Sunday, October 21, 2012

વીઝા અને માસ્ટર કાર્ડ સાથે મુકાબલો કરશે રૂપે ગેટવે

નવી દિલ્હી 21, ઓક્ટોબર

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ પર એક હથ્થુ શાસન જમાવીને બેઠેલ વીસા અને માસ્ટર કાર્ડને આપણા 'રૂપે' ની જોરદાર ટક્કર મળશે. રૂપે આપણા ભારતનું પહેલું સ્વદેશી પેમેન્ટ ડેટવે છે, જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા(એનપીસીઆઈ)એ તૈયાર કર્યું છે. જલ્દી રૂપે પોતાના પ્રતિદ્વંદી સામે બરાબર મેદાનમાં આવી જશે. હાલમાં રૂપે ડેવલપમેન્ટના બીજા સ્ટેજમાં છે, પરંતુ તેને માર્ચ 2013 સુધીમાં શરૂ કરવામાં આવશે. આવતા વર્ષના માર્ચ સુધીમાં રૂપે ઈંટરનેશનલ ડેબિટ કાર્ડ અને માર્ચ 2015 સુધી રૂપે દ્વારા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની તૈયારી ચાલું છે. 

હાલમાં બે લાખ રૂપે એટીએમ બજારમાં શામેલ છે. યૂનિયન બેંક, બેંક ઓફ ઈન્ડીયા,સ એસબીઆઈ અને એક્સિસ બેંકે રૂપે ડેબિટ કાર્ડને જોઈન કર્યાં છે.આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંક પણ રૂપે નેટવર્કમાં શામેલ થઈ જશે.

Sunday, October 14, 2012

તમારી પસંદગીનો મોબાઈલ નંબર જોઈતો હોય તો આ રીતે સરળતાથી મળી જશે!

નવી દિલ્હી, તા. 14

ખાસ મોબાઈલ નંબરની ઈચ્છા રાખતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ગ્રાહકોને 8300000000, 8300001234, 8300012345, 8300001000 જેવાં ખાસ નંબરો મેળવવાનો અવસર આપી રહ્યું છે. નંબર મેળવવા માટે તમારે બોલી લગાવવી પડશે. સાથે સાથે તમારું પૉકેટ ખાલી કરવું પડશે. તમારે ખાસ નંબર મેળવવા માટે તેની ખાસીયતનાં આધાર પર રૂપિયા 2000થી લઈને 25 હજાર સુધી બોલી લગાવવી પડશે.

બીએસએનએલના ખાસ પ્રીમિયમ નંબર્સની હરાજીની પ્રક્રિયા આ સમયે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેસ, હરિયાણા, ગુજરાત, અસમ અને આંદામાન-નિકોબારમાં ચાલી રહી છે. આ માટે ગ્રાહકોએ બીએસએનએલની ઈ-ઑક્શન વેબસાઈટ પર જઈને બોલી લગાવવી પડશે. ગ્રાહક ઈ-ઑક્શન વેબસાઈટ પર લૉગ-ઈન કરીને નોંધણી કરાવીને બોલી લગાવવાની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઉત્તર પ્રદેશના ગ્રાહક હરાજીની પ્રક્રિયામાં 18 ઑક્ટોબરના રોજ, હરિયાણાના ગ્રાહક 21 ઑક્ટોબર, હિમાચલ પ્રદેશનાં ગ્રાહક 14, અસમ 21 અને આંદામાન અને નિકોબારના ગ્રાહક 14 ઑક્ટોબરના રોજ સુધી સામેલ થઈ શકે છે. બીએસએનએલે આની માટે નંબરોના ત્રણ પેટર્ન રાખ્યા છે. જે અંતર્ગત લઘુત્તમ બેસ પ્રાઈસ રાખવામાં આવ્યા છે.

કંપનીએ આની આધારે લઘુત્તમ બેસ પ્રાઇઝ 2 હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધી રાખ્યા છે. આ નંબર સામાન્ય ગ્રાહકોની સાથે સાથે કૉર્પોરેટ, સંસ્થા વગેરે માટે પણ ઉપલબ્ધ હશે.

લો હવે ટ્રેનમાં પણમાં શોપિંગની મજા માણી શકાશે

નવી દિલ્હી, તા. ૧૪
  • લાંબા અંતરની શતાબ્દી ટ્રેનમાં લક્ઝરી પ્રોડક્ટ વેચવાની રેલવેની યોજના
  • ભોપાલ શતાબ્દીમાં સૌપ્રથમ સુવિધા શરૂ કરવામાં આવશે
લાંબા અંતરની શતાબ્દી ટ્રેનોની સફર હવે વધુ સુવિધાજનક થવા જઈ રહી છે. રેલવેએ શતાબ્દીની મુસાફરી દરમિયાન કેટલીક લક્ઝરી પ્રોડક્ટ્સનાં વેચાણની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર,શતાબ્દી ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ તથા ચેર કાર્સમાં પરફ્યુમ,ત્વચા પર લગાવવામાં આવતાં ક્રીમ, હેન્ડબેગ, ઘડિયાળ, જ્વેલરી તથા ગિફ્ટમાં આપવામાં આવતી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, ચોક્લેટપ્રેમીઓ માટે ઘણી સ્વાદિષ્ટ પ્રોડક્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શતાબ્દી ટ્રેનમાં પાઇલટ આધાર પર એક મહિના માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ સુવિધા ટૂંક સમયમાં જ ભોપાલ શતાબ્દીમાં શરૂ થશે અને તેને મળનારી પ્રતિક્રિયાઓ બાદ મુંબઈ-અમદાવાદ તથા અન્ય શતાબ્દી ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.રેલવે દીર્ઘકાલીન આધાર પર પ્રત્યેક શતાબ્દી ટ્રેનમાં બે ટ્રોલીની સુવિધા આપવામાં આવશે. શતાબ્દી ટ્રેનોમાં નિયમિત રીતે ખરીદીની સુવિધા અંગે કંપનીઓની પસંદગી માટે ટેન્ડરપ્રક્રિયા પણ શરૂ કરાશે.
રેલવે શતાબ્દી ટ્રેનોમાં મનોરંજનની સુવિધા પણ શરૂ કરાવવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં મુસાફરો સેટેલાઇટ મારફતે સિનેમા અને ટીવી સિરિયલ દેખી શકશે. આ ઉપરાંત ચાલુ ટ્રેનમાં સાફસફાઈ વધુ સારી બનાવવાના પ્રયાસ પણ રેલવે દ્વારા થઈ રહ્યા છે. અધિકારીએ ઉમેર્યું છે કે, અમારું લક્ષ્ય ટ્રેનોમાં મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવાનું છે.

Friday, October 12, 2012

Contest

GGN Contest

તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે, પરંતુ તમારું લખાણ કોઈને વંચાવતા તમે ખૂબ સંકોચ અનુભવો છો. કેટલાક વળી એવા પણ હશે કે જેઓ પોતાનું લખાણ કે કવિતા નજીકના સ્વજનો કે મિત્રોને વંચાવવાની હિંમત કરી લેતાં હશે.  તમે મિત્રો અને સ્વજનોએ લખાણ વાંચીને કરેલાં વખાણને સાંભળીને હરખાયા હશો! પરંતુ તમારી કૃતિને સંકોચવશ ક્યાંય છપાવવા નહીં મોકલી હોય, તમે એવું પણ વિચાર્યું હશે કે મારી કૃતિને વળી કોણ છાપવાનું?! આવા કોઈને કોઈ કારણસર તમારી અભિવ્યક્તિને શબ્દદેહ આપવાનું શક્ય નથી બન્યું તો તમારા માટે એક સોનેરી તક લઇને આવ્યું છે જીજીએન.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ –જીજીએન (સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા.લિ. નું સાહસ) સાહિત્યપ્રેમીઓ માટે લઈને આવ્યું છે લેખનસ્પર્ધા. જીવનમાં ઘટતી સંવેદનશીલ ઘટનાઓથી માંડીને સમાજજીવનના સ્વાનુભવો, સાંપ્રત ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સામાજિક સમસ્યાઓ અને એ માટેની જાગૃતિ અંગે દેશ-વિદેશના ગુજરાતીઓ આ લેખનસ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જીજીએન  લેખનસ્પર્ધામાં આપને તક મળશે સાહિત્યિક રુચિને વિકસાવવાની, સાંપ્રત રાજકીય પ્રવાહો અંગેનાં મંતવ્યો અને વ્યંગને નિર્ભિક બનીને વ્યક્ત કરવાની. ઉત્કૃષ્ટ કૃતિઓને www.globalgujaratnews.com  ના ‘શબ્દસૃષ્ટિ’ વિભાગમાં સ્થાન આપવામાં આવશે અને શ્રેષ્ઠત્તમ  કૃતિઓને જીજીએન દ્વારા ટૂંક જ સમયમાં પ્રકાશિત થનારા પખવાડિક સામયિકમાં પણ પ્રકાશિત કરવામાં આવશે અને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
સ્પર્ધકો ચાર અલગ અલગ શ્રેણીમાં પોતાની રચનાઓ મોકલાવી શકે છે.

વિષય:
  1. પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
     
  2. ટૂંકીવાર્તા
     
  3. વ્યંગાત્મક લખાણ
     
  4. કવિતા-ગઝલ

પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં

આપે અથવા નિકટના કોઇક સ્વજન કે મિત્રોએ પ્રેમપંથની પાવક જ્વાળા પર ચાલીને, પોતાના અસીમ પ્રેમને પરિણયમાં પલટાવ્યો હશે. મનગમતા જીવનસાથીને પામીને જીવનનાં સર્વોચ્ચ શિખરો સર કરી આગળ વધેલાં યુગલોની સફળ પ્રણયગાથા અમને લખી મોકલો 750 થી 900 શબ્દોની મર્યાદામાં.

વાસ્તવિક પ્રણયગાથા લખનારા સર્જકો વિશેષ નોંધ લે કે આ શ્રેણીમાંતમારી પોતાની, તમારા સ્વજનની કે પરિચિત યુગલની સત્ય પ્રણયકથા, તેમના જીવનની તડકીછાંયડીને આપેલા શબ્દોની મર્યાદામાં રસપ્રદ રીતે લખી મોકલવાની રહેશે.

જે યુગલની પ્રણયગાથા લખીને મોકલો તેમના સહજીવનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોય તે અનિવાર્ય છે.

આ શ્રેણીમાં જે યુગલની પ્રણયગાથાનું નિરૂપણ કર્યું હોય તેમના ફોટોગ્રાફ્સ, ફોનનંબર, સરનામું, વ્યવસાય, અભ્યાસની સાચી માહિતી અલગથી મોકલવી.

ટૂંકીવાર્તા

સામાજિક પ્રશ્નો અને તેના ઉકેલ તથા સામાજિક વિકાસને ઉજાગર કરતાં વિષયવસ્તુ સાથે રસાળશૈલીમાં ટૂંકીવાર્તા 400થી 600 શબ્દોની મર્યાદામાં લખી મોકલવાની રહેશે.

સ્પર્ધામાં જે ટૂંકીવાર્તા મોકલાવો તે વાસ્તવિકતા સાથે સંલગ્ન ન હોય તો ચાલશે, પરંતુ કૃતિ મૌલિક હોવી આવશ્યક છે.

વ્યંગાત્મક લખાણ

વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.

વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.

કવિતા-ગઝલ

ઘણા યુવા અને પીઢ સર્જકો એવા હશે જેઓ ટૂંકીવાર્તા અને વ્યંગાત્મક લખાણ ઉપરાંત ભાવવાહી કવિતાનું સર્જન કરી શકતાં હોય છે. આ પ્રકારનું કૌશલ્ય ધરાવનાર 150 થી 200 શબ્દોની મર્યાદામાં સ્વરચિત કવિતા અથવા ગઝલ લખીને મોકલાવી શકે છે.

આ સ્પર્ધામાં જે ગઝલ કે કવિતા મોકલાવો તે મૌલિક હોવી આવશ્યક છે.

વિજેતા કૃતિને ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરીને વિજેતા લેખકોને આગવું મંચ પૂરું પાડવામાં આવશે. તદ્ઉપરાંત સર્જકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

સ્પર્ધકે ધ્યાનમાં રાખવાની વિગતો
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
     
  • તમારી રચના સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ આઈડી, ક્લોઝઅપ ફોટોગ્રાફ, અભ્યાસ તથા વ્યવસાયની સાચી વિગતોની માહિતી આપવી અનિવાર્ય છે.
     
  • જો આપની રચના ઇ-મેઇલ દ્વારા મોકલો તો આપનો ફોટોગ્રાફ સ્કેન કરીને મોકલવાનો રહેશે.
     
  • સ્પર્ધામાં મોકલાયેલી કૃતિ આ પહેલાં ક્યાંય પ્રસિદ્ધ કે પ્રકાશિત ન થઈ હોવી જોઈએ.
     
  • વિજેતા નક્કી કરવા અંગેના અને કૃતિને પ્રકાશિત કરવા કે ન કરવા અંગેના તમામ હક સંપાદકીય વિભાગના રહેશે.
     
  • લખી મોકલાવેલી વાર્તા કે કૃતિમાં કોઈની નકલ થયેલી માલૂમ પડશે તો તેનો પ્રવેશ રદ ગણાશે.
     
  • કૃતિ મોકલવાની અંતિમ તારીખ 31-10-2012 છે.

આપની રચનાઓ  અમને contest.ggn@gmail.com   પર ઇ-મેઇલ કરો અથવા તો નિમ્નલિખિત સરનામે મોકલી આપશો.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ
C/O સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા. લિ.
201, ત્રીજો માળ, એસ. કે હાઉસ, ડ્રાઇવ ઇન સિનેમા સામે,
ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-3800054
ફોન નંબર 40307637, 26850577
www.globalgujaratnews.com

એટીએમ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા નીકળી જાય.

ATM મશીનમાંથી એટીએમ કાર્ડ વિના પૈસા કેવી રીતે કાઢશો
જેમ જેમ દેશમાં બેન્ક એકાઉન્ટધારકોની સંખ્યા વધી રહી છે, તેમ તેમ યુઝરોમાં એટીએમ મશીનો અને એટીએમ કાર્ડનું ચલણ પણ વધી રહ્યું છે. એટીએમ કાર્ડ તમને તમારા જમા કરાવાયેલા પૈસા કાઢવાની આઝાદી આપે છે. પણ આ બધાની વચ્ચે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા જતી વખતે જો તમે તમારૂં એટીએમ કાર્ડ ઘરે જ ભૂલી જાઓ તો તમારે પાછા જવું પડશે. પણ વિચારો કે જો એટીએમ કાર્ડ વિના જ એટીએમ મશીનમાંથી પૈસા નીકળી શકે તો, કેવું રહેશે?

તમે વિચારી રહ્યા હશો કે આવું કેવી રીતે બની શકે કે એટીએમ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા નીકળી જાય. પણ આ શક્ય બની ચૂક્યું છે. બેન્કો પોતાનાં ગ્રાહકોને આ સેવા પૂરી પાડવા માટે આગળ વધી રહી છે. એટીએમ અને ડેબિટ કાર્ડ વગર પૈસા કાઢવાની રીત અંગે વધુ જાણવા ક્લિક કરો આગળ- નોંધ: હાલમાં આ સુવિધા ફક્ત ઇન્ડસઇન્ડ બેન્ક જ આપે છે.

ATM મશીનમાંથી એટીએમ કાર્ડ વિના પૈસા કેવી રીતે કાઢશો
આ સુવિધા મેળવવા માટે સૌથી પહેલા તમારે જે તે બેન્કમાં પોતાને રજિસ્ટર કરાવવાનાં રહેશે. આ રજિસ્ટ્રેશન બેન્કની શાખા કે ઇન્ટરનેટ બેંકિંગની મદદથી કરી શકો છો. રજિસ્ટ્રેશન માટે તમારે બેન્ક કસ્ટમર સર્વિસ સેન્ટર પર કોલ કરવાનો વિકલ્પ પણ મળે છે.

ઈન્ડિયન એરફોર્સ વિશ્વની ચોથી શક્તિશાળી વાયુસેના

Oct 09, 2012

મધ્યાંતર - હર્ષ મેસવાણિયા
ઈન્ડિયન એરફોર્સે બે દિવસ પહેલાં ૮મી ઓક્ટોબરે પોતાની ૮૦મી વર્ષગાંઠ મનાવી હતી. બ્રિટિશરાજ દરમિયાન અસ્તિત્વમાં આવેલી ઈન્ડિયન એરફોર્સે ૮૦ વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને અલગ ઓળખાણ બનાવી છે. આઝાદી પહેલાં બ્રિટન માટે અને આઝાદી બાદ ભારત માટે કટોકટીની પળોએ મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ઈન્ડિયન એરફોર્સે જરૂર પડયે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનોમાં પણ ભાગ લીધો છે. ભારતીય વાયુસેનાની ગણના અત્યારે વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી હવાઈ તાકાત તરીકે થાય છે ત્યારે ઈન્ડિયન એરફોર્સની અહીં સુધીની સફર પર વિહંગાવલોકન.
આઝાદી પૂર્વેની રોયલ ભારતીય વાયુસેના
૧૯૩૨ 
૮મી ઓક્ટોબરે બ્રિટનના શાસનમાં બ્રિટિશની રોયલ એરફોર્સની સહાયક ટુકડી તરીકે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. રોયલ એરફોર્સની પેટા સંસ્થા તરીકે ભારતીય એરફોર્સે તેમનો ડ્રેસ અને પ્રતીક અપનાવી લીધાં. ભારતીય વાયુસેનાની પહેલી સ્કવોર્ડનમાં ચાર વેસ્ટલેન્ડ વાપિટી લડાકુ વિમાન અને પાંચ પાઇલટ હતાં. આ ટીમને ફાઈટ લેફ્ટનન્ટ સેસિલ બાઉશરે નેતૃત્વ પૂરું પાડયું હતું. ૧૯૪૧ સુધી વાયુસેના પાસે આ એકમાત્ર સ્કવોર્ડન હતી અને એમાં જ બે વિમાનો વધુ ફાળવી દેવાયાં હતાં.
૧૯૪૩
ભારતીય વાયુસેનાએ આ વર્ષે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. હવે વાયુસેના પાસે સ્કવોર્ડનની સંખ્યા વધીને સાત થઈ ગઈ હતી. ૧૯૪૫નું વર્ષ આવતાં આવતાં તો વધુ બેનો ઉમેરો થઈને કુલ સંખ્યા નવની થઈ ગઈ, જેમાં ઉપરથી બોમ્બમારો કરી શકવા સક્ષમ વલ્ટી વેન્જેન્સ અને હરિકેન સહિત એટલાન્ટ અને ઓડક્ષ જેવાં તે સમયનાં પાવરફુલ વિમાનોનો પણ સમાવેશ થતો હતો.
૧૯૪૫
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેનાએ રોયલ એરફોર્સની સહાયક ટીમ તરીકે મહત્ત્વની કામગીરી નિભાવી, ભારતીય વાયુસેનાએ બર્મા (મ્યાનમાર) તરફ આગળ વધી રહેલી જાપાનની સેનાને આગળ વધતી અટકાવવામાં સારી એવી કામગીરી કરી હતી. જેની નોંધ લઈને રાજા જ્યોર્જ છઠ્ઠાએ ભારતીય વાયુસેનાને'રોયલ'ની ઉપાધિ આપીને સન્માનિત કરી.
૧૯૪૭ 
બ્રિટનના તાબા હેઠળથી ભારતને આઝાદી મળી પણ અખંડ ભારતમાંથી ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે દેશની અન્ય સંપત્તિની જેમ વાયુ સેનાને પણ બે ભાગમાં વહેંચવામાં આવી. કુલ ૧૦ ઓપરેશન સ્કવોર્ડનમાંથી ૩ સ્કવોર્ડન અને રોયલ ભારતીય વાયુસેનાનાં પાકિસ્તાનસ્થિત મથકો પાકિસ્તાનને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોયલ ભારતીય વાયુસેનાના બીજા ભાગને રોયલ પાકિસ્તાન એરફોર્સ એવું નામ આપવામાં આવ્યું. રોયલ ભારતીય એરફોર્સમાં એક ફેરફાર એ કરવામાં આવ્યો કે બ્રિટન એરફોર્સમાં વપરાતા ચક્રને બદલે એ સ્થાન અશોકચક્રને આપવામાં આવ્યું.
૧૯૪૮
ભાગલા પછી તરત જ બંને દેશ વચ્ચે સરહદને લઈને અને ખાસ કરીને જમ્મુ-કશ્મીરના અમુક ભાગને લઈને ઘર્ષણ થયું. કશ્મીરના મહારાજાએ ભારતમાં જોડાઈ જવાનો નિર્ણય કર્યો એટલે પાકિસ્તાનની સેના કશ્મીરની સરહદ તરફ આગળ વધવા લાગી. મહારાજાએ ભારતીય સૈન્યની મદદ મેળવી. ભારતીય સૈન્યને સરહદ પર ઉતારવાનું કામ ભારતીય વાયુસેનાએ સફળતાપૂર્વક કર્યું. ભારત-પાકિસ્તાનના આ ઘર્ષણમાં બંને દેશની વાયુસેનાએ સામસામે લડાઈ કરવાની ન હતી, છતાં ભારતીય સેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સનો મહત્ત્વનો સહકાર સાંપડયો હતો.
૧૯૫૦
ભારત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભઃ સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો.
૧૯૬૧
ભારતીય સરકારે પોર્ટુગીઝોને દીવ, દમણ અને ગોવાથી ખદેડવાનો નિર્ણય કરીને લાલ આંખ કરી. ઓપરેશન વિજય અંતર્ગત વાયુસેનાને ભારતીય લશ્કરને સહાય કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૮ ડિસેમ્બર, ૧૯૬૧ના દિવસે કૈનબરા બોમ્બર્સે ડાબોલિમ હવાઈપટ્ટી પર બોમ્બમારો કર્યો. બીજી તરફ મૈસ્ટર્સ વિમાનોએ દમણમાં પોર્ટુગીઝ સૈન્ય પર હુમલો કરીને તેની કમર તોડી નાંખી. બાકીનું કામ તુફાનીઝ વિમાને દીવના રનવે પર હુમલો કરીને પૂરૂં કર્યું.
૧૯૬૨
ઓક્ટોબર માસમાં ભારત-ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું. ભારત તરફથી યુદ્ધની યોગ્ય રણનીતિ ઘડી ન શકાઈ એટલે ધારી સફળતા મળી શકી નહીં. જોકે, ૨૦ ઓક્ટોબરથી ૨૦ નવેમ્બર સુધી ભારતીય વાયુ સેનાએ દબાણ હેઠળ વિષમ પર્વતીય પ્રદેશોમાં પહોંચીને ભારતીય લશ્કરને પુરવઠો પૂરો પાડયો હતો. તેમ છતાં વાયુસેનાનો ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરવામાં ભારતને સફળતા ન મળી પરિણામે ચીનના સૈન્ય સામે ભારતની પીછેહઠ થઈ.
૧૯૬૫
ચીન સામેના યુદ્ધમાંથી ધડો લઈને આ વખતે પાકિસ્તાન સામે કશ્મીરના મુદ્દે છેડાયેલા જંગમાં ભારતીય વાયુસેનાનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરીને ભારતે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કરી દીધો. વાયુસેનાએ મૈસ્ટર્સ, કૈનબરા, હંટર,નૈટ અને એફ.બી.એમ.કે-૫૨ની મદદથી પાકિસ્તાનની છાવણીમાં સોપો પાડી દીધો. ભારત પાસે અમુક યુદ્ધ વિમાનો બીજા વિશ્વયુદ્ધ પહેલાંનાં હોવા છતાં પાકિસ્તાનનાં અત્યાધુનિક ફાઈટર વિમાનો પર ભારત ભારે પડયું. વાયુસેનાએ પહેલી વખત દુશ્મનોનાં ફાઈટર વિમાનો સાથે સીધી લડત કરી અને ધારી સફળતા પણ મેળવી.
૧૯૭૧
૨૨ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને ફરીથી ભારતીય વાયુસેનાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી. ૧૯૬૫ના યુદ્ધ પછી ભારતીય વાયુસેના વધુ સજ્જ અને સમૃદ્ધ બનાવાઈ હોવાનો ફાયદો પણ મળ્યો. હવે એરફોર્સ પાસે રશિયન બનાવટના મિગ-૨૧ અને સુખોઈ સૂ-૭ જેવાં તેજ રફતારવાળાં યુદ્ધ વિમાનો પણ હતાં જે આ યુદ્ધમાં મહત્ત્વનાં સાબિત થયાં. આ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં ૫૪ યુદ્ધવિમાનો સહિત કુલ ૯૪ વિમાનોનો ખાતમો બોલાવ્યો હતો.
૧૯૮૪
૧૩ એપ્રિલ, ૧૯૮૪ના રોજ સિયાચીન માટે ભારતે ઓપરેશન મેઘદૂત શરૂ કર્યું. આ ઓપરેશનમાં વાયુસેનાએ સિયાચીનના મુશ્કેલ પ્રદેશમાં સૈનિકોને ઉતારવાની જવાબદારી ઉપાડી હતી. મીગ-૮, ચેતક અને ચિત્તા હેલિકોપ્ટર્સની મદદથી વાયુસેનાએ ઊંચા, વિષમ અને ઠંડા પ્રદેશમાં ગણના પામતા સિયાચીનમાં સૈનિકોને તેમના જરૂરી શસ્ત્રસરંજામ સાથે પહોંચાડયાં હતાં. આ અભિયાનથી સિયાચીનના ભાગો પર ભારતે ફરીથી પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું અને આ કામમાં એરફોર્સની ભૂમિકા યશસ્વી રહી હતી.
૧૯૯૯
૧૧ મે, ૧૯૯૯માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધનાં મંડાણ થયાં. ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ભારતીય વાયુ સેનાએ મીગ-૨૭, મીગ-૨૧, મીગ-૨૯ જેવાં શક્તિશાળી લડાકુ વિમાનોની મદદથી પાકિસ્તાનની સેના પર ભીંસ વધારી દીધી. વાયુ સેનાની પ્રશંસનીય કામગીરીથી ભારતીય સૈન્યએ પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર વિશ્વને શક્તિશાળી ભારતનો પરચો આ યુદ્ધથી મળ્યો.
૨૦૧૨
૧૯૩૨થી અત્યાર સુધીનાં ૮૦ વર્ષના સમયગાળામાં ભારતીય વાયુ સેનાએ વિવિધ દેશો દ્વારા બનાવાયેલાં ૭૩ પ્રકારનાં વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. ઈન્ડિયન એરફોર્સે પ્લેટિનમ જયંતી વખતે ૨૦૦૬માં જાહેર કરેલા આંકડા પ્રમાણે વાયુસેના પાસે આશરે ૧૩૬૦ લડાકુ વિમાનો છે અને દોઢ લાખ જેટલા કર્મચારીઓ છે. ૫૦૦ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. આટલી તાકાત જ વાયુ સેનાને વિશ્વના ચોથા નંબરની સૌથી શક્તિશાળી વાયુસેના હોવાનું ગૌરવ અપાવે છે.    

Gujarati Writing Contest

GGN Contest

તમે ખૂબ સરસ લખી જાણો છો... તમારું લખાણ તમારી આગવી શૈલીના કારણે અન્યના લખાણ કરતાં અલગ તરી આવે છે, પરંતુ તમારું લખાણ કોઈને વંચાવતા તમે ખૂબ સંકોચ અનુભવો છો. કેટલાક વળી એવા પણ હશે કે જેઓ પોતાનું લખાણ કે કવિતા નજીકના સ્વજનો કે મિત્રોને વંચાવવાની હિંમત કરી લેતાં હશે.  તમે મિત્રો અને સ્વજનોએ લખાણ વાંચીને કરેલાં વખાણને સાંભળીને હરખાયા હશો! પરંતુ તમારી કૃતિને સંકોચવશ ક્યાંય છપાવવા નહીં મોકલી હોય, તમે એવું પણ વિચાર્યું હશે કે મારી કૃતિને વળી કોણ છાપવાનું?! આવા કોઈને કોઈ કારણસર તમારી અભિવ્યક્તિને શબ્દદેહ આપવાનું શક્ય નથી બન્યું તો તમારા માટે એક સોનેરી તક લઇને આવ્યું છે જીજીએન.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ –જીજીએન (સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા.લિ. નું સાહસ) સાહિત્યપ્રેમીઓ માટે લઈને આવ્યું છે લેખનસ્પર્ધા. જીવનમાં ઘટતી સંવેદનશીલ ઘટનાઓથી માંડીને સમાજજીવનના સ્વાનુભવો, સાંપ્રત ગુજરાત પ્રત્યેનો દ્રષ્ટિકોણ, સામાજિક સમસ્યાઓ અને એ માટેની જાગૃતિ અંગે દેશ-વિદેશના ગુજરાતીઓ આ લેખનસ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જીજીએન  લેખનસ્પર્ધામાં આપને તક મળશે સાહિત્યિક રુચિને વિકસાવવાની, સાંપ્રત રાજકીય પ્રવાહો અંગેનાં મંતવ્યો અને વ્યંગને નિર્ભિક બનીને વ્યક્ત કરવાની. ઉત્કૃષ્ટ કૃતિઓને www.globalgujaratnews.com  ના ‘શબ્દસૃષ્ટિ’ વિભાગમાં સ્થાન આપવામાં આવશે અને શ્રેષ્ઠત્તમ  કૃતિઓને જીજીએન દ્વારા ટૂંક જ સમયમાં પ્રકાશિત થનારા પખવાડિક સામયિકમાં પણ પ્રકાશિત કરવામાં આવશે અને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.
 
સ્પર્ધકો ચાર અલગ અલગ શ્રેણીમાં પોતાની રચનાઓ મોકલાવી શકે છે.

વિષય:
  1. પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં
     
  2. ટૂંકીવાર્તા
     
  3. વ્યંગાત્મક લખાણ
     
  4. કવિતા-ગઝલ

પ્રણય જ્યારે પલટાયો પરિણયમાં

આપે અથવા નિકટના કોઇક સ્વજન કે મિત્રોએ પ્રેમપંથની પાવક જ્વાળા પર ચાલીને, પોતાના અસીમ પ્રેમને પરિણયમાં પલટાવ્યો હશે. મનગમતા જીવનસાથીને પામીને જીવનનાં સર્વોચ્ચ શિખરો સર કરી આગળ વધેલાં યુગલોની સફળ પ્રણયગાથા અમને લખી મોકલો 750 થી 900 શબ્દોની મર્યાદામાં.

વાસ્તવિક પ્રણયગાથા લખનારા સર્જકો વિશેષ નોંધ લે કે આ શ્રેણીમાંતમારી પોતાની, તમારા સ્વજનની કે પરિચિત યુગલની સત્ય પ્રણયકથા, તેમના જીવનની તડકીછાંયડીને આપેલા શબ્દોની મર્યાદામાં રસપ્રદ રીતે લખી મોકલવાની રહેશે.

જે યુગલની પ્રણયગાથા લખીને મોકલો તેમના સહજીવનને ઓછામાં ઓછાં પાંચ વર્ષ થયાં હોય તે અનિવાર્ય છે.

આ શ્રેણીમાં જે યુગલની પ્રણયગાથાનું નિરૂપણ કર્યું હોય તેમના ફોટોગ્રાફ્સ, ફોનનંબર, સરનામું, વ્યવસાય, અભ્યાસની સાચી માહિતી અલગથી મોકલવી.

ટૂંકીવાર્તા

સામાજિક પ્રશ્નો અને તેના ઉકેલ તથા સામાજિક વિકાસને ઉજાગર કરતાં વિષયવસ્તુ સાથે રસાળશૈલીમાં ટૂંકીવાર્તા 400થી 600 શબ્દોની મર્યાદામાં લખી મોકલવાની રહેશે.

સ્પર્ધામાં જે ટૂંકીવાર્તા મોકલાવો તે વાસ્તવિકતા સાથે સંલગ્ન ન હોય તો ચાલશે, પરંતુ કૃતિ મૌલિક હોવી આવશ્યક છે.

વ્યંગાત્મક લખાણ

વ્યંગાત્મક લખાણ 300 થી 500 શબ્દોમાં લખાયેલું હોવું જોઈએ.

વ્યંગાત્મક લખાણના વિષયવસ્તુ તરીકે રાજકારણ, સાંપ્રત પ્રવાહો, દેશ–દુનિયાની ઘટનાઓ, વહીવટીતંત્ર લઈ શકાય.

કવિતા-ગઝલ

ઘણા યુવા અને પીઢ સર્જકો એવા હશે જેઓ ટૂંકીવાર્તા અને વ્યંગાત્મક લખાણ ઉપરાંત ભાવવાહી કવિતાનું સર્જન કરી શકતાં હોય છે. આ પ્રકારનું કૌશલ્ય ધરાવનાર 150 થી 200 શબ્દોની મર્યાદામાં સ્વરચિત કવિતા અથવા ગઝલ લખીને મોકલાવી શકે છે.

આ સ્પર્ધામાં જે ગઝલ કે કવિતા મોકલાવો તે મૌલિક હોવી આવશ્યક છે.

વિજેતા કૃતિને ટૂંક સમયમાં જ પ્રકાશિત થનારા મેગેઝિનમાં પ્રસિદ્ધ કરીને વિજેતા લેખકોને આગવું મંચ પૂરું પાડવામાં આવશે. તદ્ઉપરાંત સર્જકને યોગ્ય પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

સ્પર્ધકે ધ્યાનમાં રાખવાની વિગતો
 
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
     
  • તમારી રચના સાથે તમારું નામ, સરનામું, ફોન નંબર, ઇ-મેઇલ આઈડી, ક્લોઝઅપ ફોટોગ્રાફ, અભ્યાસ તથા વ્યવસાયની સાચી વિગતોની માહિતી આપવી અનિવાર્ય છે.
     
  • જો આપની રચના ઇ-મેઇલ દ્વારા મોકલો તો આપનો ફોટોગ્રાફ સ્કેન કરીને મોકલવાનો રહેશે.
     
  • સ્પર્ધામાં મોકલાયેલી કૃતિ આ પહેલાં ક્યાંય પ્રસિદ્ધ કે પ્રકાશિત ન થઈ હોવી જોઈએ.
     
  • વિજેતા નક્કી કરવા અંગેના અને કૃતિને પ્રકાશિત કરવા કે ન કરવા અંગેના તમામ હક સંપાદકીય વિભાગના રહેશે.
     
  • લખી મોકલાવેલી વાર્તા કે કૃતિમાં કોઈની નકલ થયેલી માલૂમ પડશે તો તેનો પ્રવેશ રદ ગણાશે.
     
  • કૃતિ મોકલવાની અંતિમ તારીખ 31-10-2012 છે.

આપની રચનાઓ  અમને contest.ggn@gmail.com   પર ઇ-મેઇલ કરો અથવા તો નિમ્નલિખિત સરનામે મોકલી આપશો.

ગ્લોબલ ગુજરાત ન્યૂઝ
C/O સ્પાર્ક બ્રોડકાસ્ટિંગ પ્રા. લિ.
201, ત્રીજો માળ, એસ. કે હાઉસ, ડ્રાઇવ ઇન સિનેમા સામે,
ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-3800054
ફોન નંબર 40307637, 26850577
www.globalgujaratnews.com
 
Wednesday, October 10, 2012

અહીં પેટ્રોલ પોણા સાત રૂપિયે લિટર વેચાય છે

લંડન, તા. 8
પેટ્રોલની વધતી કિંમતોના સમાચારો વચ્ચે જો તમને કોઈ એમ કહે કે એક જગ્યાએ પેટ્રોલ માત્ર ૬.૭૫ રૃપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે તો કદાચ વિશ્વાસ નહિ બેસે, પરંતુ આ હકીકત છે. હાલમાં જ વેનેઝુએલાને વિશ્વમાં સૌથી સસ્તા ભાવે પેટ્રોલ વેચતો દેશ ગણાવવામાં આવ્યો છે. આ દેશમાં પહેલેથી જ પેટ્રોલપંપ પર સસ્તું પેટ્રોલ મળવાની પરંપરા રહી છે, કારણ કે તે વિશ્વમાં સૌથી મોટો ઇંધણભંડાર છે, જોકે હવે આ સસ્તું ઇંધણ સ્મગલર્સને પણ લલચાવી રહ્યું છે.
એક તરફ વેનેઝુએલામાં પેટ્રોલ સસ્તું છે તો બીજી તરફ તેના પાડોશી દેશ કોલમ્બિયામાં વધુ કિંમતે પેટ્રોલ મળે છે, જેથી ટેક્સીડ્રાઇવર્સ સહિત અનેક લોકો વેનેઝુએલામાંથી જ પેટ્રોલ ખરીદવાનો પ્રયાસ કરતા હોય છે. વેનઝુએલાના ઇંધણભંડાર માનવામાં આવતાં શહેર મેરાકાઇબો કોલમ્બિયાની સરહદેથી ૬૦ માઇલ દૂર છે, પરંતુ કોલમ્બિયા અને વેનેઝુએલાની પેટ્રોલની કિંમતોમાં ખૂબ મોટો તફાવત છે.
એક સ્થાનિક ટેક્સીડ્રાઇવર કહે છે કે, 'અહીં પેટ્રોલ સસ્તું છે જ્યારે અહીંની સરખામણીમાં કોલમ્બિયામાં પેટ્રોલ ૧૦ ગણું મોંઘું છે. મારે કોલમ્બિયા જવાનું વારંવાર થાય છે પણ હું પેટ્રોલ વેનેઝુએલામાંથી જ પુરાવું છું.'
માત્ર સ્થાનિક ટેક્સીડ્રાઇવર્સ જ પેટ્રોલ ભરાવવાનો પ્રયાસ કરે છે તેવું નથી. આ દેશમાં મળતું સસ્તું પેટ્રોલ દાણચોરોને પણ લલચાવી રહ્યું છે. વેનેઝુએલાની સરકારનું અનુમાન છે કે, વર્ષે એક લાખ બેરલ તેલની ચોરી થાય છે, જેનાથી સરકારી તિજોરીને કરોડો ડોલરનું નુકસાન થાય છે.
ખર્ચની મર્યાદા ૪૦ લિટર
કોલમ્બિયા સરહદ નજીકના વિસ્તારોમાં ખરીદીમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે મુજબ દરેક ગાડી પર એક ચીપ લગાડવામાં આવી હોય છે. આ ચીપના આધારે પેટ્રોલપંપ પર લોકો પેટ્રોલ ભરાવી શકે છે. એક કારમાં ૪૦ લિટર પેટ્રોલ ભરાવવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મેરાકાઇબો શહેરમાં બાર જેટલા પેટ્રોલપંપમાંથી સાત પેટ્રોલપંપે ચીપને આધારે પેટ્રોલનું વેચાણ શરૃ કરી દીધું છે.

Tuesday, October 2, 2012

Cool Ideas May be You Have Never Think Of

Click here to join nidokidos

I know in our daily life their are lots of big things to solve, but have you ever thought about tiny little things, which can be solved by some weird ideas?ok. i am sure you are not getting me? Right!!! then have a look at these. and make your life easier