Monday, December 26, 2011

શાનદાર પ્રાણી ઘોડો


જંગલ બુક
* ઘોડાની ૩૫૦થી પણ વધુ જાતો જોવા મળે છે.
* કેમઇરુગ જાતિના ઘોડા સફેદ રંગના હોય છે પણ જ્યારે તે જન્મે છે ત્યારે કાળા રંગના હોય છે.
* ઘોડાના તબડક તબડક અવાજે મારવામાં આવતા કૂદકાને ગેલપ તરીકે ઓળખવામાં આવે છે.
* ઘોડાની ઊંચાઈ હાથમાં માપવામાં આવે છે. એક હાથ એટલે ચાર ઇંચ.
* ઘોડો એક દિવસમાં ૧૦ ગેલન જેટલું પાણી પીવાની ક્ષમતા ધરાવે છે.
* રશિયામાં જોવા મળતાં આખાલ ટિક નામના ઘોડા ચાર દિવસ સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે.
* ઘોડાનું આયુષ્ય તેના દાંત પરથી જાણી શકાય છે.
* ઘોડાના કપાળ પર જોવા મળતા કોઈ પણ પ્રકારના નિશાનને સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. જો આ નિશાનનો આકાર તારા જેવો ન હોય તો પણ તે સ્ટાર જ કહેવાય છે.
* જુદા જુદા હાવભાવ, આંખો, કાન, પૂંછડી પટપટાવવાની સ્ટાઇલ, પગ પછાડવાની સ્ટાઇલ પરથી ઘોડા શું કહેવા માગે છે તે જાણી શકાય છે.
* ઘોડાનું આયુષ્ય ૨૦થી ૨૫ વર્ષનું હોય છે.
* સૌથી લાંબું આયુષ્ય ધરાવવાનો રેકોર્ડ ઓલ્ડ બિલી નામના ઘોડાના નામે નોંધાયેલો છે. તે ૬૨ વર્ષ જીવ્યો હતો.
* લિટલ પોની નામનું ઘોડાનું બચ્ચું ૧૪ ઇંચ ઊંચાઈ ધરાવતું હતું. સૌથી ઓછી ઊંચાઈ ધરાવવાનો વિક્રમ તેના નામે છે.
* ઘોડા સ્વભાવે શાંત હોય છે, પરંતુ કેટલીક વાર જો તેમને ઉશ્કેરવામાં આવે તો તે હિંસક પણ બની