગટ થઇ જ જશે. આપણે જીવન તો પોતાનું જીવીએ છીએ પણ જીવીએ છીએ બીજા માટે.
હમેશા પોતાના માટે એકાદ કલાક ફાળવવાનું રાખો. એમાં તમે બંધ કરેલી એક્ટીવીટીને શરુ કરી શકો. પોતાના શોખ પુરા કરી શકો. અને આ એક કલાકમાં પોતાની જીંદગી જીવી શકો. હવે એક જ કામ કરવાનું રહે, એ કામ એ છે કે આજે બેસીને નક્કી કરીએ કે પોતાના કામ મતે કે શોખ માટે આપણે કેટલો સમય ફાળવી શકીએ, અને એ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કરો અને જીવી લો પોતાના દિવસનો એક કલાક પોતાના માટે. પછી ક્યારેય જીવનથી કે કોઈપણ કામ થી અકળાવવાનો વારો નહિ આવે. પોતાની જીંદગી પોતાના માટે નથી જીવી રહ્યા એ રીયલાઈઝ કરાવવા માટે એક અનુભવ જ કાફી છે, એ અનુભવને જીવનમાં ઉતારી તો જુઓ. યુ વિલ ફ્લાય ઇન યોર લાઈફ વિથ અ સ્માઈલ... કીપ મુસ્કુરાના દોસ્ત :)