Sep 07, 2012
વૉશિંગ્ટન, તા. ૭
- ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીલાર્સન એન્ડ ટુબ્રો નવમા ક્રમે
- હિન્દુસ્તાન યુનિલીવર ૧૨મા ક્રમે
- ઇન્ફોસિસ ૧૯મા ક્રમે
- તાતા કન્સલ્ટન્સી ૨૯મા ક્રમે
- સન ફાર્મા ૩૮મા ક્રમે
આ યાદીમાં ૧૯ ટકા વેચાણ વૃદ્ધિદર સાથે લાર્સન એન્ડ ટુબ્રો ૯મા ક્રમે છે. ૧૧.૪ ટકા વેચાણવૃદ્ધિ સાથે હિન્દુસ્તાન યુનિલીવર ૧૨મા અને ૧૨.૭ ટકા વેચાણવૃદ્ધિ સાથે ઇન્ફોસિસ ૧૯મા ક્રમે છે. અમેરિકાનાં બિઝનેસ મેગેઝિન દ્વારા કંપનીઓનાં નીચા ઇનોવેશન પ્રીમિયમને ધ્યાનમાં રાખીને આ યાદી તૈયાર કરાઈ છે જે કંપનીના હાલના બિઝનેસની વેલ્યૂ અને ભાવિ ઈનોવેશનની સંભાવના વચ્ચેનો તફાવત દર્શાવે છે. જે કંપનીઓની માર્કેટ કેપ ૧૦ અબજ ડૉલરથી વધારે હોય તેમજ તેનાં નેટવર્થનો એક ટકા હિસ્સો સંશોધન અને વિકાસ પાછળ ખર્ચતી હોય તેવી કંપનીઓને આ યાદીમાં સમાવવામાં આવી હતી.
ફોર્બ્સની આ યાદીમાં અમેરિકાની ચાર કંપનીઓ ટોચ પર હતી, જેમાં ક્લાઉડ કોમ્પ્ય્ટિંગ કિંગ સેલ્સફોર્સ ડોટકોમ, ડ્રગ્સ બનાવતી એલેક્સિઓન ફાર્મા,ઈન્ટરનેટ રિટેલ એમેઝોન ડોટકોમ અને સોફ્ટવેર લીડર રેડ હેટનો સમાવેશ કરાયો હતો. કંપનીઓ લોકોને ઉપયોગી સંશોધન કેવી રીતે કરે છે, તેમાં કેટલું સાતત્ય જાળવે છે અને વર્ષોવર્ષ આ પરંપરા જાળવે છે કે કેમ તેને ધ્યાનમાં રાખીને કંપનીઓને રેન્કિંગ અપાયું હતું.
ફોર્બ્સે ઈન્ફોસિસનાં સહસ્થાપક અને સીઈઓ એસ. ડી. સિબાબુલને તેમની ૩૦ વર્ષની સેવામાં અવનવા પ્રયોગો કરનાર ગણાવ્યા હતા. તેઓ એવા પહેલા સેલ્સપર્સન હતા જેમણે એકાઉન્ટ મેનેજમેન્ટ કર્યું હતું. કન્સલ્ટિંગ પ્રેક્ટિસ કરી હતી અને નેટવર્ક ડિઝાઈન કરીને તેનો ઈ-કોમર્સ ઉપયોગ શક્ય બનાવ્યો હતો.