સિડની 01, ડિસેમ્બર
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી જૂલિયા ગિલાર્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરૂન કરતા વધારે વેતન મેળવશે કારણ કે દેશના વેતન ટ્રિબ્યુનલે સાંસદોના પગાર વધારવાનો નિર્ણય કર્યો છે. મીડિયાની એક ખબર મુજબ ગિલાર્ડનું કુલ વેતન 90,000 અમેરિકન ડોલરથી ઉપર હશે જે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરૂનના વેતનથી વધારે હશે.
'ધ કરિયર મેલ' ની ખબર પ્રમાણે એક સમીક્ષા બાદ સ્વતંત્ર વેતન ટ્રિબ્યુનલે સાંસદોના વેતન વધારવાનો નિર્ણય કર્યો છે. આનાથી સાંસદોના વેતનમાં વૃદ્ધિની સંભાવના છે. ત્યાં સુધી કે સૌથી કનિષ્ઠ સાંસદનો પણ પગાર 140,000થી વધીને 180,000 અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રિબ્યુનલે એવો નિર્ણય કર્યો છે કે સાંસદોના વર્તમાન મૂળ વેતન 140,910 અમેરિકન ડોલરથી વધારીને ઓછામાં ઓછા 180,000 અમેરિકન ડોલરથી વધુ કરવામાં આવશે. વેતન વૃદ્ધિના હિસાબથી પ્રધાનમંત્રી ગિલાર્ડનો પગાર લગભગ ચાર લાખ 70 હજાર અમેરિકન ડોલર થઇ જશે જે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી ડેવિડ કેમેરૂનથી વધારે હશે. ઓબામાનું વેતન ચાર લાખ અમેરિકન ડોલર અને કેમરૂનનું વેતન બે લાખ 21 હજાર અમેરિકન ડોલર છે.