Monday, December 17, 2012

બઢતીમાં અનામત ખરડો રાજ્યસભામાં બહુમતીથી પસાર


નવી દિલ્હી, તા. ૧૭
  • ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું
  • ક્વોટા બિલવિવાદ : સમાજવાદી પક્ષે નાખ્યું મુસ્લિમ કાર્ડ
  • સચર કમિટીના અહેવાલનો હવાલો આપી એસપીએ સૂત્રોચ્ચાર કર્યા
એસસી અને એસટીના કર્મચારીઓને સરકારી નોકરીમાં બઢતીમાં અનામત આપવા બંધારણીય સુધારાનો ખરડો આજે રાજ્યસભામાં પસાર કરી દેવામાં આવ્યો હતો. રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે માત્ર ૧૦ સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું હતું. આ ખરડાના વિરોધમાં સમાજવાદી પાર્ટીના નવ અને એક અપક્ષ સાંસદ મોહમ્મદ અદિબે મતદાન કર્યું હતું જ્યારે ખરડાનો વિરોધ કરી રહેલા શિવસેનાના તમામ ચાર સભ્યો ગૃહમાં હાજર રહ્યા નહોતા. યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલા બહુજન સમાજપાર્ટી આ ખરડાને પસાર કરવા જોરશોરથી માગણી કરી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી તેના વિરોધમાં છે. અગાઉ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીએ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસ્લિમોને અનામત મામલે હોબાળો મચાવતાં ગૃહની કાર્યવાહી અડધો કલાક માટે મુલતવી રાખવી પડી હતી.
લોકજનતા પક્ષ(એલજેપી)ના અધ્યક્ષ રામવિલાસ પાસવાન અને રાષ્ટ્રીય જનતાદળ(આરજેડી)ના સભ્યોએ સમાજવાદી પક્ષનું સમર્થન કર્યું હતું. આ પહેલાં શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પક્ષના સભ્યોએ ચેરમેનની ખુરશી નજીક પહોંચી જઈ સચર કમિટીના અહેવાલના અમલીકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ ગૃહના ચેરમેન હામિદ અન્સારીએ તેમને(સપના સભ્યો) અપીલ કરી હતી કે, તેઓ વેલ સુધી ન આવે. ત્યાં સુધી આવવાની પરવાનગી નથી પણ તેમ છતાં તેઓ શાંત ન થતાં ગૃહને અડધા કલાક માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ મુસ્લિમ કાર્ડ ઉતાર્યું
રાજ્યસભામાં સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે શૂન્યકાળ દરમિયાન મુસ્લિમ અનામતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે,રાજેન્દ્ર સચર કમિટીએ તેના અહેવાલમાં ટાંક્યું છે કે, મુસ્લિમોની પરિસ્થિતિ દલિતો કરતાં પણ બદતર છે અને તેથી મુસ્લિમ અનામતની સુવિધા પૂરી પાડવા માટે બંધારણીય સુધારો જરૃરી છે, જો સરકારી નોકરીમાં પ્રમોશનમાં એસસી/એસટી અનામત માટે બંધારણીય સુધારો કરી શકાય તો પછી મુસ્લિમ માટે બિલમાં સુધારો શા માટે ન થવો જોઈએ.
સચર સમિતિના અહેવાલમાં શું છે ?
વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા વર્ષ ૨૦૦૫માં ભારતીય મુુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ જાણવા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રાજેન્દ્ર સચરની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. છ સભ્યોની સમિતિએ ભારતમાંના મુસ્લિમોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક પરિસ્થિતિ અંગે રજૂ કરેલા અહેવાલમાં એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે, ભારતીય મુસ્લિમોની પરિસ્થિતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં લોકોની પરિસ્થિતિ કરતાં ખરાબ છે.
બંધારણમાં ૧૧૭મો સુધારો
એસસી અને એસટી જાતિના કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા માટે બંધારણમાં ૧૧૭મો સુધારો કરાયો હતો. બંધારણમાં સુધારો કરવા માટે ૨/૩ બહુમતીની જરૃર હોય છે. આજે રાજ્યસભામાં હાજર રહેલા ૨૨૪ સભ્યોમાંથી ૨૦૬ સભ્યોએ બંધારણના સુધારાની તરફેણમાં મતદાન કરતાં સ્પષ્ટ બહુમતી મળી હતી.

Sunday, December 16, 2012

કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

Dec 07, 2012

કમ્પ્યુટર નોલેજ
જ્યા રે પણ તમે નવું કમ્પ્યુટર ખરીદો છો ત્યારે નોર્મલી આપણે એવું જ વિચારતા હોઈએ છીએ કે કમ્પ્યુટરમાં એક મોનિટર, સીપીયુ, કી-બોર્ડ અને માઉસ આવે તે જોઈને લેવાનું હોય વધારેમાં વધારે સ્પીકર હોય પરંતુ આ તો થયા ઉપરી સ્પેરપાર્ટ. જેના લીધે કમ્પ્યુટર ચાલે છે, જે કમ્પ્યુટરનું હાર્ટ છે તેવા સ્પેરપાર્ટ વિશે પણ થોડું નોલેજ હોવું જરૂરી છે. તો આપણે કમ્પ્યુટર ખરીદતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની હોય છે તે અંગે થોડું જાણીએ.
* કમ્પ્યુટર ખરીદતી વખતે તેનાં સીપીયુ માટેની હાર્ડડિસ્ક, રેમ, પ્રોસેસર, મધરબોર્ડ વગેરે જેવી વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ.
* હાર્ડડિસ્ક કેટલા જીબીની છે તે ચેક કરવું જોઈએ, જેટલા વધારે જીબી તેટલો વધારે ડેટા સમાય. રેમ કમ્પ્યુટરની સ્પીડ માટે હોય છે, આ રેમ જેટલાં વધારે જીબીની હોય તેટલું કમ્પ્યુટર ફાસ્ટ કામ કરે.
* પ્રોસેસર અને મધરબોર્ડનું પણ આગવું મહત્ત્વ છે, જ્યારે પણ તમે કમ્પ્યુટર ખરીદવા જાઓ ત્યારે આ તમામ વસ્તુની માહિતી મેળવીને લેટેસ્ટ વર્ઝન ચેક કરીને જ લેવું જોઈએ.
* એ ઉપરાંત તમે એડિશનલ ગેઝેટ પણ લઈ શકો છો, જેમ કે પેન ડ્રાઈવ, વેબ કેમ્પ, એક્સ્ટ્રા હાર્ડડિસ્ક, ઇન્ટરનેટ ડોંગલ જેવી વસ્તુ પણ ઉપયોગ પ્રમાણે ખરીદી શકાય છે.
* કમ્પ્યુટરની ખરીદી વખતે ખાસ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આગળ જતાં જરૂર પડયે આ બધી વસ્તુઓમાં થતો ખરીદીનો વધારાનો ખર્ચ બચાવી શકાય છે.

Thursday, December 13, 2012

ગુજરાતમાં વોટિગનો રેકોર્ડ તૂટ્યો, પ્રથમ તબક્કાનું 68 ટકા મતદાન

અમદાવાદ, 13 ડિસેમ્બર
  • ગુજરાતમાં 2007માં કુલ વોટિંગ 64 ટકા થયું હતું, જ્યારે આજના પ્રથમ તબક્કાના મતદાનમાં  68 ટકા મતદાન થયું.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જે પ્રમાણે રાજ્યમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. મતદાનની શરૂઆતમાં રાજ્યનાં મંત્રીઓ તથા રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. આખરે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સિલ થઈ ગયું છે.

  • ઉનામાં 65 ટકા, સોમનાથમાં 71.17 ટકા મતદાન, કેશોદમાં 50.20 ટકા, વિરમગામમાં 60 ટકા અને સાણંદમાં 55 ટકા મતદાન
  • તાપીમાં 76 ટકા અને નિઝરમાં 75 ટકા મતદાન
  • સુરતમાં 60 ટકા અને રાજકોટનાં મોરબીમાં 62 ટકા મતદાન 
  • રાજકોટ દક્ષિણમાં 52 ટકા, ગોંડલમાં 66 ટકા મતદાન, જેતપુરમાં 60 ટકા મતદાન 
  • ધોરાજીમાં 44 ટકા, ધંધુકામાં 33 ટકા મતદાન, જસદણમાં 71 ટકા મતદાન 
મતદાન શરૂ થતાં પહેલાં 
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે અને સવારનાં માહોલમાં લગભગ તમામ મતદાન સ્થળોએ આશરે 5 થી 10 ટકા મતદાન થયેલ છે. પ્રથમ તબક્કાની 87 સીટોમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સોરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત પરિવર્તન પાર્ટીનાં કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવે છે. જીપીપી સામે બીજેપી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ આજે નક્કી થશે, જેમાં મોદી સરકારનાં 10 મંત્રી સામેલ છે.

  • ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 17 ટકા મતદાન થયું છે અને મતદાતાઓની લાઈન લાગેલી છે. વિરમગામમાં 6 ટકા, સાણંદમાં 8 ટકા, ધોળકામાં  7 ટકા, ધંધુકામાં 6 ટકા મતદાન થયું છે.
પ્રથમ તબક્કાની 87 સીટો પરથી 846 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે, જેમાંથી 46 મહિલાઓ છે. બીજેપી તમામ 87 બેઠક પરથી લડી રહી છે અને કોંગ્રેસ 84 સીટો પરથી લડી રહી છે. કોંગ્રેસે ત્રણ સીટો એનસીપીને આપી રાખી છે.

  • જંબુસરમાં 4 ટકા મતદાન, વાગરામાં 5 ટકા, ઝઘડિયા 7 ટકા, ભરૂચમાં 8 ટકા, અંકલેશ્વરમાં 8 ટકા, કાલાવાડ (એસ સી) 6 ટકા, જામનગરમાં 6 ટકા, જામનગર ઉત્તર 7 ટકા, જામનગર દક્ષિણમાં 5 ટકા, જામ જોધપુરમાં 4 ટકા અને ખંભાળિયામાં 8 ટકા અને દ્વારકામાં 6 ટકા મતદાન થયું છે.
આજે કેશુભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત બીજેપીનાં અધ્યક્ષ આરસી ફળદુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલની કિસ્મતનો આજે નિર્ણય થશે. આજે કુલ 1 કરોડ 81 લાખ 77 હજાર 953 મતદાતાઓ મતદાન કરશે, જેમાંથી 95 લાખ 75 હજાર 278 પુરુષ છે અને 86 લાખ 2 હજાર 557 મહિલાઓ છે. 
  • મહુવામાં 8 ટકા, તળાજામાં 8 ટકા, ગારિયાધારમાં 8 ટકા, પાલિતાણામાં 6 ટકા, ભાવનગર ગ્રામ્યમાં 7 ટકા, ભાવનગર પૂર્વમાં 5 ટકા, ભાવનગર પશ્ચિમમાં 7 ટકા, ગઢડામાં 8 ટકા અને બોટાદમાં 8 ટકા મતદાન થયું છે.
જાણો, કઈ સીટ પર કેટલું મતદાન થયું (બપોરનાં 12 વાગ્યા સુધી)
આજે ગુજરાત વિધાનસભાની 87 બેઠકો માટે મતદાન શરૂ થયું છે, જેમાંથી 54 સીટો સૌરાષ્ટ્રની છે. સૌરાષ્ટ્રમાં આજે સવારે......
 

જાણો ગુજરાત ચૂંટણી વોટીંગના પળેપળના સમાચાર

અમદાવાદ 13, ડિસેમ્બર

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 87 સીટો માટે મતદાન ચાલું થઈ ગયું છે. મતદાન કેંદ્રો પર સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના 7 જીલ્લાની 48 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. આજની ચૂંટણીમાં નક્કી થશે કે રાજનૈતિક દબદબો રાખનાર લેઉઆ પટેલ સમાજ મોદીનો સાથ આપે છે કે પછી કોશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને.

1,81,77,953  -     કુલ મતદારો
95,75,278     -     પુરૂષ મતદાર
86,02,557     -    મહિલા મતદાર
118               -     અન્ય મતદારો


  • ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 68 ટકા મતદાન
  • ગુજરાતમાં વોટીંગનો રેકોર્ડ તુટ્યો 2007માં કુલ 64 ટકા મતદાન થયું હતું
  • તાપી જીલ્લો સૌથી મોખરે 76 ટકા મતદાન
  • બીજા નંબર પર સુરેન્દ્રનગર જીલ્લો 68 ટકા મતદાન
  • ઉનામાં 64.74 ટકા મતદાન
  • વાગરામાં 63 ટકા મતદાન
  • ઝગડિયામાં 58 ટકા મતદાન
  • ભરૂચમાં 51 ટકા મતદાન
  • અંકલેશ્વરમાં 58ટકા મતદાન
  • લાઠીમાં 52 ટકા મતદાન
  • રાજુલામાં 46 ટકા મતદાન
  • ધારીમાં 31 ટકા મતદાન
  • વ્યારામાં 76 ટકા ટકા મતદાન
  • નિઝરમાં 74 ટકા મતદાન
  •  ભાજપના કાર્યકરો દ્વારા ઘીરુ ગજેરાના પૂત્ર પર ધરતીનગર પાસે હુમલો
  • ભરૂચમાં 67 ટકા મતદાન.
  • સુરતમાં 64 ટકા મતદાન.
  • તાપીમાં 75 ટકા મતદાન
  • ડાંગમાં 66 ટકા મતદાન
  • વલસાડમાં 67 ટકા મતદાન
  • રાજકોટમાં 68 ટકા મતદાન
  • અમરેલીમાં 65 ટકા મતદાન.
  • સુરેન્દ્ર નગરમાં 68 ટકા મતદાન
  • ભાવનગર 63 ટકા મતદાન
  • અમદાવાદ ગ્રામ્ય 34.07 ટકા મતદાન
  • નવસારી 72 ટકા મતદાન
  • કુલ 30 ઈવીએમ બદલવા પડ્યાં
  • કામરેજના કઠોર ગામના મતદાન મથક પર કોંગ્રેસના કાર્યક્રર્તાઓ પૈસાનું વિતરણ કરતાં ઝડપાયા
  • ઈન્દીરાનગર પાસેથી 300 જેટલા કાર્ડ પકડાયા
  • સુરેન્દ્રનગર જીલ્લાનું કુલ મતદાન 20 ટકાલીંબડીમાં એક વાગ્યા સુધી 20 ટકા મતદાન
  • સુરત-કારંજમાં 1000 મતદારોના નામ યાદીમાંથી ગાયબ
  • ભાવનગર - શક્તિશિંહ ગોહીલે કર્યું મતદાન
  • વિસાવદરમાં 17 ટકા મતદાન થયું
  • રાજકોટ શહેરમાં 10 ટકા મતદાન
  • ગોંડલમાં અત્યાર સુધી 31 ટકા મતદાન
  • માણાવદરમાં 16 ટકા મતદાન
  • કેશોદમાં 20 ટકા મતદાન
  • સુરતનાં અંબાજીમાં ઐતિહાસિક મતદાન, કુલ 27 ટકા મતદાન 
  •  વલસાડ : કાકડકોપરમાં 3 કલાકમાં 50 ટકા મતદાન 
  •  કોડીનારનાં ધારાસભ્ય વીરસિંહ બારડ સામે ફરિયાદ
  • ભાવનગર જિલ્લાની 9 બેઠક માટે મતદાન શરૂ
  •  પરષોત્તમ સોલંકી સામે શક્તિસિંહ ગોહિલ 
  •  સુરત : BJPનાં બે કોર્પોરેટર સંજય પાટીલ અને રવિન્દ્ર પાટીલ વચ્ચે મારામારી 
  • ડાંગ જિલ્લામાં 17 ટકા મતદાન 
  •  રાજકોટ દ : વોર્ડ નંબર 10ની મતદારયાદીમાંથી અનેક નામ ગાયબ
  •  કેશુભાઈ પટેલને પાઈલટ કાર અને સાયરન બદલ ચૂંટણી પંચની શોકોઝ નોટિસ
  • - સૂરતમાં 10 વાગ્યા સુધી કુલ 7 ટકા વોટીંગ
  • - અર્જુન મોઠવાડીયાએ પોરબંદરમાં પોતાનો મોટ નાખ્યો
  • - મનીષ તીવારીએ કહ્યું કે ગુજરાતની જનતાને કહ્યું કે આવી ગેરજવાબદાર પાર્ટી અને સીએમના હાથમાં ગુજરાતને હવાલે કરવા માંગો છો.
  • - જો ઈરફાન પઠાણ મોદીના પ્રચારમાં ગયો તો તે તેનો અંગત મામલો છે.
  • - રાજકોટમાં કેશુભાઈ પટેલ વોટ આપવા ગયા. સૂરતમાં નરોત્તમ પટેલે વોટ આપ્યો.
  • - પહેલા દોઢ કલાકમાં 6 ટકા મતદાન
  • - સૂરતમાં સીઆર પાટીલે વોટ આપ્યો અને કહ્યું મોદી ફરી સરકાર બનાવશે.
  • - ભરૂચમાં મુસ્લીમ સમુદાય વોટીંગ કરવા ઉપડ્યો
  • - ચૂંટણી માટે લઈ જવામાં આવતો 30 લાખનો દારૂ રાજસ્થાન પોલીસે પકડ્યો
  • - ભરૂચમાં 85 વર્ષના ઘરડા મહિલા નસીમ બાનોએ વોટીંગ કર્યું અને લોકોને વોટ આપવાની અપીલ કરી.
  • - સાણંદમાં વોટ આપવા માટે લાઈનો લાગી. લોકોએ કહ્યું વિકાસનો મુદ્દો દિમાગમાં રાખીને જ વોટ કરીશું.

ફેબ્રુઆરી મહિનાથી સમગ્ર દેશમાં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવાનો અમલ



નવી દિલ્હી, ૧૩
હાલ માત્ર પોતાના સર્કલમાં જ નંબર પોર્ટેબિલિટીનો લાભ મળે છે
ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ જશે. આ સેવાનાં કારણે મોબાઇલ વપરાશકાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરશે તો પણ તેને પોતાનો મોબાઇલ નંબર બદલવો નહીં પડે. 'ઇન્ડિયા ટેલિકોમ ૨૦૧૨'ની બેઠકમાં સિબ્બલે જણાવ્યું હતું કે, નેશનલ ટેલિકોમ પોલિસીનું સમયસર અમલીકરણ થાય તે માટે દૂરસંચાર વિભાગે ડિસેમ્બર ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ સુધી આગામી ત્રણ માસ માટે વિસ્તૃત એજન્ડા તૈયાર કર્યો છે.
વધુમાં સિબ્બલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીમાં સ્પેક્ટ્રમ ફાળવણીને મંજૂરી અને તેની કિંમત, એકરૂપ લાઇસન્સ વ્યવસ્થા, સ્પેક્ટ્રમ વહેંચણી અંગેની માર્ગર્દિશકાને આખરી સ્વરૂપ, આર એન્ડ ડી માટે ભંડોળ ઊભું કરવું અને રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટી જેવી અત્યંત મહત્ત્વની બાબતો અંગે કામગીરી શરૂ કરાશે.
હાલના તબક્કે મોબાઇલ વપરાશકાર નંબર પોર્ટેબિલિટી હેઠળ માત્ર તેના સર્કલની અંદર જ જુદા જુદા મોબાઇલ ઓપરેટર્સ પાસેથી પોતાનો નંબર જાળવી રાખીને સેવા પ્રાપ્ત કરી શકે છે, જોકે નેશનલ ટેલિકોમ પોલિસી ૨૦૧૨ હેઠળ સરકાર રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નંબર પોર્ટેબિલિટીનો અમલ કરાશે. આ યોજના અંતર્ગત મોબાઇલ વપરાશકાર અલગ અલગ સર્કલમાં પણ પોતાનો મોબાઇલ નંબર જાળવી રાખીને પણ મોબાઇલ કંપનીઓની સેવા પ્રાપ્ત કરી શકશે. ભારતમાં આ પ્રકારનાં ૨૨ જુદાં જુદાં સર્કલ આવેલાં છે.

Monday, December 10, 2012

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રગીતની જંગ છેડાઈ


કાનપુર, તા. ૧૦
ભારત અને પાકિસ્તાનની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં ભેગા થઈ એક સાથે રાષ્ટ્રગીત ગાવાની હરીફાઈ ચાલી રહી છે, બંને દેશ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રાષ્ટ્રગીત ગાવાનો એકબીજાનો રેકોર્ડ તોડી રહ્યા છે. રવિવારે કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગીત ગાઈને પાકિસ્તાને સ્થાપેલો રેકોર્ડ તોડયો હતો. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ(જીડબ્લ્યુઆર)ના પ્રતિનિધિ પણ હાજર હતા, જેમણે એક લાખ લોકો હાજર હોવાની પુષ્ટિ કરી હતી.
કાનપુરમાં એક લાખથી વધુ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ગિનિસ બુકમાં પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો
ગિનિસ બુકના અધિકારી રાજેશ મહેરાના જણાવ્યાનુસાર, ગિનિસ રેકોર્ડની ૧૪ સભ્યની ટીમ વીડિયો કેમેરા સાથે હાજર રહી હતી અને તેમણે જ આ સમગ્ર આયોજનનું રેર્કોિંડગ કર્યું છે. તેમણે કહ્યું છે કે, 'રાષ્ટ્રગીત ગાવા એક લાખ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને એક અઠવાડિયામાં અમારો રિપોર્ટ સોંપી દઈશું અને ત્યાર પછી સત્તાવાર રીતે તેની જાહેરાત કરીશું.'
બીજી તરફ આયોજકોે કહે છે કે, 'એક લાખ ૨૫ હજારથી વધુ લોકો રાષ્ટ્રગીત ગાવા જોડાયાં હતાં તથા દરેક વ્યક્તિનાં કાંડા પર બેન્ડ બાંધવામાં આવ્યો હતો. અમે એક લાખના આંકડાને ધ્યાનમાં રાખ્યો હતો, પરંતુ સવા લાખ લોકો જમા થઈ ગયાં હતાં. રાષ્ટ્રગીત ગાયા બાદ નાસભાગ ન થાય તે માટે અમે કાર્યક્રમ જલદી સમેટી લીધો હતો.'
ગત ઓક્ટોબરમાં પાકિસ્તાને રેકોર્ડ તોડયો હતો
અગાઉ ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનના લાહોરસ્થિત નેશનલ હોકી સ્ટેડિયમમાં ૪૪,૨૦૦ લોકોએ એકત્રિત થઈને તેમનું રાષ્ટ્રગીત ગાયું હતું અને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. આ પહેલાં સૌથી વધુ સંખ્યામાં રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ ભારતનાં નામે હતો. ભારતમાં ચાલુ વર્ષની શરૃઆતમાં ૧૫,૨૪૩ લોકોએ 'જન ગણ મન...' ગાઈને રેકોર્ડ કર્યો હતો.
  • માસ નેશનલ એન્થમમાં ભારત-પાકિસ્તાન
  • પાકિસ્તાન : ૫,૮૦૦ લોકોેએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો રેકોર્ડ કર્યો.
  • ભારત : ૧૫,૨૪૩ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
  • પાકિસ્તાન : ૪૪,૨૦૦ લોકોએ એક સાથે રાષ્ટ્રગીત ગાઈ ભારતનો રેકોર્ડ તોડયો.
  • ભારત : એક લાખ લોકોએ ભેગા મળી રાષ્ટ્રગીત ગાઈ પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.

Saturday, December 8, 2012

Learn GANGMAN Style..



 
 Click here to join nidokidos

 

Psy teaches Ban Ki-moon 'Gangnam Style'UN Secretary-General Ban Ki-Moon learns how to dance  "Gangnam Style."

psy