Tuesday, September 25, 2012

હવે કાશ્મીરથી UK વિમાનમાં નહીં, બસમાં જઈ શકાશે

લંડન, 25 સપ્ટેમ્બર

દેશમાં દિલ્હીથી વાઘા બોર્ડર થઈને લાહૌર સુધી જતી બસ વિશે તો તમે સાંભળ્યું છે, પરંતુ હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે કાશ્મીરથી સીધા લંડન બસમાં મુસાફરી કરી શકશો. તમને સાંભળીને આશ્ચર્યં જરૂર થયું હશે, પરંતુ યુકે સરકાર આ યોજના વિશે વિચારી રહી છે.

સરકારે જમ્મુ-કાશ્મીરનાં મીરપુરથી સીધી બર્મિંગહામ સુધીની લંબાઈ માપી લીધી છે, જે લગભગ 4000 માઈલ છે. ભારત થી બર્મિંગહામ બસમાં પહોંચવામાં 12 દિવસો લાગશે અને એમાં કોઈ શંકા નથી કે આ સફર વિશ્વની સૌથી રોમાંચક બસ મુસાફરી કહેવાશે અને વિશ્વનો સૌથી લાંબો બસ રૂટ કહેવાશે.

જો કે આ બસ લંડન નહીં, પરંતુ યુકેનાં બર્મિંગહામ સુધી જશે, કારણ કે બર્મિંગહામમાં કાશ્મીરીનો વસ્તી વધુ રહે છે, જેથી તેમને સાનુકૂળ થઈ જશે. આ ડાયરેક્ટ બસ સેવા ચાલુ થઈ જશે, ત્યારે તેની એક વ્યક્તિની ટિકીટની કિંમત 130 પાઉન્ડ રાખવામાં આવશે. બર્મિંગહામથી લંડન માત્ર 163 કિમીનાં અંતરે આવેલું છે.

લંડનનાં એક સમાચારપત્રનાં જણાવ્યાં પ્રમાણે 12 દિવસ સુધીની બસની મુસાફરી સામે સુરક્ષાનાં પ્રશ્નો ઉભાં થશે, કારણ કે આ રૂટની બસ કાશ્મીરથી નીકળ્યાં બાદ પાકિસ્તાનનાં ક્વોટા એક સ્ટોપ કરશે, જેની નજીક અફઘાનિસ્તાનની બોર્ડર છે, જ્યાં તાલિબાનો પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે. આ ટ્રેન ઈરાનનાં રાજ્યોમાં થઈને યુકે પહોંચશે.

એકવાર તો તમે ભારતની આ ટ્રેનની મુસાફરી જરૂર કરજો, તસવીરો
આમ તો ભારતમાં એક સ્થળેથી બીજી જગ્યાએ તેમને સરળતાથી ટ્રેન મળી જશે, પરંતુ જો તમે મહારાષ્ટ્ર ટ્રેનમાં ફરવા માંગતા હોવ તો તમને અદ્યતન .......

શ્રમજીવી એક્સપ્રેસ એવી તો દોડી કે ડ્રાઈવરને કરવો પડ્યો સસ્પેન્ડ
ભારતીય રેલવે હંમેશાં હેરત પમાડે તેવાં ઉદાહરણો પૂરાં પાડે છે, આવી જ એક ઘટના બિહારમાં બની છે, જેમાં ટ્રેન ડ્રાઇવર.......