Monday, December 26, 2011

ફેસબુકનું નવું ફંકશન ટાઈમલાઈન લોન્ચ થયું


નેટ વર્કિંગ
ફેસબુકે તાજેતરમાં જ લોન્ચ કરેલું ટાઈમલાઇન નામનું ફિચર યુઝર્સને ફેસબુક પર એકાઉન્ટ ઓપન કર્યું ત્યારથી અત્યાર સુધીનાં દરેક વોલ પોસ્ટ, કમેન્ટ, ફોટોગ્રાફ્સ, ફ્રેન્ડ્સ કોમ્યુનિકેશન વગેરેને જોવાની સુવિધા આપે છે. ફેસબુકનાં ઢગલાબંધ પેજીસ ફેરવ્યાં વિના જ તમે જૂની પોસ્ટને માત્ર એક ક્લિક પર જ જોઈ શકશો. ભારતનાં ત્રણ કરોડથી પણ વધુ ફેસબુક યુઝર્સની સાથે આઈપેડ અને આઈફોન કે એન્ડ્રોઇડ ફોનનાં યુઝર્સ આ ટાઈમલાઇન ફીચરનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત જૂની ફેસબુક પ્રોફાઈલના પેજમાં યુઝર્સે પોસ્ટ કરેલી સૌથી તાજી પોસ્ટ અને બીજાની પોસ્ટ પણ જોઇ શકાતી હતી. પરંતુ ટાઈમલાઇને એક મોન્ટાજ નામની એક સ્ક્રેપબુક બનાવી છે, જેમાં ફોટો, લિંક અને દરેક મહિનાની અપડેટની સાથે જ્યારથી યુઝર ફેસબુક પર એક્ટિવ થયો હોય ત્યારની દરેક અપડેટનો ડેટા પણ બતાવી શકશે.
ફેસબુકના બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે કે, યુઝર્સને ટાઈમલાઇન એક્ટિવેટ કરવા માટે ટાઈમલાઇનનું નોટિફિકેશન આવશે. અથવા યુઝર્સ પોતે પણ facebook.com/about/timeline પર વિઝિટ કરીને આ સુવિધા એક્ટિવેટ કરી શકશે. થોડા સમય પછી દરેક પ્રોફાઇલ એક નવાં જ લૂકમાં જોઇ શકાશે. પરંતુ કંપનીનાં કહેવા મુજબ, આ નવા લૂક પરથી જૂનાં લૂક પર સ્વિચ થઈ શકાશે નહીં. મોટી મુશ્કેલી એ છે કે ટાઈમલાઇન ખૂબ જ વિસ્તૃત માહિતી આપે છે. આ સિવાય તેમાં ન્યૂઝ ફિડ નામે મેમરી મેનેજમેન્ટની ગેમ છે, જેમાં દરેક તાજી માહિતી અપાય છે. જ્યારે ટાઈમલાઇનમાં ભૂતકાળનો ડેટા પૂરો પાડવામાં આવે છે.
ટાઈમલાઇનનાં ડેટા મેમરીના બદલે ડિસ્કમાં રેકોર્ડ થાય છે. સામાન્ય હાર્ડ ડિસ્ક ડિસ્ક ૧૦૦૦૦ આર.પી.એમ.ની ક્ષમતા ધરાવે છે. પરંતુ જ્યારે એકસાથે લાખો યુઝર્સ એક વેબ પર ડેટા એક્સેસ કરતાં હોય ત્યારે તેનું મેનેજમેન્ટ કરવું ઘણું મુશ્કેલી બની જાય છે, તેથી જ આ ઘણું મહત્ત્વનું ફંકશન છે.