
અમેરિકાનો ગ્રેટ ડેન કૂતરો ઝિઅસે ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડના તાજા સંસ્કરણમાં પોતાનું નામ સૌથી લાંબા કૂતરાના રૂપમાં નોંધાવી લીધું છે. પાછલા પગો પર ઊભો રહીને તેની લંબાઈ 2.2 માટર છે.
ત્રણ વર્ષના આ ગ્રેટ ડેનની પગથી ખભા સુધીની લંબાઈ 44 ઈંચ છે. ઝિઅસ મિશિગનનો છે અને તે પાછલા પગ પર ઊભો રહીને તેની લંબાઈ 2.2 મીટર એટલે કે 7 ફૂટ 4 ઈંચ છે. ગધેડા જેવા આકારના આ કૂતરાનું વજન પણ અધધ છે 70 કિલોગ્રામ જેટલું છે. આ કૂતરાની લંબાઈનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય તેમ છે કે કિચનનાં સિંકમાં રાકેલ ગમે તે પદાર્થને માથું ઊંચું કર્યા વીના તે સરળતાથી પી શકે છે.
ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ 2012 અનુસાર આ કૂતરાએ જૉઈન્ટ જોર્જને રૅકોર્ડ તોડ્યો હતો, જે આનાથી એક ઈંચ નાનો હતો. જો કે જોર્જ પણ ગ્રેટ ડેન પ્રજાતિનો જ કૂતરો હતો.

.jpg)
.jpg)
