સાયન્સ ટોક
થિયોડોલાઇટનો ઉપયોગ સડક નિર્માણના કામમાં કાટખૂણાનું માપ લેવા, સુરંગોની લંબાઈ અને સીધાપણું જોવા તથા સિવિલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલાં ઘણાં બધાં કામમાં થાય છે.
ડાાળમિત્રો, તમે બહાર ફરવા ગયા હશો ત્યારે જોયું હશે કે હાઇવે પર કેટલાક માણસો ટ્રોલી (ટ્રાઇપોડ) પર કેમેરા ગોઠવ્યો હોય તેવું યંત્ર લઇને રસ્તા પર કામ કરી રહ્યા હોય છે. તમને નવાઈ પણ લાગતી હશે કે આ શું કરતા હશે. મિત્રો, તે લોકો રસ્તાની માપણી કરી રહ્યા હોય છે અને તેમની પાસે જે યંત્ર હોય છે તેને થિયોડોલાઇટ કહે છે. જેનો ઉપયોગ આડા તથા ઊભા(હોરિઝોન્ટલ ને ર્વિટકલ) એન્ગલ્સને માપવા માટે થાય છે. આ સાધનની મદદથી નકશો બનાવનારા પૃથ્વીની સપાટી પર જુદી જુદી જગ્યાઓને એકબીજા સાથે જોડવા દિશાઓ તથા અંતરને માપી શકે છે. થિયોડોલાઇટનો ઉપયોગ સડક નિર્માણના કામમાં કાટખૂણાનું માપ લેવા, સુરંગોની લંબાઈ અને સીધાપણું જોવા તથા સિવિલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલાં ઘણાં બધાં કામમાં થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સાધનનો ઉપયોગ નક્ષત્ર વૈજ્ઞાાનિક પણ કરે છે તેઓ થિયોડોલાઇટની મદદથી કોણ માપી શકે છે. તે લોકો થિયોડોલાઇટનો જે ઉપયોગ કરે છે તેને સિસ્ટમ ઓફ ટ્રાયેન્ગ્યુલેશન કહેવામાં આવે છે. આ કોણને લીધે તેઓ પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેના અંતરને નક્કી કરે છે. આ સાધનનો વિકાસ ૧૬મી સદીમાં ગણિતજ્ઞા લિયોનાર્દ ડિગેસે કર્યો હતો. ઘણાં વર્ષો સુધી તેમાં નાના ફેરફાર થતા રહ્યા. અત્યારના આધુનિક થિયોડોલાઇટમાં હોરિઝોન્ટલી તથા ર્વિટકલ માપ લેવા માટે અલગ અલગ સ્વિવેલ પર ટેલિસ્કોપ લાગેલા હોય છે. એક સ્પિરિટ લેવલની મદદથી ચોક્કસ અંતર માપી શકાય છે. જ્યારે ટેલિસ્કોપને સરખી રીતે ગોઠવવામાં આવે ત્યારે આડા તથા ઊભા માપમાં કોણોનું શુદ્ધ માપ મળે છે.જેમાં ત્રિકોણની ભૂમિતિના પ્રમેય ને અન્ય નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે.
થિયોડોલાઇટને એક ટ્રાઇપોડ પર ગોઠવવામાં આવ્યું હોય છે. ફોટોથિયોડોલાઇટ નામનું અન્ય એક પ્રકારનું સાધન કેમેરા તથા ફોટોથિયોડોલાઇટનું મિશ્રણ કહી શકાય.એ પણ ટ્રાઇપોડ પર ગોઠવેલું હોય છે અને તેનો ઉપયોગ નકશાની તૈયારીમાં કરવામાં આવે છે.