વિદ્યાર્થીઓ હંમેશાં વિચારતા હોય છે કે કઈ રીતે મહેનત કરે તો તે પરીક્ષામાં સારો દેખાવ કરી શકે? શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતર માટે વાચન જરૂરી છે તો પરીક્ષા માટેની તૈયારી કરતી વખતે ક્યા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ માટેની આ વેબસાઇટ છે. જેની વિઝિટ કરશો તો ભણવાની રીતોની જાણકારી તમને મળશે. આ વેબસાઇટમાં કેટલાક મુદ્દા આપવામાં આવ્યા છે જેમકે...
* વિદ્યાર્થીએ વાચન માટે ક્યો સમય પસંદ કરવો જોઈએ
* વાચનના ગાળામાં કે પરીક્ષા દરમિયાન કેવા પ્રકારનું ભોજન લેવું જોઈએ.
* વાચતી વખતે તમારી આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ.
* બેઠક વ્યવસ્થા કેવી રીતે ગોઠવશો કે જેથી તમને વાચનમાં તકલીફ ન પડે.
વેબસાઇટઃ http://studenthacks.org બિઝનેસમાં ક્યા માળખાગત વિભાગો હોવા જોઈએ કે જેથી બિઝનેસમાં સફળતા મળે, એ માટેની આ વેબસાઇટ છે. જેમાં બિઝનેસ કરવાની માળખાગત પદ્ધતિ છે. આ ઉપરાંત તેમાં કરિયર ગાઇડ નામનો વિભાગ પણ છે. જેનાથી વિદ્યાર્થીઓને આગળ જતાં ક્યું ક્ષેત્ર તેમના માટે ઉત્તમ રહેશે તેનું માર્ગદર્શન પણ મેળવી શકાશે.
વેબસાઇટઃ http://oedb.org