Tuesday, March 11, 2014

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે

સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ છે
આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું?
'જ વા દોને યાર, ટાઇમ જ ક્યાં છે?’ અસંખ્ય લોકો પાસેથી સાંભળવા મળતું આ વાક્ય છે. વાચવું છે પણ સમય નથી. સવારે વહેલા ઊઠીને કસરત કરવી છે પણ સમય નથી. કંઇક કામ કરવું છે પણ સમય નથી. દેશ અને સમાજ માટે કરવું છે પણ સમય નથી.એક મિત્ર કહે, 'કામ ખૂબ ચડી ગયું છે. જરા પણ સમય મળતો નથી. દિવસ ૨૬ કલાકનો થઇ જાય તો કેવું’ બીજા મિત્રો પૂછ્યું, 'એ શક્ય બનાવી શકાય. બોલો હું કહું એમ કરશો?’ આશ્ચર્ય પામેલા મિત્રએ કહ્યું, 'હા’.

બીજો મિત્ર કહે, 'આવતી કાલથી સવારે સાતને બદલે પાંચ વાગે ઊઠો... એટલે રોજનાં કામના બે કલાક વધુ મળશે. બોલો, થઇ ગયોને દિવસ ૨૬ કલાકનો’ દિવસ લાંબો કે ટૂંકો કરવો એ આપણા હાથમાં છે. આત્મખોજ કરવાની આવશ્યકતા છે કે આપણી દિનચર્યામાં દિવસનું અજવાળું કેટલું? કામમાં કેટલા કલાક વીતે છે અને ઊંઘવામાં કેટલા કલાક વીતે છે? જોન રસ્કિને કહ્યું છે, 'દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે આપણે એ દિવસની એક પણ ક્ષણ વ્યર્થ ખોઇએ નહીં.’

આપણા દેશના એક મોટા બંધ પર જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જાપાનનાં મશીનો લગાવવામાં આવેલાં. એને શીખવવા માટે એક જાપાની એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. ભારતીય એન્જિનિયરોએ જાપાની એન્જિનિયર સાથે બીજે દિવસે સવારે ૧૦ વાગે બંધ પર પહોંચવાનું નક્કી કર્યું. જાપાની એન્જિનિયર બીજે દિવસે બરાબર ૧૦ વાગે સ્થળ પર પહોંચ્યો, ત્યાં એક પણ ભારતીય એન્જિનિયરને આવેલા ન જોઇને તેને ખૂબ આશ્ચર્ય થયું.લગભગ અડધા કલાક પછી ભારતીય એન્જિનિયરો ત્યાં પહોંચ્યા.

એમને જોઇને જાપાની એન્જિનિયર ગુસ્સાથી લાલચોળ થઇ ગયો અને તાડુક્યો, 'તમે મને ૧૦ વાગ્યાનો સમય આપ્યો હતો. હું અડધા કલાકથી અહીં આવીને ઊભો છું. તમારે સાડા દસ વાગે આવવું હતું તો મને દસ વાગ્યાનો સમય કેમ આપ્યો? તમને સમયની કદાચ કિંમત નહીં હોય. મારે મન એકએક મિનિટનું મૂલ્ય છે.’ ભારતીય એન્જિનિયર માથું ઝુકાવી સાંભળી રહ્યા. આ આક્ષેપ કહો તો આક્ષેપ પણ જીવનની... સામાન્ય માણસના જીવનની વાસ્તવિકતાનું આ ચિત્રણ છે. અને આ આક્ષેપ લાગુ પડે છે સમય બગાડનારાઓ માટે, સમય બચાવનારાઓ માટે નહીં.

આ આક્ષેપ એમના માટે છે જે કહે છે... 'મારે સમય પસાર કેવી રીતે કરવો એ પ્રોબ્લેમ છે... I want to kill the time.’‍.પ્ત સમય એ kill કરવાની વસ્તુ છે કે ‘Skillfully use’ કરવાની? સમયને આવતો જ ઝડપો. વીતી ગયેલી પળની કોઇ કિંમત નથી. શેક્સપિયરે એક ચિત્ર બનાવ્યું હતું. માણસના ચહેરા જેવી પણ આંખ, કાન, નાક વગરની માત્ર રેખાકૃતિ ચહેરાના આગળના ભાગમાં વાળનો ગુચ્છો અને પાછળ ટાલ હતી. નીચે લખ્યું હતું- 'સમય’.

ચિત્ર જોનારા સમજી શકતા ન હતા કે સમયનું આ તે કેવું ચિત્ર? કોઇએ પ્રશ્ન કર્યો ત્યારે શેક્સપિયરે કહ્યું કે, 'સમયને આવતો ઝડપવાથી જ તે ઝડપાય છે, પાછળથી પકડવાથી તો માત્ર ટાલ જ હાથમાં આવે છે’ 'સમય નથી’ કહેનારા બહુ મોટી આત્મવંચના કરે છે. એમાંના મહદંશે આળસ કે પ્રમાદના શિકાર હોય છે. સમય તો છે પણ એની યથાર્થતા, એની ઉપયોગિતા સમજાતી નથી અને માટે એનો સદુપયોગ પણ થતો નથી. સમયના યોગ્ય ઉપયોગ માટે પ્રખર ઇચ્છાશક્તિની જરૂર છે.

પૈસા અને ઘીની જેમ એનો ઉપયોગ કરવાની છે... Time is money, Time is everything. સમયને કામ સાથે સંબંધ છે, તેમ આળસ સાથે પણ નાતો છે. કર્તવ્યશીલ વ્યક્તિ સમયને ઓળખે છે, પ્રમાદી વ્યક્તિને સમય ઓળખે છે. સમયની પ્રત્યેક પળનો ઉપયોગ કરનાર કર્મનો આનંદ અનુભવે છે. વેડફનાર અંતે તો હતાશ નિરાશાની ગર્તામાં ધકેલાય છે, વિષદ સમયનું મૂલ્ય ન સમજનાર અનેકોનો સમય બગાડે છે... પરિણામસ્વરૂપ તે સમાજનો દ્રોહી છે.

સમયનો સદુપયોગ મનને આનંદ આપે છે. Time Management વર્તમાનયુગનો એક મહત્ત્વનો વિષય બન્યો છે. સમયના સંતુલનને યોગ્ય રીતે સમજનારો માણસ પોતાની દિનચર્યા પણ સંતુલિત રીતે ગોઠવે છે. એવા માણસની દિનચર્યામાં ગજબનું સામંજસ્ય હોય છે. પોતાને કરવાનાં કામોનું પ્રમાણ, પોતે પ્રાપ્ત કરવાનું ધ્યેય અને પોતાની પાસે ઉપલબ્ધ સમય... એના સુભગ સમન્વય માટેનો એનો પ્રયત્ન હોય છે. અને એટલે જ શૂન્યમાંથી સર્જન કરનારા સફળ થઇ શકે છે સફળતાની અમૂલ્ય ચાવી સમયને ઓળખવામાં છે.

સમય ત્રણે કાળ-વર્તમાન, ભૂત અને ભવિષ્યનો સાક્ષી છે. સમયનાં સાંનિધ્યમાં આકાર લેતી ઘટનાઓમાં ક્યાંક પુરુષાર્થનો તો ક્યાંક પ્રારબ્ધનો પ્રભાવ જણાય છે. ઇચ્છાશક્તિ અને પુરુષાર્થ દ્વારા, વિચાર અને મનની શક્તિના પ્રભાવ દ્વારા ઘટતી ઘટના આત્મસંતોષ નામના તત્ત્વને જન્મ આપે છે. સમય એ એક પ્રકારની મૂડી છે જેનું યોગ્ય રોકાણ (કખ્ત્ર્‍જ્ઞ્ક્ર્‍ખ્ઞ્) કરવાથી મૂડી વધે છે. દિવસની ક્ષણેક્ષણનો રચનાત્મક ઉપયોગ થવો જોઇએ. પોતાની રુચિ-પ્રકૃતિ અનુસાર પ્રવૃત્તિનું રોચક અને રસિક આયોજન આપણે જરૂર કરી શકીએ.

એક અમેરિકન વ્યંગકારે કહ્યું છે, 'તમારે જો કોઇ કામ પતાવવું હોય, ને ઝડપથી પતાવવું હોય તો કોઇ અતિ વ્યસ્ત માણસને એ સોંપી દેજો. એ ગમે તેમ કરીને, સમય કાઢીને સમયસર તમારું કામ જરૂર પતાવી દેશે.’ વિશ્વયુદ્ધના સમયમાં ચર્ચિ‌લ રોજ બાવીસ કલાક કામ કરતો અડધી દુનિયાની જવાબદારીવાળો આ માણસ એ પછી પણ ચિત્રકામ માટે સમય કાઢતો સર એવબરી એમને પૂછતા: 'કલાસાધના માટે તમે સમય ક્યાંથી કાઢો છો?’ ચર્ચિ‌લે કહ્યું, 'માત્ર આળસુઓ જ સમયના અભાવની ફરિયાદ કરે છે. જેઓ કામગરા છે એમને સમયાભાવ કદી નડતો નથી.’'

કિશોર મકવાણા

સેલફોન શરીરનું અવિભાજય અંગ નથી

સેલફોન શરીરનું અવિભાજય અંગ નથી
સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ
હું ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન ચંડીગઢના આકાશવાણી કેન્દ્ર પર કાર્યરત હતો ત્યારે મારે મિટિંગ માટે ત્રિવેન્દ્રમ જવાનું હતું. દિલ્હીથી ત્રિવેન્દ્રમ પહોંચવા ચોપનેક કલાકની મુસાફરી કરવાની હતી. આટલો લાંબો નિરાંતનો સમય ભાગ્યે જ મળે. બે કામ સાથે રાખ્યાં. મેં નિર્મલ વર્માની હિન્દી નવલકથા ‘એક ચીથડા સુખ’ના ગુજરાતીમાં કરેલા અનુવાદની હસ્તપ્રત સાથે રાખી, જેથી ટ્રેનમાં એના પર નિરાંતે કામ કરી શકું. દળદાર નવલકથા ‘શિંડલર્સ લિસ્ટ’ વાંચવા માટે લીધી. મને ખબર હતી, ટ્રેનમાં આટલા કલાકો એકલો હોઇશ ત્યારે મને કોઇપણ જાતનો વિક્ષેપ નડશે નહીં.
હું જતાં-આવતાં બંને કામ સંતોષજનક રીતે પૂરાં કરી શક્યો. થોડા સમય પહેલાં હું શતાબ્દી એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત જતો હતો. એક ગુજરાતી વાર્તાસંગ્રહ સાથે રાખ્યો હતો. હું એ વાંચી શક્યો નહોતો. બંને ઘટનાઓ વખતે ફરક માત્ર એટલો જ હતો કે ત્રિવેન્દ્રમના પ્રવાસ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ એટલો વ્યાપક બન્યો નહોતો. સુરત જતો હતો ત્યારે ડબામાં ચારે બાજુ જુદા જુદા પ્રવાસીઓ સેલફોન પર સતત વાતો કરતા હતા.કેરેન એક્સકોર્ન નામના અમેરિકાના કોર્પોરેટ ટ્રેઇનિંગ કન્સલટન્ટ ટ્રેઇનિંગ સેમિનારમાં ભાગ લેવા આવતા લોકોની વર્તણૂંક વિશે લેખ લખ્યો છે.
એમણે સેમિનાર શરૂ થયો તે પહેલાં પાર્ટિસપિેન્ટ્સને સેલફોન સ્વિચઓફ કરવા વિનંતી કરી. એમની વિનંતીની ખાસ અસર થઇ નહોતી. બીજા દિવસે તેઓ જાતે દરવાજા પર ઊભા રહ્યા અને અંદર આવનાર દરેકને નાની થેલી આપીને કહેતા હતા. તમારો સેલફોન થેલીમાં મૂકી દો. તમારું નામ લખી દો. લંચ બ્રેક વખતે ફોનનો ઉપયોગ કરી શકશો. કેટલાય લોકોએ કહ્યું કે અમે સેલફોન સાઇલન્સ મોડ પર મૂકી દેશું. વિક્ષેપ નહીં થાય. એ સંમત થયા. વ્યાખ્યાન દરમિયાન કેટલાય જણ માથું નીચું રાખી, ખોળામાં મૂકેલા ફોન પર મેસેજ મોકલતા હતા અને આવેલા મેસેજ વાંચતા હતા.
લંચ પછી ફરજિયાતપણે બધાના સેલફોન થેલીઓમાં કેદ કરવા પડ્યા હતા.સમુદ્રકિનારે અઠવાડિયા માટે યોગ-શિબિરનું આયોજન થવાનું હતું. એક મોટી કંપનીના સી.ઇ.ઓ.ને સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે એ શિબિરમાં જવું અનિવાર્ય લાગ્યું. જાણવા મળ્યું કે શિબિરમાં સેલફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાશે નહીં. એ ગભરાઇ ગયા. ફોન વિના કે કમ્પ્યુટર વિના ચાલે જ કેમ. એ શરતમાંથી રાહત આપવા આયોજકોને વિનંતી કરી. આયોજકોએ જણાવ્યું શિબિરનો હેતુ માનસિક શાંતિ માટે છે. ભાઇએ કહ્યું, દિવસમાં એકાદ કલાક માટે તો છુટ આપો. જવાબ મળ્યો.
અમે નેટવર્ક મળે જ નહીં એવી જગ્યા શિબિર માટે પસંદ કરી છે. કોઇ ઉપાય નથી? છેને, દર સાંજે ટેક્સી ભાડે કરી, વીસ-ત્રીસ માઇલ દૂર જજો. ત્યાં તમને નેટવર્ક મળશે. મોટી કંપનીના વડા સેલફોનના વિરહનો સ્ટ્રેસ સહન કરી શકે તેમ નહોતા.દરેક આધુનિક સાધનોના અનેક ફાયદા છે, સેલફોન પણ એવું સાધન છે. પરંતુ એના ઉપયોગના અતિરેક-એડિકશનને લીધે ફાયદાની સરખામણીમાં ગેરફાયદા વધારે થાય છે. સંગીતસભામાં બેઠેલા લોકો ફોન બંધ રાખી શકતા નથી. પૂજારી પૂજા કરાવતો કરાવતો મોબાઇલ ફોન પર વાતો કરે છે, ટ્રેનમાં વહેલી સવારે ઊતરવાનું સ્ટેશન આવતું હોય ત્યારે થોકબંધ રિંગ ટોન સંભળાવા લાગે છે ને બીજા મુસાફરોની ઊંઘ ઊડી જાય છે.
અમારા પડોશીએ દસમા ધોરણમાં સારી રીતે પાસ થયેલા દીકરાને મોબાઇલ ફોન ભેટ આપ્યો, બારમા ધોરણની પરીક્ષા સમયે એ ખૂંચવી લેવો પડ્યો. દીકરાનું અભ્યાસમાં ધ્યાન જ રહેતું નહોતું. સેલફોનના અતિરેકને લીધે થતી શારીરિક તકલીફોની વાત રહેવા દઇએ. વ્યક્તિના જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ. મગજને જરૂરી આરામ મળતો નથી. જો તમે રોજના સો મેસેજ મોકલતા હો તો તમે એટલો સમય એકલા રહેવાની સ્વતંત્રતા ગુમાવો છો. મેસેજ લખો, જવાબ વાંચો, પાછો જવાબ લખો. આપણે કોઇ જાતના બાહ્ય વિક્ષેપ વિના વિચારવાની કે મગજને આરામ આપવાની તક સેલફોન જેવી સવલતોને આધીન કરી દીધી છે.
આખો દિવસ ખૂબ કામ કરીને રાતે અગિયાર-સાડા અગિયારે ઊંઘવા જવું એ જન્મસિદ્ધ અધિકાર છે. આંખ મીંચાઇ નથી ત્યાં રિંગ સંભળાય છે કે મેસેજ આવવાનો સંકેત મળે છે. ડિનર વખતે આખું કુટુંબ દિવસમાં પહેલીવાર સાથે મળ્યું છે. એ વખતે પણ લોકોનું ધ્યાન મોબાઇલ ફોનમાં જ હોય છે. મહેમાન આવ્યા છે, ડ્રોઇંગરૂમમાં બેઠેલા જણે જણનો ફોન એક પછી એક રણક્યા કરે છે. હવે તો કુટુંબના બધા સભ્યો પાસે સેલફોન છે. પત્નીને ગુડ નાઇટ કિસ નહીં કરીએ તો ચાલશે. સેલફોનને દિવસમાં થોડા થોડા સમયે ગુડ બાય કિસ કરીને સ્વિચ ઓફ કરી દેવાની ટેવ પાડવા જેવી છે. કોઇએ કહ્યું છે, સેલફોન તમારા શરીરનું અવિભાજય અંગ નથી. ‘
સેલફોનના અતિરેકને લીધે જીવનમાંથી ચોરાઇ જતી સ્વતંત્રતાનું શું? સેલફોનના વ્યસનથી આપણે અંગત એકાંત ગુમાવી બેઠા છીએ.

વીનેશ અંતાણી

Wednesday, March 5, 2014

Lok Sabha Election 2014 Date State Wise

Lok Sabha Election Start Date: 07/04/2014
Lok Sabha Election Last Date: 12/05/2014
Lok Sabha 2014 Result Date: 16/05/2014
Lok Sabha Election 2014 Date Schedule:
Lok Sabha Election 2014 Date State Wise Schedule

Thursday, January 30, 2014

ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી સાવધાન, થઇ શકે છે ભારે નુકસાન


નવી દિલ્હી, 30 જાન્યુઆરી

સાયબર સુરક્ષા વિશેષજ્ઞોએ બેકિંગ ક્ષેત્રમાં એક નવા વાયરસની તપાસ કરી છે અને આ દેશમાં ઓનલાઇન બેકિંગ ટ્રાન્જેક્શન માટે ખતરો છે. આ વાયરસથી કોઇની પણ ખાનગી માહિતી ચોરી શકાય છે. આજ કારણે સરકારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરનાર લોકોને સર્તક રહેવાની ચેતવણી આપી છે. આ વાયરસને ડેક્સટર, બ્લૈક પીઓસ, મેમોરી ડંપ એન્ડ ગ્રોબર જેવા અલગ અલગ નામથી આળખવામાં આવે છે અને આને બ્લેક વાયરસ કહેવામાં આવે છે, આ ટ્રોજન ક્ષેણી છે.

ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આરબીઆઇએ ડેબિટ કાર્ડ ધારકો માટે ઓન લાઇન ખરીદી કરવા માટે પીન નાંખવો અનિવાર્ય કરી દીધો હતો. આના પછી આ વાયરસ રિટેલ ટર્મિનલો ઉપર લગાવવામાં આવેલા પોઇન્ટ ઓફ સેલ કાઉન્ટર્સ ઉપર સક્રિય કરવામાં આવ્યા છે. આ બ્લેક વાયરસ એવો વાયરસ છે જે સિસ્ટમમાં પ્રવેશીને સુરક્ષા પ્રાયવર્સીને તોડી નાંખે છે. આ વાયરસ આવ્યા પછી કાર્ડ ધારકનું નામ, એકાઉન્ટ નંબર, કોર્ડની એક્સપાઇયરી ડેટ, સીવીવી કોડ અને અન્ય ઉપયોગી જાણકારીની ચોરી કરીલે છે અને ત્યાર પછી ફિશિંગ હુમલો થાય છે જેથી કાર્ડ ધારકને આર્થિક નુકશાન ભોગવવું પડે છે. 

'ગાંધી નિર્વાણ દિન' ખાસ ગાંધીજીનાં ચિત્રવાળું ખાદી કવર લોન્ચ કરાયું



રાજકોટ, 30 જાન્યુઆરી

આજે ગાંધી નિર્વાણ દિન નિમિતે રાજકોટ શહેરની આત્મીય કોલેજમાં ગાંધીના છાપાઓ સહીતની કૃતિઓ તેમના સ્મરણોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથો સાથ ગુજરાતમાં પહેલીવાર આત્મીય કોલેજના સંચાલકોએ “ગાંધીજીના ફોટા વાળું ખાદીનું કવર” બનાવી લોન્ચ કર્યું હતું જે ટુંક સમયમાં દરેક ખાદી ભવનોમાં જોવા મળશે. આ ખાદી કવર પર ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી એ પોતાના હસ્તાક્ષર કરી શુભેરછા આપી હતી.

આ વીશે આત્મીય કોલેજનાં ટ્રસ્ટી નલીન ઝવેરીએ જણાવ્યું હતું કે, ખુબજ ટુંકા સમયમાં ગાંધીજીના ચિત્ર વાળું આ ખાદી કવર ગુજરાત ના દરેક ખાદી ભવનમાં જોવા મળશે અને લોકોઆ ખાદી કવરને ખરીદી પણ શકશે.

આજે ૩૦ મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, આજે આત્મીય સંકુલમાં અમે લોકો એ અહી એક ખાદી નું કવર કે જે અત્યાર સુધીમાં મારા ધ્યાન મુજબ પેહલી વખત લોન્ચ થયું છે અને એ કવર ની ખાસિયત એ છે કે એમાં એક ગાંધીજી નું ચિત્ર દોરેલ છે અને ભવિષ્ય માં એ કવર માર્કેટ માં ખાદી ભંડારો માં પણ મળતું રહેશે

રાષ્ટ્રધ્વજની રચનાનો રસપ્રદ ઇતિહાસ


Jan 25, 2014 02:34

રાષ્ટ્રધ્વજ દરેક દેશની ઓળખ હોય છે. રાષ્ટ્રધ્વજ દેશનાં ગૌરવ અને સન્માન સાથે જોડાયેલો હોય છે. રાષ્ટ્રધ્વજથી જ એ દેશની નીતિઓ અને વિચારધારાઓ પ્રદર્શિત થાય છે. દરેક રાષ્ટ્રનો એક ધ્વજ હોય છે જે તેની સ્વતંત્રતાનો સંકેત આપે છે. આપણાં દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો છે, જે ભારતની શાન છે. રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ અને ચક્રનો એક ખાસ અર્થ તથા મહત્ત્વ છે. ભારતીય રાષ્ટ્રધ્વજની રચના પિંગલી વૈંકૈયાનંદે કરી હતી અને તેને ૨૨ જુલાઈ, ૧૯૪૭માં યોજાયેલી ભારતીય સંવિધાન સભાની બેઠકમાં અપનાવવામાં આવ્યો હતો. બાળમિત્રો! આપણો રાષ્ટ્રધ્વજ આજે જેવો દેખાય છે એવો પહેલાં નહોતો દેખાતો. આજના રાષ્ટ્રધ્વજની પાછળ તેનો ઇતિહાસ છુપાયેલો છે. આવતી કાલે આપણો ૬૫મો ગણતંત્ર દિવસ છે ત્યારે આ અવસર ઉપર આપણાં રાષ્ટ્રધ્વજની પાછળ છુપાયેલા ઇતિહાસ ઉપર નજર કરીએ
પ્રથમ રાષ્ટ્રધ્વજ
આપણો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ૭ ઓગસ્ટ, ૧૯૦૬માં કલકત્તાના પારસી બાગાન ચોક જે આજે ગ્રીન ચોક તરીકે ઓળખાય છે તેમાં બંગાળ વિભાજનના વિરોધમાં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાલ, લીલા અને પીળા રંગની એમ ત્રણ પટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ઉપરની પટ્ટી લીલા રંગની હતી જેમાં અડધાં ખીલેલાં કમળનાં ફૂલ દર્શાવવામાં આવ્યાં હતાં. બીજી પટ્ટી પીળા રંગની હતી જેમાં વચ્ચે વંદે માતરમ્ લખેલું હતું અને છેલ્લી લાલ રંગની પટ્ટીમાં ડાબી બાજુ ચાંદ અને જમણી બાજુ સૂરજ બનાવવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રધ્વજ ૧૯૦૪માં સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બીજો રાષ્ટ્રધ્વજ
ભારતનો બીજો રાષ્ટ્રધ્વજ પેરિસમાં ભીખાઈજી કામા તથા ૧૯૦૭માં ઘરવિહોણા કરેલા અમુક ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ પણ પહેલા રાષ્ટ્રધ્વજ જેવો જ હતો માત્ર એમાં ઉપરની પટ્ટીમાં કમળની જગ્યાએ તારા બનાવવામાં આવ્યા હતા. આ તારા સપ્ત ઋષિને દર્શાવતા હોય એવું માનવામાં આવતું હતું. બર્લિનમાં યોજાયેલા સમાજવાદી સંમેલનમાં પણ આ રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ત્રીજો રાષ્ટ્રધ્વજ
દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ ૧૯૧૭માં આવ્યો જ્યારે ભારતીય રાજનીતિએ એક નવો વણાંક લીધો. ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે ઘરેલુ શાસન ઝુંબેશ દરમિયાન આ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજમાં ૫ લાલ અને ૪ લીલી પટ્ટીઓ હતી અને તેમાં સપ્ત ઋષિના સાત તારા સિવાય ડાબી બાજુ યુનિયન જેક તથા જમણી બાજુ અર્ધચંદ્ર ને તારા દર્શાવવામાં આવ્યા હતા.
ચોથો રાષ્ટ્રધ્વજ
અખિલ ભારતીય કમિટીનું સત્ર જે ૧૯૨૧માં બેજવાડામાં (જે આજે વિજયવાડા તરીકે ઓળખાય છે) કરવામાં આવ્યું હતું. એમાં આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવી ગાંધીજીને આપ્યો. આ ધ્વજ લાલ તથા લીલા રંગોનો બનેલો હતો જે ભારતના બે મુખ્ય સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. લાલ રંગ હિંદુ તથા લીલો મુસ્લિમ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીએ સલાહ આપી કે ભારતના બાકીના સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે તેની ઉપર એક સફેદ પટ્ટી તથા રાષ્ટ્રની પ્રગતિનો સંકેત આપવા માટે તેની વચ્ચે એક ચાલતો રેંટિયો હોવો જોઇએ.
પાંચમો રાષ્ટ્રધ્વજ
વર્ષ ૧૯૩૧માં કરાંચીમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સત્રમાં એક ૭ સભ્યોની કમિટીએ એક ધ્વજ બનાવ્યો જેમાં માત્ર કેસરિયા રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા ધ્વજની ઉપરની બાજુ મરૂન રંગનો રેંટિયો બનાવવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે આ ધ્વજ રાષ્ટ્રધ્વજ તરીકે પસંદગી પામી નહોતો શક્યો.
છટ્વો રાષ્ટ્રધ્વજ
૧૯૩૧માં ભારતના રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં એક મહત્ત્વનું વર્ષ છે. આ વર્ષે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવા માટેના પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવી. આ ધ્વજને વર્તમાન રાષ્ટ્રધ્વજનો પૂર્વજ પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં પણ ત્રણ રંગની પટ્ટીઓ હતી જેમાં ઉપરની પટ્ટીનો રંગ કેસરી, વચ્ચેની પટ્ટીનો રંગ સફેદ અને નીચેની પટ્ટીનો રંગ લીલો હતો, પરંતુ તેમાં વચ્ચે ચક્રની જગ્યાએ રેંટિયો દર્શાવવામાં આવ્યો હતો. આ ધ્વજનું કોઈ પણ સાંપ્રદાયિક મહત્ત્વ નથી તે પણ જણાવવામાં આવ્યું હતું.
હાલનો રાષ્ટ્રધ્વજ
આ રાષ્ટ્રધ્વજને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાએ મુક્ત રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રધ્વજના રંગોમાં તો કોઈ ફેરફાર ન થયો, પરંતુ તેમાં રેંટિયાની જગ્યાએ સમ્રાટ અશોકના ધર્મચક્રને દર્શાવવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ દેશની શક્તિ અને સાહસ દર્શાવે છે જ્યારે વચ્ચેનો સફેદ રંગ ધર્મ ચક્રની સાથે શાંતિ તથા સત્યનું પ્રતીક છે તેમજ નીચેનો લીલો રંગ ફળદ્રુપતા, વિકાસ અને ભૂમિ પવિત્રતાનું પ્રતીક ગણાય છે. આ રાષ્ટ્રધ્વજમાં ધર્મ ચક્ર દર્શાવવાનો અર્થ છે કે 'જીવન ગતિશીલ છે અને રૂકાવટનો અર્થ મૃત્યુ છે.'

Tuesday, January 28, 2014

Pin code areawise post office


  
Matched Post Offices

Office Name
Pincode
District
Rajkot Jn. Plot S.O
360001
Rajkot
Rajkot Kalavad Road S.O
360001
Rajkot
Rajkot Malviyanagar S.O
360004
Rajkot
Rajkot Manahar Plot S.O
360002
Rajkot
Rajkot Mandvi Chowk S.O
360001
Rajkot
Rajkot Marketing Yard S.O
360003
Rajkot
Rajkot Metoda Gidc S.O
360021
Rajkot
Rajkot Millpara S.O
360002
Rajkot
Rajkot Mochi Bazar S.O
360001
Rajkot
Rajkot Municipal Corporation S.O
360001
Rajkot
1
2
3

Rajkot New Jagnath Plot S.O
360001
Rajkot
Rajkot Parsi Agiyari Chowk S.O
360001
Rajkot
Rajkot Popatpara S.O
360001
Rajkot
Rajkot Postal Colony S.O
360004
Rajkot
Rajkot Race Course Road S.O
360001
Rajkot
Rajkot Sau Uni Area S.O
360005
Rajkot
Rajkot Sorathiawadi S.O
360002
Rajkot
Rajkot Udyognagar S.O
360002
Rajkot
Rajkot Vivekanandnagar S.O
360002
Rajkot


Rajkot Raiya Road S.O
360007
Rajkot
Rajkot Aji Ind Estate S.O
360003
Rajkot
Rajkot Bedipara S.O
360003
Rajkot
Rajkot Bhaktinagar S.O
360002
Rajkot
Rajkot Bhomeshwar Plot S.O
360006
Rajkot
Rajkot City S.O
360001
Rajkot
Rajkot Collectorate S.O
360001
Rajkot
Rajkot D H College S.O
360001
Rajkot
Rajkot H.O
360001
Rajkot
Rajkot Jairaj Plot S.O
360001
Rajkot
1
2
3