નવી દિલ્હી: તા. 5 નવેમ્બર
ઉત્તપ્રદેશના વિખ્યાત દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન આગામી 15મી નવેમ્બરે પર્યટકો માટે ખોલાશે. રાજ્યનાં મુખ્ય વન્ય જીવ સંરક્ષક વી.કે પટનાયકે લખનઉમાં આપેલી માહિતી મુજબ દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન 1861માં 303 વર્ગ માઈલ ક્ષેત્રફળમાં ખીરીમાં મોહન અને સુહેલી વચ્ચે પથરાયેલું આરક્ષિત વન જાહેર થયેલું છે. ત્યારબાદ સરકારે લખીમપુર ખીરી જિલ્લામાં 614 વર્ગ કિલોમીટર ક્ષેત્રને 1977માં સંરક્ષિત કરીને દુધવા રાષ્ટ્રીય અભયારણ્યની સ્થાપના કરી હતી. વર્ષ 1987માં 204 વર્ગ કિલો મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા કિશનપુર પશુવિહારને દુધવા અભયારણ્ય સાથે જોડીને દુધવા ટાઈગર રિઝર્વની સ્થાપના કરાઈ હતી. આ ટાઈગર રિઝર્વના કુલ ક્ષેત્રફળમાં 50-60 ટકા વિસ્તારમાં વન આવેલું છે. અહીં વૃક્ષોમાં સીસમ, નીલગીરી અને અનેક સહયોગી પ્રજાતિઓ આવેલી છે, આ સીવાય અહીં ઊંચા ઘાસ આચ્છાદિત ભૂ ભાગ આવેલો છે. ખાસ અહીં શિકારીઓ પર વિશેષ નજર રહે છે. વૉચ ટાવર પરથી સુરક્ષાકર્મીઓ આ ક્ષ્રેત્રનું નિરીક્ષણ કરતા હોય છે. આ અભયારણ્યમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દુધવા રાષ્ટ્રીય અભયારણ્યમાં ઘાસનાં મેદાનો અને આસપાસમાં નાનાં-મોટાં તળાવ, નાળાં આવેલાં છે, જે સમગ્ર વર્ષ દરમિયાન પાણીથી ભરાયેલા હોય છે. ઉનાળામાં કૂવા કે વાવમાંથી વન્યજીવો માટે પાણી ભરવામાં આવે છે. હિમાલની તળેટીમાં તરાઈ ક્ષેત્રમાં વસેલાં વિશાળ કળણભૂમિ અને જળવિસ્તારનો અનોખો સંગમ ધરાવે છે.
વિવિધ પ્રકારનાં જીવોઃ
અહીં સમૃદ્ધ પરિસ્થિતિને લીધે અહીં જુદાંજુદાં જીવજંતુ તેમજ પ્રાણીઓ વિચરણ કરતા હોય છે. 450 પ્રજાતિઓ અહીં નજરે પડે છે. આના લીધે વિદેશી સહેલાણીઓથી ટાઈગર રિઝર્વની મુલાકાત કરે છે. વન્યજીવો તેમજ પ્રવાસીઓની સુરક્ષા મુ્દ્દે આ ચોમાસા પૂર્વે 15મી જૂને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. આ ઉદ્યાન
વિશિષ્ટ પ્રસિદ્ધિ માટે અહીં અહીંની આબોહવા અને ભૌગોલિક વાતાવરણને આભારી છે. વાર્ષિક 1500 મિમિ વરસતા વરસાદને કારણે અહીં ભરપૂર વનસ્પતિ તેમજ વૃક્ષો હરિયાળી નજરે પડે છે.
પક્ષીઓની ભરમારઃ
અહીં શિયાળામાં હિમાલયના બર્ફિલા વિસ્તારોમાંથી પક્ષી પરિવાર નીચે ઊતરીને અહીં આવીને પોતાનું નિવાસ બનાવે છે. પક્ષિઓનાં પ્રજનનકાળ અને પર્યાવરણમાં ભોજન મળી રહેવા પર નિર્ભર કરે છે. નાના-મોટા જીવજંતુ ખાસ કરીને રહે છે. આ અભયારણ્યમાં વસન્તમાં ફળ-ફૂલ ખાનાર પક્ષીઓ સમગ્ર સીઝન દરમિયાન સમગ્ર વાતાવરણને ગુંજવી દે છે. અહીં વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જેમ કે મોર, કાગડા, કબૂતર બતક, બગલાં, મેના, બુલબુલ તો અન્ય દુર્લભ જાતના પક્ષીઓ પણ જોવા મળે છે