બાલ્ટીમોર, તા. ૧
રક્તવાહિનીની દિવાલો પર મોટાપાયે છારી બાઝી જવાથી હૃદય સંબંધિત બીમારીનું જોખમ પુરુષો કરતાં મહિલાઓ પર વધુ હોય છે તેમ એક નવા અભ્યાસમાં જણાયું છે. મેડિકલ યુનિર્વિસટીના નવા સંધોધન મુજબ રક્તપ્રવાહના અવરોધ માટે હૃદયની ધમનીના બિનહાનિકારક પરીક્ષણ કોરોનરી સીટી એન્જિઓગ્રાફી (સીટીએ)ના મુલ્યાંકન પરથી સંશોધકો નવા નિષ્કર્ષ પર આવ્યા છે.
કોરોનરી આર્ટરી ડિસિઝ (સીએડી) રક્તવાહિનીને સાંકડી બનાવે છે, જેથી હૃદય સુધી લોહી અને ઓક્સિજનના પુરવઠામાં અવરોધ સર્જાય છે. રક્તવાહિનીની દિવાલો પર છારી બાઝી જવાથી આમ થાય છે. સંશોધકોએ છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ ધરાવનાર પંચાવન વર્ષની વયના અંદાજે ૪૮૦ દર્દીઓ પર કોરોનરી સીટીએના પરીણામોનું મૂલ્યાંકન કર્યું હતું. આ દર્દીઓમાંથી અંદાજે ૬૫ ટકા દર્દીઓ મહિલા અને ૩૫ ટકા પુરુષો હતા. પ્રત્યેક દર્દીમાં તીવ્ર કોરોનરી સીન્ડ્રોમની શક્યતાઓ નકારી કાઢવામાં આવી હતી.
કોરોનરી સીટીએના ઉપયોગ દ્વારા સંશોધકો ધમનીમાં રક્ત પ્રવાહના અવરોધની ગંભીરતા સમજવા સક્ષમ બન્યા હતા. બાલ્ટીમોરમાં જ્હોન્સ હોપકિન્સ હોસ્પિટલમાં નિવાસી રેડિયોલોજીસ્ટ એમ.ડી. જ્હોન ડબલ્યુ. નેન્સે જણાવ્યું હતું કે, "લેટેસ્ટ સીટી સ્કેનર્સ ધમનીની દિવાલો પરની છારી વર્ગીકૃત, બિનવર્ગીકૃત અથવા મિશ્ર પ્રકારની છે તે નિશ્ચિત કરવા માટે જરૃરી ઈમેજ રજૂ કરી શકે છે."
અંદાજે ૧૨.૮ મહિનાની ફોલો-અપ માહિતી સાથે કોરોનરી સીટીએના પરીણામોની સરખામણી દ્વારા સંશોધકો હૃદય રોગના હુમલા અથવા કોરોનરી બાયપાસ સર્જરી જેવી વિપરિત કાર્ડિયાક સમસ્યાઓ સાથે છારીના પ્રકાર અને તેની ગંભીરતાના સંદર્ભમાં ચોક્કસ પારંપરિક સંબંધો શોધવામાં સફળ થયા છે. આંકડાકિય મૂલ્યાંકનોમાં વર્ગીકૃત, બિનવર્ગીકૃત અને મીશ્ર સહિત બધા જ પ્રકારની છારીના પરીક્ષણો કરાયા હતા અને પ્રત્યેક છારીના પરીણામો અલગ અલગ હતા.
તેમણે જણાવ્યું હતું કે છારી સાથે સંબંધિત ર્કાિડયોવાસ્ક્યુલર ઘટનાઓનું જોખમ મહિલાઓ અને પુરુષોમાં અલગ અલગ હોય છે. ફોલો-અપ સમયમાં ૭૦ દર્દીઓએ હૃદય સંબંધિત બીમારીને કારણે મૃત્યુ હૃદય રોગના હુમલા, અસ્થિર એન્જિઆ અથવા રીવેસ્ક્યુલરાઈઝેશન જેવી સમસ્યાઓનો સામનો કર્યો હતો. ફોલો-અપ સમય દરમિયાન દર્દીઓમાં ૮૭ પ્રતિકૂળ ર્કાિડઆક ઘટનાઓનો ભોગ બન્યા હતા.
રક્તવાહિનીઓ બ્લોક થવાનો ખતરો પણ વધુ