ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને સવારનાં માહોલમાં લગભગ તમામ મતદાન સ્થળોએ આશરે 5 થી 10 ટકા મતદાન થયેલ છે. પ્રથમ તબક્કાની 87 સીટોમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સોરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત પરિવર્તન પાર્ટીનાં કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવે છે. જીપીપી સામે બીજેપી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે નક્કી થશે, જેમાં મોદી સરકારનાં 10 મંત્રી સામેલ છે.
| |||
Thursday, December 13, 2012
ગુજરાતમાં વોટિગનો રેકોર્ડ તૂટ્યો, પ્રથમ તબક્કાનું 68 ટકા મતદાન
જાણો ગુજરાત ચૂંટણી વોટીંગના પળેપળના સમાચાર
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 87 સીટો માટે મતદાન ચાલું થઈ ગયું છે. મતદાન કેંદ્રો પર સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જીલ્લાની 48 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આજની ચૂંટણીમાં નક્કી થશે કે રાજનૈતિક દબદબો રાખનાર લેઉઆ પટેલ સમાજ મોદીનો સાથ આપે છે કે પછી કોશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને.
1,81,77,953 - કુલ મતદારો
95,75,278 - પુરૂષ મતદાર
86,02,557 - મહિલા મતદાર
118 - અન્ય મતદારો
- ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન
- ગુજરાતમાં વોટીંગનો રેકોર્ડ તુટ્યો 2007માં કુલ 64 ટકા મતદાન થયું હતું
- તાપી જીલ્લો સૌથી મોખરે 76 ટકા મતદાન
- બીજા નંબર પર સુરેન્દ્રનગર જીલ્લો 68 ટકા મતદાન
- ઉનામાં 64.74 ટકા મતદાન
- વાગરામાં 63 ટકા મતદાન
- ઝગડિયામાં 58 ટકા મતદાન
- ભરૂચમાં 51 ટકા મતદાન
- અંકલેશ્વરમાં 58ટકા મતદાન
- લાઠીમાં 52 ટકા મતદાન
- રાજુલામાં 46 ટકા મતદાન
- ધારીમાં 31 ટકા મતદાન
- વ્યારામાં 76 ટકા ટકા મતદાન
- નિઝરમાં 74 ટકા મતદાન
- ભાજપના કાર્યકરો દ્વારા ઘીરુ ગજેરાના પૂત્ર પર ધરતીનગર પાસે હુમલો
- ભરૂચમાં 67 ટકા મતદાન.
- સુરતમાં 64 ટકા મતદાન.
- તાપીમાં 75 ટકા મતદાન
- ડાંગમાં 66 ટકા મતદાન
- વલસાડમાં 67 ટકા મતદાન
- રાજકોટમાં 68 ટકા મતદાન
- અમરેલીમાં 65 ટકા મતદાન.
- સુરેન્દ્ર નગરમાં 68 ટકા મતદાન
- ભાવનગર 63 ટકા મતદાન
- અમદાવાદ ગ્રામ્ય 34.07 ટકા મતદાન
- નવસારી 72 ટકા મતદાન
- કુલ 30 ઈવીએમ બદલવા પડ્યાં
- કામરેજના કઠોર ગામના મતદાન મથક પર કોંગ્રેસના કાર્યક્રર્તાઓ પૈસાનું વિતરણ કરતાં ઝડપાયા
- ઈન્દીરાનગર પાસેથી 300 જેટલા કાર્ડ પકડાયા
- સુરેન્દ્રનગર જીલ્લાનું કુલ મતદાન 20 ટકાલીંબડીમાં એક વાગ્યા સુધી 20 ટકા મતદાન
- સુરત-કારંજમાં 1000 મતદારોના નામ યાદીમાંથી ગાયબ
- ભાવનગર - શક્તિશિંહ ગોહીલે કર્યું મતદાન
- વિસાવદરમાં 17 ટકા મતદાન થયું
- રાજકોટ શહેરમાં 10 ટકા મતદાન
- ગોંડલમાં અત્યાર સુધી 31 ટકા મતદાન
- માણાવદરમાં 16 ટકા મતદાન
- કેશોદમાં 20 ટકા મતદાન
- સુરતનાં અંબાજીમાં ઐતિહાસિક મતદાન, કુલ 27 ટકા મતદાન
- વલસાડ : કાકડકોપરમાં 3 કલાકમાં 50 ટકા મતદાન
- કોડીનારનાં ધારાસભ્ય વીરસિંહ બારડ સામે ફરિયાદ
- ભાવનગર જિલ્લાની 9 બેઠક માટે મતદાન શરૂ
- પરષોત્તમ સોલંકી સામે શક્તિસિંહ ગોહિલ
- સુરત : BJPનાં બે કોર્પોરેટર સંજય પાટીલ અને રવિન્દ્ર પાટીલ વચ્ચે મારામારી
- ડાંગ જિલ્લામાં 17 ટકા મતદાન
- રાજકોટ દ : વોર્ડ નંબર 10ની મતદારયાદીમાંથી અનેક નામ ગાયબ
- કેશુભાઈ પટેલને પાઈલટ કાર અને સાયરન બદલ ચૂંટણી પંચની શોકોઝ નોટિસ
- - સૂરતમાં 10 વાગ્યા સુધી કુલ 7 ટકા વોટીંગ
- - અર્જુન મોઠવાડીયાએ પોરબંદરમાં પોતાનો મોટ નાખ્યો
- - મનીષ તીવારીએ કહ્યું કે ગુજરાતની જનતાને કહ્યું કે આવી ગેરજવાબદાર પાર્ટી અને સીએમના હાથમાં ગુજરાતને હવાલે કરવા માંગો છો.
- - જો ઈરફાન પઠાણ મોદીના પ્રચારમાં ગયો તો તે તેનો અંગત મામલો છે.
- - રાજકોટમાં કેશુભાઈ પટેલ વોટ આપવા ગયા. સૂરતમાં નરોત્તમ પટેલે વોટ આપ્યો.
- - પહેલા દોઢ કલાકમાં 6 ટકા મતદાન
- - સૂરતમાં સીઆર પાટીલે વોટ આપ્યો અને કહ્યું મોદી ફરી સરકાર બનાવશે.
- - ભરૂચમાં મુસ્લીમ સમુદાય વોટીંગ કરવા ઉપડ્યો
- - ચૂંટણી માટે લઈ જવામાં આવતો 30 લાખનો દારૂ રાજસ્થાન પોલીસે પકડ્યો
- - ભરૂચમાં 85 વર્ષના ઘરડા મહિલા નસીમ બાનોએ વોટીંગ કર્યું અને લોકોને વોટ આપવાની અપીલ કરી.
- - સાણંદમાં વોટ આપવા માટે લાઈનો લાગી. લોકોએ કહ્યું વિકાસનો મુદ્દો દિમાગમાં રાખીને જ વોટ કરીશું.
ફેબ્રુઆરી મહિનાથી સમગ્ર દેશમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવાનો અમલ
નવી દિલ્હી, ૧૩
હાલ માત્ર પોતાના સર્કલમાં જ નંબર પોર્ટેબિલિટીનો લાભ મળે છે
ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ જશે. આ સેવાનાં કારણે મોબાઇલ વપરાશકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરશે તો પણ તેને પોતાનો મોબાઇલ નંબર બદલવો નહીં પડે. 'ઇન્ડિયા ટેલિકોમ ૨૦૧૨'ની બેઠકમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ટેલિકોમ પોલિસીનું સમયસર અમલીકરણ થાય તે માટે દૂરસંચાર વિભાગે ડિસેમ્બર ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી આગામી ત્રણ માસ માટે વિસ્તૃત એજન્ડા તૈયાર કર્યો છે.
વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીમાં સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી અને તેની કિંમત, એકરૂપ લાઇસન્સ વ્યવસ્થા, સ્પેક્ટ્રમ વહેંચણી અંગેની માર્ગર્દિશકાને આખરી સ્વરૂપ, આર એન્ડ ડી માટે ભંડોળ ઊભું કરવું અને રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી જેવી અત્યંત મહત્ત્વની બાબતો અંગે કામગીરી શરૂ કરાશે.
હાલના તબક્કે મોબાઇલ વપરાશકાર નંબર પોર્ટેબિલિટી હેઠળ માત્ર તેના સર્કલની અંદર જ જુદા જુદા મોબાઇલ ઓપરેટર્સ પાસેથી પોતાનો નંબર જાળવી રાખીને સેવા પ્રાપ્ત કરી શકે છે, જોકે નેશનલ ટેલિકોમ પોલિસી ૨૦૧૨ હેઠળ સરકાર રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરાશે. આ યોજના અંતર્ગત મોબાઇલ વપરાશકાર અલગ અલગ સર્કલમાં પણ પોતાનો મોબાઇલ નંબર જાળવી રાખીને પણ મોબાઇલ કંપનીઓની સેવા પ્રાપ્ત કરી શકશે. ભારતમાં આ પ્રકારનાં ૨૨ જુદાં જુદાં સર્કલ આવેલાં છે.
Tuesday, December 11, 2012
Monday, December 10, 2012
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રગીતની જંગ છેડાઈ
કાનપુર, તા. ૧૦
ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ભેગા થઈ એક સાથે રાષ્ટ્રગીત ગાવાની હરીફાઈ ચાલી રહી છે, બંને દેશ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાષ્ટ્રગીત ગાવાનો એકબીજાનો રેકોર્ડ તોડી રહ્યા છે. રવિવારે કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને પાકિસ્તાને સ્થાપેલો રેકોર્ડ તોડયો હતો. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(જીડબ્લ્યુઆર)ના પ્રતિનિધિ પણ હાજર હતા, જેમણે એક લાખ લોકો હાજર હોવાની પુષ્ટિ કરી હતી.
કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ગિનિસ બુકમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો
ગિનિસ બુકના અધિકારી રાજેશ મહેરાના જણાવ્યાનુસાર, ગિનિસ રેકોર્ડની ૧૪ સભ્યની ટીમ વીડિયો કેમેરા સાથે હાજર રહી હતી અને તેમણે જ આ સમગ્ર આયોજનનું રેર્કોિંડગ કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'રાષ્ટ્રગીત ગાવા એક લાખ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને એક અઠવાડિયામાં અમારો રિપોર્ટ સોંપી દઈશું અને ત્યાર પછી સત્તાવાર રીતે તેની જાહેરાત કરીશું.'
બીજી તરફ આયોજકોે કહે છે કે, 'એક લાખ ૨૫ હજારથી વધુ લોકો રાષ્ટ્રગીત ગાવા જોડાયાં હતાં તથા દરેક વ્યક્તિનાં કાંડા પર બેન્ડ બાંધવામાં આવ્યો હતો. અમે એક લાખના આંકડાને ધ્યાનમાં રાખ્યો હતો, પરંતુ સવા લાખ લોકો જમા થઈ ગયાં હતાં. રાષ્ટ્રગીત ગાયા બાદ નાસભાગ ન થાય તે માટે અમે કાર્યક્રમ જલદી સમેટી લીધો હતો.'
ગત ઓક્ટોબરમાં પાકિસ્તાને રેકોર્ડ તોડયો હતો
અગાઉ ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના લાહોરસ્થિત નેશનલ હોકી સ્ટેડિયમમાં ૪૪,૨૦૦ લોકોએ એકત્રિત થઈને તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું અને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાં સૌથી વધુ સંખ્યામાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ ભારતનાં નામે હતો. ભારતમાં ચાલુ વર્ષની શરૃઆતમાં ૧૫,૨૪૩ લોકોએ 'જન ગણ મન...' ગાઈને રેકોર્ડ કર્યો હતો.
- માસ નેશનલ એન્થમમાં ભારત-પાકિસ્તાન
- પાકિસ્તાન : ૫,૮૦૦ લોકોેએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ કર્યો.
- ભારત : ૧૫,૨૪૩ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
- પાકિસ્તાન : ૪૪,૨૦૦ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ભારતનો રેકોર્ડ તોડયો.
- ભારત : એક લાખ લોકોએ ભેગા મળી રાષ્ટ્રગીત ગાઈ પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
Saturday, December 8, 2012
Learn GANGMAN Style..
Psy teaches Ban Ki-moon 'Gangnam Style'UN Secretary-General Ban Ki-Moon learns how to dance "Gangnam Style."
Friday, December 7, 2012
Income Tax Department proposes to introduce e-signature for ITR
Income Tax Department proposes to introduce e-signature for ITRFEEDBACK ON INTRODUCTION OF E-SIGNATUREIncome Tax Department proposes to introduce an electronic signature for efiling of Income Tax Returns in addition to existing Digital Signature Certificate / ITR V. The e-signature shall be based on the validation of the taxpayer on the basis of the data available with theIncome Tax department. Data such as bank A/c number, CPC intimation number, valid TAN and the personal details of the taxpayer. This e-signature proposed to be given to the existing e-filers (will not be available to first time e-filers) in select categories of such as ITR 1, ITR 2 and ITR 4S. Your response/suggestion/comment on introduction of e-signature is sought in the email of efiling_schema_utility@....
Subscribe to:
Posts (Atom)