Monday, December 26, 2011

હબલ પહેલું અવકાશીય ટેલિસ્કોપ


ટેક્નો ટોક
હબલ ટેલિસ્કોપ વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપમાંનું એક અને પહેલું અવકાશીય ટેલિસ્કોપ છે. ચાલો,તેના વિશે થોડી માહિતી મેળવીએ
* અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી તેનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
* ૨૪ એપ્રિલ, ૧૯૯૦ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા તેને અવકાશમાં તરતું મૂકવામાં આવ્યું હતું.
* હબલ તેની ચોકસાઇ માટે જાણીતું છે.
* હબલ પૃથ્વીથી ૫૫૯ કિમી દૂર પરિભ્રમણકક્ષામાં કાર્યરત છે.
* હબલ ટેલિસ્કોપ ૪૩.૫ ફૂટ લંબાઈ ધરાવે છે. ૧૧,૧૧૦ કિગ્રા વજન ધરાવતું આ ટેલિસ્કોપ ૧૪ ફૂટ વ્યાસ ધરાવે છે.
* હબલ ૨૮,૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. તે પૃથ્વીની ફરતે પાંચ માઈલ પ્રતિ સેકન્ડની ઝડપે ફરે છે. હબલને પૃથ્વીનું એક ચક્કર લગાવતાં ૯૭ મિનિટનો સમય લાગે છે.
* હબલ દરેક અવકાશી વસ્તુઓનું નિરીક્ષણ કરી શકે છે, પરંતુ તે સૂર્ય અને બુધનું નિરીક્ષણ કરી શકતું નથી.
* હબલે પહેલી વાર ૨૦ મે, ૧૯૯૦ના રોજ સ્ટાર ક્લસ્ટર એનજીસી ૩૫૩૨ની તસવીર મોકલી હતી.
* આ ટેલિસ્કોપ દર અઠવાડિયે નાસાને ૧૨૦ ગીગાબાઇટ જેટલો ડેટા મોકલે છે.
* હબલ સૌર ઊર્જાની મદદથી કાર્યરત રહે છે. તેમાં બે ૨૫ ફૂટ લાંબી સોલર પેનલ લગાવવામાં આવી છે.