કારણ કે હુ મા છુ!!! -------જયકાંત જાની (USA) જે દિકરાને નવ મહિના પેટમા રાખ્યો , તે લગ્ન પછી નવ મહિનામા તેની વહુ ને લઇ જુદો થઇ ગયો, હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃ કારણ કે હુ મા છુ !!!! તેનો નવમા દિવસે ફોન આવ્યો, પુત્રવઘુને સારી જોબ મળી છે. મે પુછ્યુ તમારુ જમવાનુ ? તેણે કહ્યુ ” ટિફીન મંગાવીએ છીએ, હુ સમસમી ગઇ,હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ !!! નવરાત્રી ના દિકરાનો ફોન આવ્યો પુત્રવધૂ પ્રેગનન્ટ છે તમે સુવાવડ કરવા આવશો ને ?મે હા કહી. હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ !!! પુત્રવધુ એ પુત્રને જન્મ આપ્યો , પ્રપૌત્રનો ચહેરો જોઇ હુ રડી પડી, પુત્રે પુછ્યુ મમ્મી આ હર્ષ નાં આસું છે ? હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ !!! દિકરા એ પુછ્યુ : તમે તમારા ઘરે અમારાદિકરા નુ બેબી સિટિંગ કરશો ને ? હુ આ સાંભળી હસી. હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મા છુ !!! પછી ……… પ્રપૌત્રે એક દિવસ પુ્છ્યુ : ” મોટીબા તમે અમારાથી કેમ જુદા રહો છો ? હુ ચુપ રહીઃ કાઇ ન બોલીઃકારણ કે હુ મોટી મા છુ !!! -