Tuesday, May 21, 2013

અજમાવો 7 ટિપ્સ અને બનાવો તમારા વિકેન્ડને હિટ

21 મે

સવારમાં બહાર જવાનુ મન થાય છે અને સાંજ પડે છે તો કંટાળો આવી જાય છે.  થાક એટલો લાગ્યો હોય છે કે, ક્યાંય જવાનુ મન ના થાય. શુ તમે ટોયલેટ સીટ પર ઇ મેલ અને મેસેજ ચેક કરો છો? શું તમારી સાથે પણ આવુ થાય છે? શું તમને પણ કામનો ભાર લાગે છે?

જો આવુ થાય છે તો તમારા હેલ્થને પણ નુકશાન પહોંચી શકે છે કારણકે દિનચર્યા એવી થઇ ગઇ છે કે, ના સારી રીતે ઊંડો શ્વાસ લેવાનો સમય છે કે ના તો જમ્યા પછી સરખી રીતે તેને ચાવવાનો સમય છે.

તમે એટલા વ્યસ્ત થઇ જાવો છો કે, તમે તમારી લાઇફમાં વ્યવસ્થિત રીતે ખુશ પણ રહી શકતા નથી.

તમારા વિકેન્ડને હિટ બનાવા માટે વાંચો કેટલીક ટિપ્સ 

વિકેન્ડ દરમિયાન અન્ય ટેકનોલોજીને ઓફ કરી દો

નિયમ બનાવો કે, તમારા વિકેન્ડ પર તમારો ફોન બંધ રાખો તેના માટે ગમે તે એક સમય નક્કી કરી લો. ભલે તે સાંજનો સમય હોય કે પછી બપોરનો હોય પરંતુ સમય નક્કી કરીને તે સમયે તમારા ફોન અને ફોનના બધા નોટિફિકેશન્સથી દૂર રહો.

એરપ્લેન મોડ

જો તમે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો તો તે કલાકોમાં એરપ્લેન મોડ કરીને કબાટમાં બંધ રાખી શકો છો. આ રીતે તમે તમારા ફોનથી દૂર પણ રહેશો અને તમારા આવનારા ફોન છૂટશે પણ નહી.

યોગ કરો અને ઊંડો શ્વાસ લો

રોજની ભાગદોડ ભરી જીંદગીમાં કેટલીક વખત એવુ થાય છે કે, ઊંડો શ્વાસ લો અને તેને મહેસૂસ કરો. તમારા રજાની દિવસે સવારે ઉઠીને યોગ કરો અથવા સવારમાં ચાલવા જાવો. કોઇ પણ યોગ અથવા કસરત તમને રીફ્રેશ કરી દે છે.

ના કહેતા શીખો 

તમારે બહુ જ મોટુ સર્કલ હોય અને રજાના દિવસોમાં તમારી પાસે કોઇ લોંગ લિસ્ટ છે તો ક્યાં-ક્યાં જવુ છે તેવામાં જરૂરી  છે કે, તમે ના કહો કે પછી તેને અવગણો. થોડા પ્રમાણમાં સ્વાર્થી બનો અને તમારા પોતાના માટે સમય કાઢો.

ભરપૂર ઊંઘ લો 

ગમે તેટલી મસ્તીની પાર્ટી હોય પણ તમે કોશિશ કરો કે રજાના દિવસે તમે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ પૂરી કરી શકો.

અપનાવો કંઇક નવી રીતો

તમારા વીકેન્ડને ખાસ બનાવવા માટે તમે જે પણ કર્યુ હોય અને તમને જે પણ ચીજથી ખુશી મળતી  હોય તેને નોટ કરો. એવી કેટલીક ચીજો લખ્યા પછી તમારી પાસે આઇડીયાનુ લાંબુ  લિસ્ટ તૈયાર થઇ જશે જે તમને હંમેશા માટે કામ લાગશે.

સોશિયલ મીડિયાને ફ્રી કરો 

કેટલાક લોકો એવી રજાઓ માણવાનુ પસંદ કરે છે કે તે પૂરો દિવસ તેમના મિત્ર સાથે વાત કરશે અથવા ફેસબુક કે પછી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આરામથી સમય પસાર કરશે. તમે તમારા પોતાના આરામ માટે એક દિવસ એવો પસાર કરો કે, સોશિયલ મીડિયાથી ફ્રી રહો. રજાના દિવસોમાં સારા પુસ્તકો વાંચો કે પછી નવા લોકોની સાથે મુલાકાત કરો કે જેને તમે ક્યારેય પણ મળ્યા ના હોવ.