નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર
જસ્ટિસ અલ્તમસ કબીર ભારતના નવા ચીફ જસ્ટિસ તરીકે પસંદ પસંદ થયા છે. 29 સપ્ટેમ્બરના રોજ તેઓ હોદ્દો સંભાળશે. કબીર ચીફ જસ્ટિસ એસ.એચ કાપડીયાનું સ્થાન લેશે.
19 જુલાઈ 1948ના રોજ કોલકાતામાં જન્મેલા જસ્ટિસ કબીર કોલકાતા યુનિવર્સિટીમાંથી એલએલબી અને એમએ થયા છે. 6 ઓગસ્ટના રોજ એમને કોલકાતા હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેમણે 11 જાન્યુઆરી 1990માં કોલકાતા હોઈકોર્ટમાં નિમણૂક પામ્યા હતા.
કોલકાતા હાઈકોર્ટને સંપૂર્ણ કમ્પ્યુટરીકૃત કરવાનો શ્રેય જસ્ટિસ કબીરને મળે છે.