Friday, September 28, 2012

GSPC નો બોન્ડ ઇશ્યૂ: વૈદ-ગાંધીનું ૫૦ કરોડનું સહિયારૂં!



 (બિઝનેસ ડેસ્ક)    અમદાવાદ, તા. ૨૭
ગુજરાત સરકાર 'પંચરત્ન'માંની એક ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)ના બોન્ડ ઇશ્યુને જબરી સફળતાં મળી, સરસ...કુલ રૂ.૩૦૦૦ કરોડની સાઇઝ સામે રૂ.૧૦૧૦૦ કરોડની બીડ આવી, બહુ જ સરસ...પરંતુ, બોન્ડ ઇશ્યુના પ્લેસમેન્ટની સમગ્ર પ્રકિયામાં જે કાંઇ થયું છે તેમાં કશું જ સારૂં નજરે ચડતું નથી. બોન્ડ ઇશ્યૂમાં સિલેક્ટિવ બીડિંગના નામે જે નવી રીતરસમ અપનાવાઈ છે તેનાથી જીએસપીસીના ભોગે ખાનગી ખેલાડીઓને જલસાં કરાવાયા હોવાની શંકા જાગી છે. કોઇપણ પીએસયુના બોન્ડ સહિતના માર્કેટ બોરોઇંગ પ્રોગ્રામમાં આવું સિલેક્ટિવ બિડીંગ ક્યારેય થયું નથી. બીજું ઇશ્યુ મેનેજર કે એરેન્જરને જે ફી ચૂકવાઇ છે તે પણ બિલકુલ હજમ થાય એવી નથી. ત્રીજું રિઝર્વ બેંકની ધિરાણ નીતિમાં વ્યાજદર ઘટે એવું પગલું જરૂર હશે તેવી સાર્વત્રિક ધારણા હતી, તેમ છતાં ધિરાણ નીતિ આવે તેના માત્ર ત્રણેક દિવસ પહેલા બોન્ડ ઇશ્યુની "ગોઠવણ" જે રીતે કરી દેવાઇ તેમાં "અપફ્રન્ટીંગ" નો ડાઉટ જાગે છે. રૂ.૩૩ કરોડ જેવી ઉંચી ફીના બખ્ખા ઉપરાંત સેકંડરી માર્કેટમાંય આના કારણે કેટલાંક ચોક્કસ લોકોને કમસેકમ રૂ.ત્રીસેક કરોડનો તડાકો પડી જશે! આ રીતે ભરણામાં વૈદ્ય-ગાંધીનું સહિયારૂં થયું હોવાની અને કોઇક મોરલો કે મોરલાઓ કળા કરીને લાભ ખાટી ગયા હોવાની તમામ શક્યતા દેખાય છે.
ગુજરાત સરકારના શિરમોર જાહેર સાહસોમાંની એક જીએસપીસીનો બોન્ડ ઇશ્યુ ગ્રીન શૂ ઓપ્શન સહિત કુલ રૂ.૩૦૦૦ કરોડનો હતો. બોન્ડ ત્રણ પ્રકારના હતા. ૮ વર્ષના મુદ્દતી બોન્ડ ૮.૩૯ ટકા તથા ૧૦ વર્ષ માટેના બોન્ડ ૯.૪૫ ટકા વ્યાજની જોગવાઇવાળા છે. વ્યાજની ચૂકવણી ૬ માસિક ધોરણે નિર્ધારાઇ હોવાથી વાસ્તવિક ર્વાિષક વળતર નિયત વ્યાજદર કરતાંય ઉંચું બેસે છે. બંને કેટેગરીના બોન્ડ ઉપર એરેન્જર ફી ૯૦ પૈસા જ્યારે ૬૦ વર્ષની મુદ્દતવાળા વર્ચ્યુઅલ બોન્ડ ઉપર દોઢ રૂપિયો ચૂકવાયો છે.
આઠ- દસ વર્ષના બોન્ડના કિસ્સામાં જીએસપીસીના કેલિબરવાળું કંઇપણ જાહેર સાહસે ૨૦ પૈસાથી વધુ ફી ચૂકવી હોય તેવું ધ્યાનમાં નથી. તો પછી આટલી તગડી ફી કોના લાભાર્થે અને કોના ઇશારે ચૂકવાઇ તે સંશોધનનો વિષય છે.
પીએસયુના બોન્ડ ઇશ્યુમાં શક્ય હદે વધુને વધુ ઇશ્યુ એરેન્જર કે મર્ચન્ટ બેંકર્સને બોલાવાય છે. જેમની સંખ્યા ૧૦થી નીચે ક્યારેય હોતી નથી. જીએસપીસીએ પાંચ-છથી કામ ચલાવ્યું છે. બિડીંગ પ્રોસેસમાં જેટલા વધુ મર્ચન્ટ બેંકર્સને બોલાવાય તેટલી ટ્રાન્સપરન્સી વધુ રહે છે. કમિશન-ફી ઇત્યાદી કસીને નક્કી કરી શકાય છે. તૌ પછી જીએસપીસીએ સિલેક્ટિવ બિડીંગ પ્રોસેસ શા માટે અપનાવી? રૂ.૩૦૦૦ કરોડના બોન્ડના પ્લેસમેન્ટના ધંધાનો સિંહભાગ- રૂ.૨૬૦૦ કરોડ ટ્રસ્ટ કેપિટલ નામની ખાનગી એરેન્જરના ફાળે ગયો છે. આઇસીઆઇસીઆઇ બેંક તથા એક્સીસ બેંકના ભાગે રૂ.૨૦૦-૨૦૦ કરોડ આવ્યા છે. આ દેખાડો નથી?બોન્ડ ઇશ્યુમાં ફી તરીકે રૂ.૩૩ કરોડની તગડી રકમ જીએસપીસી જેવી ડબલ એ રેટિંગવાળી કંપનીને ક્યા કારણસર ચૂકવવાની ફરજ પડી તે સમજી શકાતું નથી.
મામલા ગડબડ હૈ.....!
જીએસપીસીના રૂ.૩૦૦૦ કરોડના બેન્ડ ઇસ્યૂમાં સિલેક્ટિવ બિડીંગની નવતર પદ્ધતિ અપનાવાઇ હતી, જેમાં એક જ પાર્ટીને રૂ.૨૬૦૦ કરોડના બોન્ડનું પ્લેસમેન્ટ કરાયું છે. કોઇપણ સદ્ધર પીએસયુએ ક્યારેય ના ચૂકવી હોઇ એટલી ઉંચી ફી ચૂકવી આ ખાનગી પાર્ટીને તગડો લાભ કરાવી અપાયો છે. રિઝર્વ બેંકની ક્રેડિટ બેંક પોલિસી ત્રણેક દિવસ પછી આવવાની હોવા છતાં અને તેના પગલે વ્યાજદર નીચા જવાની પૂરતી શક્યતા હોવા છતાં, ઘડિયા લગ્નની જેમ બોન્ડ ઇશ્યૂનો મામલો આટોપી દેવાયો. બોન્ડ ઉપરનું વ્યાજ ખોટી રીતે ઉંચા દરે નક્કી કરાયું. આને લઇ ચોક્કસ ખાનગી ખેલાડીઓ "અપ-ફ્રન્ટીંગ" કરી સેકન્ડરી માર્કેટમાં લાભ ખાટી શકે તેવી ગોઠવણ કરી આપવામાં આવી. આખા કિસ્સામાં ઉંચી ફી તેમજ "અપ-ફ્રન્ટીંગ"ના ખેલ દ્વારા લાગતી વળગતી ખાનગી પાર્ટી કમસે કમ મહિનાથીએ ઓછા સમયમાં રૂ.૫૦-૫૫ કરોડ આસાનીથી બનાવી લેશે. જીએસપીસીને ઉંચી એરેન્જર ફી પેટે તાત્કાલિક રૂપિયા વીસેક કરોડનું નુક્શાન ગયું છે તથા નિર્ધારીત કરાયેલા ઉંચા વ્યાજદરને લઇ ૮-૧૦ વર્ષમાં ઓછામાં ઓછો રૂ.૭૦-૮૦ કરોડનો બોજ વેઠવો પડશે તે અલગ. જાણકારો કહે છે કે, આ આખી રમત જીએસપીસીના એમ.ડી. તપન રેનું ગજુ નથી. બહું ઉચ્ચ સ્તરના કલાકારો આ ખેલમાં સામેલ હોવા જોઇએ. તેમાં એક નામ ઉર્જા મંત્રી સૌરભ પટેલનું પણ સંભળાય છે.  
યે બાત ક્યા હૈ,યે રાઝ ક્યા હૈ...???
            રૂ.૩૦૦૦ કરોડના બોન્ડના પ્લેસમેન્ટ માટે રૂ.૩૩ કરોડની તગડી ફી શા માટે ચૂકવાઇ?
            ૧૦-૧૫ મર્ચન્ટ બેંકરના બદલે ૫-૬ મર્ચન્ટ બેંકરથી પતાવી દેવાની સિલેક્ટિવ બિડીંગ પ્રોસેસ કોના લાભાર્થે હતી?
            ત્રણ દિવસ પછી રિઝર્વ બેંકની ધિરાણ નીતિ આવવાની હોવા છતાં ઇશ્યુની ગોઠવણ માટે આટલી ઉતાવળ કેમ કરાઇ?
            જીએસપીસી જેવી સ્ટ્રોંગ કંપનીને ૮થી ૧૦ વર્ષના બોન્ડ માટે ૯૦ પૈસાની ફી કેમ ચૂકવવી પડી?
            આ પ્રકારની સદ્ધરતા ધરાવતા કોઇપણ પીએસયુએ ક્યારેય ૨૦ પૈસાથી વધુ ફી ચૂકવી નથી.
            વ્યાજદરની 'સાયકલ' હવે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં જવાનું નક્કી છે. ત્યાં બોન્ડ પરનો વ્યાજદર ઉંચો નથી?
            રૂ.૩૩ કરોડની તગડી ફી ઉપરાંત 'અપ-ફ્રન્ટીંગ'ની રમતની ભરપૂર શક્યતા... કયાં ખેલાડીઓ આનો લાભ ખાટશે તે તપાસ કરવી જરૂરી નથી?
            રૂ. ૩૦૦૦ કરોડમાંથી રૂ. ૨૬૦૦ કરોડનો ધંધો એક જ પાર્ટીને !
            અપફ્રન્ટીંગમાં ખેલાડીઓ ર્વાિષક ૩૬-૪૮ ટકાના દરે કમાઈ લેશે.
ટ્રસ્ટ કેપિટલ અને તેના નિપા શેઠ કોણ છે?
બોન્ડ માર્કેટની દુનિયામાં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ જેવા દિગજ્જ ખેલાડીઓ પછી ત્રીજું મોટું નામ ટ્રસ્ટ કેપિટલનું છે. ટ્રસ્ટ કેપિટલ તેમજ તેના ફાઉન્ડર નિપા શેઠ બોન્ડ માર્કેટમાં બહુ મોટા ગજાના ખેલાડી ગણાય છે. આમ છતાં બહારની દુનિયામાં નિપા શેઠ ભાગ્યેજ દેખાય છે. મીડિયાને તે ઈન્ટરવ્યૂ આપવાનું હંમેશા ટાળે છે અને તેમનો ફોટગ્રાફ જ્વલેજ જોવા મળે છે. તે સીએની ડીગ્રી ધરાવે છે.
જુજ લોકોને ખબર હશે કે નિપા શેઠ સૌથી મોટી ડેટ પોર્ટોફોલિયો મેનેજમેન્ટ સ્કિમ પણ ચલાવે છે. એક દાયકાથી વધુ સમય પૂર્વે નિપા શેઠે બોન્ડ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો અને તેમના ભંડોળનો મુખ્ય સોર્સ બેન્કો છે. અને આ બેન્કો બોન્ડ પરનાં રીટર્ન કરતાં પણ વધુ વ્યાજ વસુલે છે. આ ભંડોળમાંથી ટ્રસ્ટ કેપિટલ બોન્ડમાં અતિ ટુંકા સમય માટે રોકાણ કરી તેને પ્રોવિડન્ડ ફંડ,ચેરિટી ટ્રસ્ટસ, કોર્પોરેટ કંપનીઓ તેમજ હાઈ નેટવર્થવાળા ઇન્વેસ્ટર્સને વેંચી મારતાં હોવાનું કહેવાય છે. રૂ. ૩૦૦૦ કરોડના બોન્ડ ઇશ્યૂમાંથી બાકીના રૂ. ૨૦૦ - ૨૦૦ કરોડનો બિઝનેસ આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના ફાળે રહ્યો છે. જે બોન્ડ માર્કેટના લીડર એરેન્જર ગણાય છે. જ્યારે ત્રીજા ક્રમે આવતા ટ્રસ્ટ કેપિટલને રૂ. ૨૬૦૦ કરોડની ફાળવણી થઈ છે. આ બાબત સીલેક્ટિવ બિડિંગનો મૂળ આશય ટ્રસ્ટ કેપિટલને જ વધુને વધુ બિઝનેસ આપવાનો હોય તેવી શંકા પેદા કરે છે.

Thursday, September 27, 2012

Bonds Of Friendship...

Bonds Of Friendship... 
 

Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
Bonds of friendship
There have been many times
that I'd lose grip and then fall, 
And, you were there beside me
to help me rise above it all.
There have been many times
when I'd reach the end of end,
And, you inspired me
by giving hope to just start over again!
YOU INSPIRED ME!
Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/ Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
There have been times
when I had lost all that I had gained,
And, you brought me bright sunshine
to send away the rains.
There have been many times
that I'd just quit, giving all up,
And, you'd bring me a drink of renewal
from friendship's cup!
YOU WERE SUNSHINE!
Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/ Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/
Then, all the times that I had been slipping
and sinking so fast,
You encouraged me to reach out
to grasp hope that would last.
As, I was spinning in frantic circles of chaos,
around and round, 
You threw out the anchor
that placed me back on solid ground!
YOU RENEWED HOPE!
Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/Click here to join World Malayali Club or visit http://groups.yahoo.com/group/worldmalayaliclub/  Loading image/please wait.... | www.Facebook.com/SmileWorld.in |
The bond of friendship that I have with you
is one richly blessed,
As, it is one that has survived,
as it passed every friendship test.
You and I've remained friends
in the good times, as well as bad,
Your pledge of loyalty, as a friend
is the truest I have ever had!
OUR FRIENDSHIP IS BLESSED!
 Loading image/please wait.... | www.Facebook.com/SmileWorld.in | Loading image/please wait.... | www.Facebook.com/SmileWorld.in |  Loading image/please wait.... | www.Facebook.com/SmileWorld.in |
The commitment of "togetherness"
we have had all these years,
Will surely continue to build as we move
onward past life's tears; 
And, as we reach the point in our lives,
called "The Golden Age",
I shall look back and extend a thank you
for each and every day!
OUR FRIENDSHIP WILL LAST!


Tuesday, September 25, 2012

રશિયન ડાયમંડ્સ સુરતને ચમકાવશે? (દુરબીન)


દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
રશિયામાં ત્રણ હજાર વર્ષ સુધી વિશ્વની ડાયમંડની ડિમાન્ડ પૂરી કરી શકે તેટલા મોટા જથ્થાવાળી હીરાની ખાણો મળી આવી છે. ૧૨૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલી હીરાની આ ખાણોમાંથી રફ ડાયમંડ જો સુરતને કટિંગ અને પોલિશિંગ માટે મળે તો સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી સોળે કળાએ ખીલી ઊઠે. વિશ્વમાં ડાયમંડનું જેટલું કામ થાય છે તેના નેવું ટકાથી વધુ કામ માત્ર સુરતમાં થાય છે. સુરતને પૂરતા પ્રમાણમાં રફ હીરા મળતા નથી. ઝિમ્બાબ્વેની કેટલીક ડાયમંડ માઇન્સ ઉપર ચીને કબજો જમાવી દીધો છે. ભારત સરકાર જો રશિયા સાથે સમજૂતી કરી રશિયન ડાયમંડ્સનો જથ્થો સીધો ઇન્ડિયાને મળે તેવી વ્યવસ્થા કરે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગી જાય
સુરતના ચહેરા પર ચમક આવી જાય એવા એક સમાચાર રશિયાથી આવ્યા છે. ત્રણ હજાર વર્ષ સુધી દુનિયામાં હીરાની ડિમાન્ડ પૂરી કરી શકે તેટલો મોટો હીરાનો ખજાનો રશિયામાં મળી આવ્યો છે. અત્યારે વિશ્વમાં ડાયમંડ્સની ખાણોમાં જે રિઝર્વ સ્ટોક છે તેના કરતાં દસ ગણો જથ્થો રશિયામાં મળેલી ખાણોમાં છે. સુરત વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ છે. વિશ્વમાં વેચાતા ડાયમંડ્સમાંથી ૯૦ ટકાથી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. રશિયાની ખાણોમાંથી જો રફ હીરા સુરતને મળતાં થાય તો સુરતનું નસીબ ચમકી જાય.
સુરતના હીરા ઉદ્યોગની વાત કરતાં પહેલાં રશિયામાંથી મળેલી ડાયમંડની ખાણો વિશે જાણી લઈએ. રશિયાના સાઇબિરિયામાં આવેલ પોપિગોઈ એસ્ટ્રોબ્લેમ વિસ્તારમાં સૈકાઓ પૂર્વે એક વિશાલ ઉલ્કા પડી હતી. એવો અંદાજ બાંધવામાં આવ્યો છે કે આ ઉલ્કા સાત ચોરસ કિલોમીટરની હતી અને તે જે જમીન પર ત્રાટકી ત્યાં ૧૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઊથલપાથલ મચાવી દીધી. ઉલ્કાની અસરના કારણે આ વિસ્તારમાં હીરાની ખાણો બની ગઈ. આ વિસ્તારમાં સંશોધન પછી રશિયાની નોવોસિબિર્સ્ક ઇન્સ્ટિટયૂટ ઓફ જિઓલોજી અને મિનરેલોજીના નિષ્ણાતોએ જાહેર કર્યું કે આ ખાણોમાં ટ્રિલિયન્સ ઓફ કેરેટ્સ ડાયમંડનો જંગી જથ્થો ત્રણ હજાર વર્ષ ચાલે તેટલો છે.
આ ખાણો વિશે એવી પણ વાતો બહાર આવી છે કે રશિયન સરકારને તો ઘણા સમયથી આ ખાણો વિશે જાણ હતી પણ ઈરાદાપૂર્વક વાતને છુપાવી રખાઈ હતી. રશિયા 'રાઈટ ટાઈમ'ની રાહ જોતું હતું. રશિયા માટે આ ખાણો આશીર્વાદરૂપ સાબિત થવાની છે. જોકે આપણા માટે પણ આ ખાણો કંઈ ઓછી ફાયદાકારક નથી. સુરતને જો રફ ડાયમંડનો પૂરતો જથ્થો કટિંગ અને પોલિશિંગ માટે મળે તો સુરતનો હીરા ઉદ્યોગ અત્યારે જે છે તેના કરતાં અનેકગણો વધુ ચમકી શકે તેમ છે.
સુરતમાં નાની-મોટી મળીને પાંચ હજાર જેટલી ડાયમંડ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીઓમાં પાંચ લાખ રત્ન કલાકારો હીરાને પાસાદાર બનાવવાનું કામ કરે છે. હીરા ઉદ્યોગ સાથે અંદાજે ૧૫ લાખ લોકો સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. દેશમાં ડાયમંડ જ્વેલરીનું જે કામ થાય છે તેમાં ૯૦ ટકાથી વધુ કામ માત્ર સુરતમાં થાય છે. ગયા ઓગસ્ટ માસમાં જ સાડા સાત હજાર કરોડ કરતાં વધુ કામ સુરતમાં થયું હતું.
દેશમાંથી દુનિયાના દેશોમાં થતી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસના આંકડા જોઈએ તો આંખો પહોળી થઈ જાય. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૧-૧૨માં જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ રૂ.૨,૦૪,૮૨૩.૬૬ કરોડની હતી. તેમાં ડાયમંડ અને ડાયમંડ સ્ટડેડ જ્વેલરી રૂ.૧,૧૦,૯૭૮.૮૪ કરોડની હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં દેશમાંથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસનો આંકડો ૮૮,૪૮૯.૭૭ કરોડનો છે તેમાં ડાયમંડ જ્વેલરી ૩૪,૪૫૦.૪૬ કરોડ રૂપિયાની છે. ડાયમંડનું મોટા ભાગનું કામ સુરતમાં થાય છે એટલે સુરત માટે આ બિઝનેસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એનો અંદાજ બાંધી શકાય તેમ છે.
ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૧-૧૨માં રફ ડાયમંડની આયાત રૂ.૭૨,૧૬૦.૬૧ કરોડની હતી. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ માસ સુધીમાં રૂ.૩૦,૭૧૧.૯૩ કરોડના રફ ડાયમંડ આયાત થયા છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ રફ ડાયમંડની આયાત રૂ.૨૯૦૫.૧૯ કરોડની હતી. આટલા રફ ડાયમંડની આયાત છતાં સુરતને પૂરતા પ્રમાણમાં રફ હીરા કટિંગ અને પોલિશિંગ માટે મળતા નથી.
ભારતમાં રશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાંથી રફ હીરાની આયાત થાય છે. આફ્રિકન દેશોમાં ઝિમ્બાબ્વે અને બોર્સવાના હીરાના મોટા સ્ત્રોત છે. રફ ડાયમંડની ખરીદી ડીટીસી એટલે કે ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા થાય છે. ડાયમંડ્સ કંપનીઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા રમત રમે છે. રફ ડાયમંડની ડાયરેક્ટ ખરીદી કરી શકાય એ માટે સુરતના હીરા વેપારીઓએ એક હજાર કરોડની સુરત રફ ડાયમંડ સોસિંગ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની બનાવી છે.
રશિયામાં ડાયમંડની ખાણો મળતાં હવે રફ હીરાનો પૂરતો જથ્થો મળી રહેવાની આશા જન્મી છે. સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયા કહે છે કે, વિશ્વમાં ડાયમંડની ખાણોમાંથી રફ ડાયમંડ કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. ધીમે ધીમે ખાણો ઊંડી થતી જાય છે તેમ હીરા કાઢવાનું કામ મોંઘું થતું જાય છે અને રફ હીરાના ભાવ વધી જાય છે. ચાઇનાની મેલી મુરાદના કારણે પણ સુરતના ડાયમંડ ઉદ્યોગને અસર થઈ છે.
ઝિમ્બાબ્વેની મરાંગે ડાયમંડ માઇન્સમાં હીરાનો મોટો જથ્થો છે. ઝિમ્બાબ્વેની આ ખાણો ઉપર ચીને પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. ઝિમ્બાબ્વેની ખાણોના રફ હીરા આપણે ચીન પાસેથી ખરીદવા પડે છે. આપણે ઝિમ્બાબ્વેથી સીધી ખરીદી કરી શકતા નથી. ચીન વચ્ચે કમિશન ખાઈ જતું હોવાથી ઝિમ્બાબ્વેના રફી હીરા આપણને મોંઘા પડે છે. દિનેશભાઈ નાવડિયા કહે છે કે ભારત અને રશિયા વચ્ચે દાયકાઓથી સારા સંબંધો રહ્યા છે. ભારત સરકાર જો રશિયા સાથે એવા કરાર કરે કે રશિયન ડાયમંડ માઈન્સમાંથી રફ હીરાનો જથ્થો સીધો ઇન્ડિયાને મળે તો આપણા હીરા ઉદ્યોગનું કલ્યાણ થઈ જાય. અમે આ માટે ભારત સરકારને રજૂઆતો પણ કરવાનું વિચારી રહ્યા છે. ચીને ડાયમંડ બિઝનેસમાં ઝુકાવ્યું છે, જોકે ચીન ક્યારેય આપણને ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં બીટ કરી શકે તેમ નથી, કારણ કે આપણી પાસે વર્લ્ડ બેસ્ટ સ્કિલ્ડ મેનપાવર છે.
સુરતના શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના ગોવિંદભાઈ ધોળકિયા કહે છે કે અમને રશિયાની ડાયમંડ ખાણોના ખબર મળ્યા છે. રફ ડાયમંડનો પૂરતો જથ્થો વાજબી ભાવે મળે તો ચોક્કસપણે સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે. અલબત્ત, રશિયન ખાણોના હીરાની ગુણવત્તા કેવી છે તેના ઉપર પણ મોટો આધાર છે.
ડાયમંડ બે પ્રકારના હોય છે, એક તો જે જ્વેલરીમાં વપરાય છે એ અને બીજા ઇન્ડસ્ટ્રીયલ ડાયમંડ. ઉદ્યોગોમાં તીક્ષ્ણ વસ્તુઓ કાપવા માટે ડાયમંડ્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ટર્બાઈન, બેરિંગ્સ અને એરક્રાફ્ટમાં ઇન્ડસ્ટ્રિયલ ડાયમંડનો મોટાપાયે ઉપયોગ થાય છે. રશિયન ડાયમંડ જ્વેલરી માટે વધુ કામના છે કે પછી ઇન્ડસ્ટ્રીઝ માટે એ ચકાસણી પછી જ નક્કી થઈ શકશે.
ડાયમંડ્સ વિશે જેને સામાન્ય જાણકારી છે એવા લોકોને પણ હવે ખબર છે કે ડાયમંડનું મૂલ્ય ચાર સી એટલે કે કટ, કલર,કેરેટ અને ક્લેરિટીના આધારે આંકવામાં આવે છે. માત્ર હીરો મોટો હોય એનાથી એ મોંઘો થઈ જતો નથી, પણ તેની ક્લેરિટી અને કલર પરથી તેની કિંમત નક્કી થાય છે. હવે તો એવી કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ પણ આવી ગઈ છે કે રફ હીરાને જોઈને કહી દે કે તેમાં કેટલી ક્લેરિટી અને કેવો કલર છે અને તેમાંથી પાકો હીરો કેવો બનશે. જે હીરાની ક્લેરિટી અને કલર બરાબર ન હોય તેવા ડાયમંડનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે.
રશિયન ડાયમંડ્સ સુરતની શકલ બદલી નાખે એવી શક્યતા છે. સુરતના હીરાના એક વેપારીએ કહ્યું કે સીધીને સટ વાત છે કે રો-મટીરિયલનો ફ્લો વધે એટલે ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય. દુનિયાનાં કેટલાંક તત્ત્વો ડાયમંડ માર્કેટને કંટ્રોલ કરે છે અને મેક્સિમમ ફાયદો મેળવવાનો પ્રયત્ન કરે છે. રશિયન ડાયમંડ્સથી દુનિયાની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવર્તન આવશે અને તેનો સીધો ફાયદો સુરતને થશે. આ માટે આપણી સરકાર રસ લ્યે અને રફ ડાયમંડ્સ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવે એ જરૂરી છે. અત્યારે તો એવાં એંધાણ મળી રહ્યાં છે કે રશિયન ડાયમંડથી સુરતનો સીતારો ચમકવાનો છે. સુરતના રત્ન કલાકારો હીરાને ચમકાવશે અને હીરા આખા સુરતને ચમકાવશે.

ટ્વિટર પર સરકારની સૌપ્રથમ પ્રેસ કોન્ફરન્સ


નવી દિલ્હી, તા. ૨૫
  • વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાએ ટ્વિટર પર લોકોના સવાલોના જવાબ આપ્યા
  • 'માહિતીનું લોકશાહીકરણ' વિષય પર પ્રેસ કોન્ફરન્સ હતી
પૂર્વોત્તરનાં લોકો વિરુદ્ધ અફવાઓ, ગાંધી પરિવાર- કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારનાં અભિયાન જેવા મુદ્દાઓને પગલે    ટ્વિટર, ફેસબૂક, યૂ ટયૂબ જેવી સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર નિયંત્રણની વાતો કરનાર યુપીએ સરકારને આખરે આ સાઇટ્સનું મહત્ત્વ સમજાયું છે. સરકારે મંગળવારે પોતે ટ્વિટર પર પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પબ્લિક ઇન્ફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન્સ પર વડાપ્રધાન મનમોહનસિંહના સલાહકાર તથા ભારતમાં સંચાર ક્રાંતિના જનક મનાતા સામ પિત્રોડાએ મંગળવારે ૩.૩૦થી ૪.૪૫ સુધી ટ્વિટર પર તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.ભારતમાં માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર સરકાર દ્વારા સૌપ્રથમ વખત કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ટ્વિટર પરની પ્રથમ પ્રેસ મિટિંગ દરમિયાન પિત્રોડાએ 'માહિતીનું લોકશાહીકરણ' વિષય પર પત્રકારોના વિવિધ પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યા હતા.
ઓનલાઇન કોન્ફરન્સની શરૂઆતમાં જ પિત્રોડાએ તેમના #DoI હેન્ડલનો ઉપયોગ કરી ટ્વિટ કર્યું હતું કે, 'સંસદ, કારોબારી અને ન્યાયાલયની જેમ માહિતી પણ લોકશાહીનો ચોથો સ્તંભ હોવાનું હું દૃઢપણે માનું છું.'
પિત્રોડાને અનુસરીને ભવિષ્યમાં અમલદારો અને કેન્દ્રીયપ્રધાનો પણ ટ્વિટર, ફેસબુક, ગૂગલ પ્લસ જેવી વિવિધ સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સનો પ્રેસ કોન્ફરન્સ માટે ઉપયોગ કરી શકે છે.
નેટ પર લાઇવ ચેટ કરનાર મોદી ભારતના પ્રથમ નેતા
ગત ૩૧મી ઓગસ્ટે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલ પ્લસનાં માધ્યમથી દેશભરનાં લોકો સાથે લાઇવ ચેટ કરી હતી, જેને લીધે ગૂગલ પ્લસની સુવિધા ખોરવાઇ હતી. નેટિઝન્સ સાથે ઓનલાઇન ચેટ કરી હોય તેવા મોદી પહેલા રાજકારણી છે. આ ટ્વિટર પ્રેસ મિટિંગનો નિર્ણય પણ મોદીની લાઇવ ચેટને પગલે આયોજિત કરાઈ છે.
ટ્વિટર પર રાજકારણીઓ 
હાલ કેટલાક પ્રધાન અને નેતાઓ ટ્વિટર પર સક્રિય છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહ, રમત અને યુવા બાબતોના કેન્દ્રીય પ્રધાન અજય માકન ટ્વિટર પર સક્રિય છે. ઉપરાંત પૂર્વ પ્રધાનોમાં મિલિંદ દેવડા અને શશિ થરુર પણ ટ્વિટર પર સક્રિય છે. ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ),પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી) અને વિદેશ મંત્રાલય પણ માહિતી પ્રસાર માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે. જોકે આ કાર્યાલયો વન-વે ઇન્ફોર્મેશન શેરિંગ જ કરે છે.

આઇનસ્ટાઇનનું મગજ માત્ર ૧૦ ડૉલરમાં મેળવો

શિકાગો, તા. ૨૫
સાપેક્ષવાદ અને ઊર્જાના જથ્થામાં એકમની ક્વોન્ટમ થિયરી વિકસાવનાર નોબેલ પ્રાઇઝ વિજેતા આલ્બર્ટ આઈનસ્ટાઈનનું મગજ હવે લોકોને અભ્યાસ માટે માત્ર ૧૦ ડૉલરમાં મળશે. આઈનસ્ટાઈન શા માટે વિચક્ષણ હતા અને તેઓ શા માટે વધુ બુધ્ધિશાળી હતા તેનો અભ્યાસ કરવા માટે આઈપેડ પર એપ્લિકેશન તરીકે તે મેળવી શકાશે. માત્ર ૯.૯૯ ડૉલરમાં તેને ડાઉનલોડ કરી શકાશે. કોઈ વૈજ્ઞાાનિકનાં મગજની ડિજિટલાઇઝ્ડ મોટી ઈમેજ ક્યાંય હજી સુધી મેળવી શકાઈ નથી આઈપેડ પર તે હવે સરળતાથી મેળવી શકાશે. શિક્ષિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો કે જેઓ તેમનાં મગજનો અભ્યાસ કરવા માગે છે તેઓ તે સહેલાઈથી ડાઉનલૉડ કરી શકશે.
શિકાગોમાં આ અંગે મેડિકલ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૯૫૫માં મૃત્યુ પામનાર આઈનસ્ટાઈનનાં મગજની સ્કેન અને ડિજિટલાઈઝ્ડ કરેલી ૩૫૦ જેટલી અમૂલ્ય સ્લાઇડ્સ મૂકવામાં આવનાર છે. જેને આઈપેડ પર ડાઉનલૉડ કરીને તેનો વિસ્તૃત અભ્યાસ કરી શકાશે.
આઈનસ્ટાઈનનું અવસાન થયું તે પછી થોમસ હાર્વી નામનાં પેથોલોજીસ્ટ દ્વારા તેના મગજ સહિત અન્ય અંગોની ઓટોપ્સી કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ બુધ્ધિશાળી વ્યક્તિનાં મગજનો અભ્યાસ કરીને તેનાં રહસ્યો ઉકેલવાનું સંશોધકો માટે આસાન બને તેવો તેનો ઈરાદો હતો. થોમસ હાર્વીએ કરેલા અભ્યાસ મુજબ આઈનસ્ટાઈનનાં મગજનો 'પેરાઇટલ લોબ' તરીકે ઓળખાતો હિસ્સો સામાન્ય માનવીનાં મગજનાં આવા જ હિસ્સા કરતાં ૧૫ ટકા વધુ મોટો અને પહોળો હતો. મગજનો આ હિસ્સો મેથ્સ, ભાષા તેમજ સ્પેટિયલ રિલેશનશિપ સમજવા માટે વધુ મહત્વનો છે.

હવે કાશ્મીરથી UK વિમાનમાં નહીં, બસમાં જઈ શકાશે

લંડન, 25 સપ્ટેમ્બર

દેશમાં દિલ્હીથી વાઘા બોર્ડર થઈને લાહૌર સુધી જતી બસ વિશે તો તમે સાંભળ્યું છે, પરંતુ હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે કાશ્મીરથી સીધા લંડન બસમાં મુસાફરી કરી શકશો. તમને સાંભળીને આશ્ચર્યં જરૂર થયું હશે, પરંતુ યુકે સરકાર આ યોજના વિશે વિચારી રહી છે.

સરકારે જમ્મુ-કાશ્મીરનાં મીરપુરથી સીધી બર્મિંગહામ સુધીની લંબાઈ માપી લીધી છે, જે લગભગ 4000 માઈલ છે. ભારત થી બર્મિંગહામ બસમાં પહોંચવામાં 12 દિવસો લાગશે અને એમાં કોઈ શંકા નથી કે આ સફર વિશ્વની સૌથી રોમાંચક બસ મુસાફરી કહેવાશે અને વિશ્વનો સૌથી લાંબો બસ રૂટ કહેવાશે.

જો કે આ બસ લંડન નહીં, પરંતુ યુકેનાં બર્મિંગહામ સુધી જશે, કારણ કે બર્મિંગહામમાં કાશ્મીરીનો વસ્તી વધુ રહે છે, જેથી તેમને સાનુકૂળ થઈ જશે. આ ડાયરેક્ટ બસ સેવા ચાલુ થઈ જશે, ત્યારે તેની એક વ્યક્તિની ટિકીટની કિંમત 130 પાઉન્ડ રાખવામાં આવશે. બર્મિંગહામથી લંડન માત્ર 163 કિમીનાં અંતરે આવેલું છે.

લંડનનાં એક સમાચારપત્રનાં જણાવ્યાં પ્રમાણે 12 દિવસ સુધીની બસની મુસાફરી સામે સુરક્ષાનાં પ્રશ્નો ઉભાં થશે, કારણ કે આ રૂટની બસ કાશ્મીરથી નીકળ્યાં બાદ પાકિસ્તાનનાં ક્વોટા એક સ્ટોપ કરશે, જેની નજીક અફઘાનિસ્તાનની બોર્ડર છે, જ્યાં તાલિબાનો પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે. આ ટ્રેન ઈરાનનાં રાજ્યોમાં થઈને યુકે પહોંચશે.

એકવાર તો તમે ભારતની આ ટ્રેનની મુસાફરી જરૂર કરજો, તસવીરો
આમ તો ભારતમાં એક સ્થળેથી બીજી જગ્યાએ તેમને સરળતાથી ટ્રેન મળી જશે, પરંતુ જો તમે મહારાષ્ટ્ર ટ્રેનમાં ફરવા માંગતા હોવ તો તમને અદ્યતન .......

શ્રમજીવી એક્સપ્રેસ એવી તો દોડી કે ડ્રાઈવરને કરવો પડ્યો સસ્પેન્ડ
ભારતીય રેલવે હંમેશાં હેરત પમાડે તેવાં ઉદાહરણો પૂરાં પાડે છે, આવી જ એક ઘટના બિહારમાં બની છે, જેમાં ટ્રેન ડ્રાઇવર.......

Absent libraries, photocopied minds


Absent libraries, photocopied minds
 
What the case of the photocopying shop versus the academic presses demonstrates is thefailure of the Indian library system and a parallel lack of intellectual growth
 
Once the ragging was over, freshers at Delhi University (DU) often went through a more pleasant initiation rite — the handing over of stacks of photocopied notes and chapters from books, a legacy passed down from seniors to their juniors.
 
Those stacks were substantial enough to qualify as quasi-books in their own right. Some of these faux anthologies had the impressive patina of age and signs of a fledgling democracy of colleges in DU: notes that had been passed down from Kirori Mal through St Stephens via South Campus colleges from generation to generation.

So when two academic presses, Oxford University Press (OUP) and Cambridge University Press (CUP), sued the small photocopying shop that operates near the Delhi School of Economics and the University of Delhi for infringement of copyright, they appeared to have threatened a venerable tradition. Students protested, threatened a boycott of the two presses, defending photocopying as their right; and an argument began over the rights and iniquities of copyright.

Both sides have merit. The academic presses are correct to demand an end to this widespread and common practice of copyright violation — they have a duty, however unpopular this may be, to the authors and the books that they publish. But the students have a point when they say academic books are often priced out of their budget, or that it’s unreasonable to expect students to buy 20 books where only a chapter or so might be cited in each.

Copyright is not the issue, though it might be the legal battleground to this case. (If OUP and CUP win their case, the photocopying shops will close shutters in DU, and open doors elsewhere. The practice is likelier to go underground than to stop.) What the case of the photocopying shop versus the academic presses demonstrates is the failure of the Indianlibrary system and a parallel lack of intellectual growth.

The problem that university students face in Delhi (and the rest of India) is not unique: especially for less affluent students, the cost of academic journals and books is prohibitive, and buying what would be required to cover the year’s syllabus is impractical.

For many of the world’s students, from universities in America and Oxford to places with very different college cultures – Portugal, Mexico, Belarus, Singapore – the library is their parallel university. In terms of scale, and just as important, the range of books on offer and the accessibility of the reading rooms to students, the public library or college libraryelsewhere has been as essential a part of the university experience as the actual classes and lectures.

The average Indian student cannot imagine what using a library elsewhere might be like: the Belarus library with its 8 million items and public concerts, the massive University of Coimbra library in Portugal with its 16th century charter – livraria pública para lentes,estudantes e quaisquer pessoas outras, the public library for lecturers, students and also everyone else – quite apart from the giant public libraries that also have space for art, sculptures, performances among the books. Even the best of DU’s libraries (or any Indian national or university library) cannot compare to any of the world’s good public libraries — it’s like comparing bullock carts and auto-rickshaws, which get the job done, to subway systems, which get the same job done on a completely different scale.

The Career Librarian blog describes what it took to build the Mexican library system — currently “the largest public library system in Latin America”. It required the enthusiastic backing of the state and the government over a decade, massive grants from foundations like the Gates Foundation. Most of all, a country that has had more than its share of problems with corruption and drug wars recognised that providing access to learning, computers and books for all their citizens is an urgent priority, not a luxury.

In the absence of a library culture – a place not just to read but to explore, not just tofetishise books but to own and examine the ideas inside them – the world of the Indian student is a shockingly narrow one. The real argument against photocopying texts isn’t, perhaps, the copyright one, which is only a legal argument.

When we read as students from those photocopied “books”, we read without anunderstanding of how much context and history had been lost. Often, chapters fromacademic studies and works floated in isolation, no link connecting one photocopiedchapter and the next. No one referred to the uber-texts, the actual journals or books in which they had appeared. The “books” were focused around the core of the syllabus and their purpose was only to get students through the exams.

Arguments, essays and schools of thoughts were stapled together in those books, often without any reference to the larger world where those ideas had gestated and been born. If you were lucky enough to have good professors, a better map of thinkers might have been available; if not, there are only these ersatz books and their limited world-view, shaping the way the next generation of students will negotiate their lives.

Source | Business Standard | 25 September 2012

Amazing Tree House Village

Sunday, September 23, 2012

IT Update | Monolingual Search Engines Launched in 5 Indian Languages Search in Hindi, Bengali, Marathi, Tamil and Telugu Enabled for Tourism Sector


Press Information Bureau
Government of India
Ministry of Communications & Information Technology
 
20-September-2012 17:11 IST
 
Monolingual Search Engines Launched in 5 Indian Languages Search in Hindi, Bengali, Marathi, Tamil and Telugu Enabled for Tourism Sector
 
The Dept. of Electronics & Information Technology (DeitY), Min. of Communications & IT has doubled Raj Bhasha fortnight celebrations by gifting further technology support to Indian languages. Sh J Satyanarayana, Secretary, DeitY, launched here today SANDHAN, the Indian language search engine for tourism domain. This will fill the wide gap that exists in fulfilling the information needs of Indians not conversant with English- estimated at 90% of the population.

Unveiling the search engines for Bengali, Hindi, Marathi, Tamil and Telugu, the Secretary said six years of research has resulted in this milestone but this is only the beginning. He said for making the search engines successful, it is equally important to develop and promote content in Indian languages. Sh Satyanarayana said the real success would be when even village level e-services would be available in local languages.
SANDHAN has been developed by 120 researchers of 12 institutions over a period of 6 years led by Dr. Pushpak Bhattacharya under the supervision of TDIL DeitY. The project aims at satisfying the user information need through text documents present in the web. This search engine captures the information in the form of a query in one of the 5 Indian ‘query’ languages--- Bengali, Hindi, Marathi, Tamil and Telugu. The query is processed to retrieve a set of relevant documents of the same language from crawled data in tourism domain from the World Wide Web (WWW). These retrieved documents are presented to the user in the form of an ordered list based on the relevance of the document.
Although designed mainly for tourism, sectors such as business and academia would alsobenefit from SANDHAN. It can also be deployed as part of e-governance and e-learning.

The following are the salient features of SANDHAN
• System is developed to satisfy the user information need in tourism domain.
• User has the facility to submit a query either with the help of in-script keyboard orphonetic keyboard. In case of in-script keyboard, user can type using the keyboard oronscreen keyboard can be used to submit a query to the system.
• It has the capability to process the query based on its language and retrieves results ONLY from that language.
• Snippets generated for each of the retrieved document helps the user to understand thecontext of query terms in that document.
• Summary is generated for each retrieved document. This feature helps the user to get anidea about the overall content of the document without opening the same.
• An additional URL based semantic search facility is provided for Tamil language.
• A set of ten results are displayed at a time to the user to increase the readability.
• Many of the Indian language web pages are in custom fonts that make the system difficult for retrieving documents. SANDHAAN uses a font transcoder that converts thecustom fonts into Unicode fonts for processing.
SANDHAN is a mission mode project of a consortium of academic & research institutions,and industry partners. The institutes involved are IIT Bombay (Consortium leader), CDAC Noida (Co-Consortium leader), IIT Kharagpur, Dhirubhai Ambani Institute of Information & Communication Technology Gandhinagar, Anna University-Centre for Electronics, Anna University-Knowledge-based Computing Centre, CDAC Pune, Gauhati University, Indian Institute of Information Technology Bhubaneswar, International Institute of Information Technology Hyderabad, ISI Kolkata and Jadhavpur University. It is conceptualized, evolved and funded as a National-level project in the emerging area of Information Retrieval and Access in Indian Languages by Dept of Electronics & Information Technology (DeitY).
SANDHAN project has been put together by Technology Development for Indian Languages (TDIL), a flagship programme of DeitY involved in research, development, standardizationand proliferation of Language Technology in India in 22 Constitutionally-recognized Indian languages. TDIL Programme is also associated with international standardization bodies like the Unicode Consortium , W3C , IETF and ELRA.
The link for SANDHAN is www.tdil-dc.in/sandhan
Senior officers of DeitY and other stakeholders were present on the occasion.
***

Friday, September 21, 2012

A to Z(en) of a Better Life


Untitled 1 A to Z(en) of a Better Life
Is there something that you would like to improve about your life?
Here are small ideas on how you can do this. Maybe one of these ideas will speak to you and make your day a little more zen.

A to Z(en) of a Better Life

A- Ask. Ask for help when you need it. Ask for support. Ask and it will be given to you. It is that simple.
B- Build momentums. An amazing life is a sum of little, everyday decisions to take action, when it was easier to do nothing.
C- Create your own opportunities. Waiting for the right time is a myth created by people who did not feel like taking action. Don’t follow their lead. Give more than you planned to.
D- Don’t gossip. It feels wrong to make yourself look good at other people’s expense.
E- Embrace simplicity. Make “less is more” your life mantra. We really don’t need much to be happy, even if we are constantly told otherwise.
F- Find mentors. We are the average of 5 people that we spend most of our time with. Think of how much your life would change, if you surrounded yourself with extraordinary people that you deeply respect and admire?
G- Get to know yourself. We all spend a lot of time learning about politics, economics, and science. Why not take time to learn about the biggest miracle of all – yourself?
H- Have faith. Believe that everything that happens, happens for a reason. If you can not immediately see it, give it time. It will make perfect sense very soon.
I- Invest in relationships. Don’t miss out on an opportunity to get to know new people and learn from them.
J- Judge your success by what you had to give up in order to get it. Whether it is your time, your efforts or your dreams.
K- Know your blessings. Quickly, what are the first 5 that come to your mind?
L- Live every day with a fresh new start. It’s not too late to make today great!
M- Make a difference. Whatever you do, leave the world better than you found it.
N- Never, never, never give up! You are much closer to your goal than you think.
O- Open your mind to change.
P- Practice being vulnerable. You can only create deeper connections with people, when you are not afraid to be who you are, both with your strengths and your weaknesses.
Q- Quit complaining. If you can not do anything about it, let it go. If you can, why waste your time and energy complaining?
R- Remember that silence is sometimes the best answer.
S- Set a worthy goal. Just one right goal can make your whole life meaningful.
T- Take time to thank people.
U- Use criticism to grow. Take it as feedback, but don’t let it guide your choices.
V- Visualize what you want, not what you don’t want. It is mind-blowing how often we run negative “what if” scenarios through our mind instead of thinking about the wonderful things that we want to see more of.
W- Write a letter to your future self. What advice would you give your future self? How do you envision your life in 1 or 3 years from now?
XeXcel through practice and repetition. 95% of what we do, we do automatically. The good news is that by making small positive changes in your routine and practicing them on a daily basis, we can easily transform our life.
Y- Yearn for knowledge. Practice the art of “not knowing” and don’t let your experience, your degree or your age stand in your way of learning.
Z- Zoom out to see the big picture. Sometimes we have to distance ourselves to see things clearly, slow down to choose the right direction and let go to receive what we wanted.

એકવાર તો તમે ભારતની આ ટ્રેનની મુસાફરી જરૂર કરજો, તસવીરો



મુંબઈ, 7 ઓગસ્ટ

આમ તો ભારતમાં એક સ્થળેથી બીજી જગ્યાએ તેમને સરળતાથી ટ્રેન મળી જશે, પરંતુ જો તમે મહારાષ્ટ્ર ટ્રેનમાં ફરવા માંગતા હોવ તો તમને અદ્યતન આધુનિક સુવિધાઓથી સજ્જ અને જાણે તમે ફોરેનમાં ફરતાં હોવ તેવી ટ્રેનની મુસાફરી કરવાની તમને તક મળી જશે. 'પેલેસ ઓન વ્હીલ્સ' નાં આધાર પર બનાવવામાં આવેલી  આલિશાન ટ્રેન તમને આખા મહારાષ્ટ્રની સફર કરાવશે. આ ટ્રેન બુધવારે મુંબઈથી નીકળી રત્નાગીરી, સિંધુદુર્ગ, ગોવા, બેલગામ, કોલ્હાપુર, પૂના, નાસિક, ઔરંગાબાદ અને અજંતા ઈલોરા થઈને મુંબઈ પરત ફરે છે. 'ડેક્કન ઓડિશી' નામની આ ટ્રેન એક લકઝરી સુવિધાઓ આપતી ટ્રેન છે. આ ટ્રેનનો વહીવટ રેલ્વે મંત્રાલયની સાથે મહારાષ્ટ્ર ટુરિઝમ કોર્પોરેશન મળીને કરે છે. આ ટ્રેનની તુલના તમે સાઉથ આફ્રિકાની બ્લૂ ટ્રેન અને યુરોપની ઓરિએન્ટ એક્સપ્રેસ સાથે ચોક્કસથી કરી શકશો.

ટ્રેનમાં ટીવી, એસી, સેલ ફોન ,ચેનલ મ્યૂઝિક અને ફોરેન એક્સચેન્જની સુવિધા પણ મળી રહેશે. આ ટ્રેન બુધવારે મુંબઈથી નીકળે તો તમને સાત દિવસ સુધી મહારાષ્ટ્રની સફર કરાવે છે. આ ટ્રેન તમને સિંધુદુર્ગનો પ્રસિદ્ધ કિલ્લો, તરકાર્સ બીચ, ગોવાનાં વાસ્કો શહેર થઈને કોલ્હાપુર મહાલક્ષ્મીનાં મંદિરની બાદ ઓરંગાબાદની અજંતા ઈલોરાની ગુફાઓનાં પણ દર્શન કરાવશે. આ ટ્રેનમાં જમવાની પણ અદ્યતન સુવિધા આપવામાં આવી છે, તેની સાથે કોમ્પ્યૂટરનાં અલગ રૂમ અને જીમની પણ વ્યવસ્થા ટ્રેનમાં જ આપવામાં આવી છે.