Sunday, October 14, 2012

તમારી પસંદગીનો મોબાઈલ નંબર જોઈતો હોય તો આ રીતે સરળતાથી મળી જશે!

નવી દિલ્હી, તા. 14

ખાસ મોબાઈલ નંબરની ઈચ્છા રાખતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ગ્રાહકોને 8300000000, 8300001234, 8300012345, 8300001000 જેવાં ખાસ નંબરો મેળવવાનો અવસર આપી રહ્યું છે. નંબર મેળવવા માટે તમારે બોલી લગાવવી પડશે. સાથે સાથે તમારું પૉકેટ ખાલી કરવું પડશે. તમારે ખાસ નંબર મેળવવા માટે તેની ખાસીયતનાં આધાર પર રૂપિયા 2000થી લઈને 25 હજાર સુધી બોલી લગાવવી પડશે.

બીએસએનએલના ખાસ પ્રીમિયમ નંબર્સની હરાજીની પ્રક્રિયા આ સમયે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેસ, હરિયાણા, ગુજરાત, અસમ અને આંદામાન-નિકોબારમાં ચાલી રહી છે. આ માટે ગ્રાહકોએ બીએસએનએલની ઈ-ઑક્શન વેબસાઈટ પર જઈને બોલી લગાવવી પડશે. ગ્રાહક ઈ-ઑક્શન વેબસાઈટ પર લૉગ-ઈન કરીને નોંધણી કરાવીને બોલી લગાવવાની પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ઉત્તર પ્રદેશના ગ્રાહક હરાજીની પ્રક્રિયામાં 18 ઑક્ટોબરના રોજ, હરિયાણાના ગ્રાહક 21 ઑક્ટોબર, હિમાચલ પ્રદેશનાં ગ્રાહક 14, અસમ 21 અને આંદામાન અને નિકોબારના ગ્રાહક 14 ઑક્ટોબરના રોજ સુધી સામેલ થઈ શકે છે. બીએસએનએલે આની માટે નંબરોના ત્રણ પેટર્ન રાખ્યા છે. જે અંતર્ગત લઘુત્તમ બેસ પ્રાઈસ રાખવામાં આવ્યા છે.

કંપનીએ આની આધારે લઘુત્તમ બેસ પ્રાઇઝ 2 હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધી રાખ્યા છે. આ નંબર સામાન્ય ગ્રાહકોની સાથે સાથે કૉર્પોરેટ, સંસ્થા વગેરે માટે પણ ઉપલબ્ધ હશે.