Monday, November 7, 2011

નન બનવા ઇચ્છતી વેનેઝુએલાની ઇવિઅન સાર્કોસ મિસ વર્લ્ડ બની


લંડનતા. ૭
લંડનમાં અર્લ્સ કોર્ટ ખાતે ભારે ઝાકઝમાળ વચ્ચે યોજાયેલી ૬૧મી મિસ વર્લ્ડ સૌંદર્યસ્પર્ધામાં મિસ વર્લ્ડનો ખિતાબ મિસ વેનેઝુએલા ઇવિઅન સાર્કોસે જીત્યો છે. મિસ ફિલિપાઇન્સ ગ્વેન્ડોલિન રુઆઇસ ફર્સ્ટ રનર-અપ અને મિસ પ્યુર્ટો રિકો એમેન્ડા પેરેઝ સેકન્ડ રનર-અપ રહી હતી. ઇવિઅન સાર્કોસને ગત વર્ષે મિસ વર્લ્ડ બનેલી અમેરિકાની એલેક્ઝાન્ડ્રિયા મિલ્સે તાજ પહેરાવ્યો હતો.
૨૨ વર્ષીય મિસ વેનેઝુએલા ઇવિઅન સાર્કોસે મિસ વર્લ્ડનો તાજ જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પાંચ ફૂટ ૧૧ ઇંચ ઊંચાઈ ધરાવતી ઇવિઅન નન(ખ્રિસ્તી સાધ્વી) બનવા માટેનો અભ્યાસ કરતી હતી. માતા-પિતાનાં અવસાનથી ૮ વર્ષની કુમળી વયે અનાથ બનેલી ઇવિઅન વેનેઝુએલાના કોજેડેસ ટાઉનના એક કોન્વેન્ટમાં ખ્રિસ્તી સાધ્વીઓની વચ્ચે જ ઊછરી હતી. ઇવિઅન પોતે પણ સાધ્વી બનવા જ ઇચ્છતી હતી પરંતુ તેની ખૂબસૂરતી તેને ખ્યાતિ અપાવી શકે તેમ હોવાનો અહેસાસ થતાં તેણે સાધ્વી બનવાનો વિચાર પડતો મૂક્યો હતો અને મોડલ તરીકે કરિયર શરૃ કરી હતી. તે હ્યુમન રિસોર્સિંસ (માનવ સંસાધન)માં ગ્રેજ્યુએટ પણ થયેલી છે.
ટોપ-૧૫માંથી ટોપ-૭ માટે પસંદ થયેલી સુંદરીઓમાં કોરિયાવેનેઝુએલાઇંગ્લેન્ડફિલિપાઇન્સપ્યુર્ટો રિકોદક્ષિણ આફ્રિકા અને સ્કોટલેન્ડની સ્પર્ધકોનો સમાવેશ થતો હતો જ્યારે ૧૫ સેમિફાઇનાલિસ્ટ્સમાં આ ૭ સ્પર્ધકો ઉપરાંત ઇન્ડોનેશિયાઇટાલી,સ્વિડનઝિમ્બાબ્વેકઝાખસ્તાનયુક્રેઇનઅમેરિકા અને સ્પેનની સુંદરીઓ સામેલ હતી.
ઇવેન્ટની શરૃઆત બ્રિટનના સૌથી પ્રતિભાશાળી સ્ટ્રીટ ડાન્સિંગ ગ્રૂપ 'ડાયર્વિસટી'ના ગ્રાન્ડ પર્ફોર્મન્સ સાથે થઇ હતીજે દરમિયાન ભારતની કનિષ્ઠા ધાંખર સહિત ૧૫૦ દેશોની સ્પર્ધક સુંદરીઓને ઇન્ટ્રોડયુસ કરાઇ હતી.
પરંપરા મુજબ મિસ વર્લ્ડ ફ્લેગ હવે આ ઇવેન્ટના આગામી યજમાન દેશ ચીનને સોંપવામાં આવ્યો હતો. ૨૦૧૨ની મિસ વર્લ્ડ ઇવેન્ટ ચીનના મોંગોલિયામાં સિટી ઓફ ઓર્ડોસ ખાતે યોજાશે.
મિસ વર્લ્ડ ઇવેન્ટની સાથે સાથે...
પશ્ચિમી લંડનમાં અર્લ્સ કોર્ટમાં મિસ વર્લ્ડ સૌંદર્યસ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું.
૧૫૦ દેશોની સુંદરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો.
હ્યુમન રિસોર્સીસમાં ગ્રેજ્યુએટ થયેલી ૨૨ વર્ષીય મિસ વેનેઝુએલા ઇવિઅન સાર્કોસે બાજી મારી.
ભારતની કનિષ્ઠા ધાંખર ટોપ-૧૫માં સ્થાન મેળવવામાં પણ નિષ્ફળ રહી.
ફાઇનલ સ્પર્ધા થઈ ત્યારે પણ આયોજનનાં સ્થળ ઉપર ૫૦થી વધુ મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયાં.
ફાઇનલ શરૃ થવાની સાથે જ મિસ વેનેઝુએલા હોટ ફેવરિટ હતી.
ગત વર્ષે મિસ વર્લ્ડ બનેલી અમેરિકાની એલેક્ઝાન્ડ્રિયા મિલ્સે સાર્કોસને તાજ પહેરાવ્યો.
મિસ ફિલિપાઇન્સ સૌંદર્યમાં બીજા ક્રમેમિસ પ્યુર્ટો રિકો ત્રીજા ક્રમે રહી.          
 




  • મિસ ફિલિપાઇન્સ ફર્સ્ટ રનર-અપમિસ પ્યુર્ટો રિકો સેકન્ડ રનર-અપ
  • ૮ વર્ષની વયે અનાથ બનેલી ઇવિઅને હ્યુમન રિસોર્સિંસમાં ગ્રેજ્યુએશન કર્યું છે