Wednesday, April 10, 2013

ભારતના પ્રાચીન સ્મારકોથી ૩૫ સ્મૃતિચિહ્નો લાપતા થયા



નવી દિલ્હી, 7 એપ્રિલ
સાંસ્કૃતિક વિરાસત જાળવનાર સંસ્થાનો ધડાકો
દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઐતિહાસિક ચીજવસ્તુઓ ગુમ થઈ
દિલ્હીમાંથી ૧૨ સંરક્ષિત સ્મૃતિઓ ગુમ થઈ
દેશની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે જવાબદાર સરકારી સંસ્થા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે ભારતના ૩૫થી વધુ સંરક્ષિત સ્મૃતિચહ્ન લાપતા થયેલા છે. આ લાપતા થયેલા અતિ કિંમતી અને અતિ અસામાન્ય સ્મૃતિચિહ્નની કોઈપણ ભાળ મળી નથી. દિલ્હીમાંથી સૌથી વધુ ૧૨ સ્મૃતિચિહ્ન લાપતા થયા છે જ્યારે ઉત્તર પ્રદેશમાંથી આઠ, ઉત્તરાખંડમાંથી ત્રણ સ્મૃતિચહ્ન લાપતા છે. ગુજરાતમાંથી બે સ્મૃતિચિહ્ન લાપતા થયા છે. આ લાપતા થયેલા સ્મૃતિચિહ્ન શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની ભાળ મળી રહી નથી. સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે હાલમા જ આ પ્રકારની કબૂલાત કરી હતી. ૧૨મી માર્ચના દિવસે સંસદમાં સરકારે કબૂલાત કરી હતી કે મહેસૂલમાં ઐતિહાસિક સ્થળમાંથી પણ કેટલીક ચીજ લાપતા છે જ્યારે રાજસ્થાનમાં ૧૨મી સદીના મંદિરમાંથી પણ ચીજો લાપતા થયેલી છે. આ ઉપરાંત દિલ્હીમાં પુલ ચાદર મુગલમાંથી પણ ચીજો લાપતા છે. મહારાજા શેરશાહની ગન પણ આસામમાં લાપતા થયેલી છે. ઘણી સદીથી દિલ્હી સપ્તાહના મુખ્ય કેન્દ્ર તરીકે રહ્યું છે જેથી અહીં ઘણી સ્મૃતિઓ રહેલી છે, જ્યારે જાળવણીની વાત આવે છે ત્યારે દિલ્હીનું ચિત્ર સૌથી નિરાશાજનક તરીકે ઊભરી આવે છે. દિલ્હીમાંથી કુલ લાપતા થયેલી સ્મૃતિઓ પૈકી ૧૨ સ્મૃતિઓ લાપતા છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાંથી સ્મૃતિચિહ્ન લાપતા છે. જાણકાર લોકોનું કહેવું છે કે આધુનિક નિર્માણ, અતિ ક્રમ અથવા તો બ્રિટિશ શાસન દરમિયાન નુકસાનના પરિણામ સ્વરૃપે આ ચીજો ગુમ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે સ્મારકોને જાળવી રાખવા માટે અસરકારક પગલાં જરૃરી છે. આમા સાવધાની પણ રાખવાની જરૃર છે. ઘણા સ્મારકો ઉપર અતિક્રમણની પ્રવૃત્તિ પણ જોવા મળી રહી છે. કુલ ૨૪૯ સ્મારકો ઉપર અતિક્રમણની પ્રવૃત્તિઓ થયેલી છે. પૃથ્વીરાજ ચૌહાણના હિસાર ખાતેના કિલ્લાની હાલત પણ સારી નથી. આગ્રાના જામા મસ્જિદની સ્થિતિ, ઇલોરાની ગુફાઓ, ગોલકોન્ડા કિલાની હાલત પણ કફોડી થયેલી છે, ઘણી જગ્યાઓ પરથી અતિક્રમણો દૂર પણ કરવામાં આવ્યા છે.
 
કયા રાજ્યમાંથી કેટલી કિંમતી ચીજવસ્તુ ગુમ..
 
સાંસ્કૃતિક વિરાસત જાળવવા માટેની જવાબદારી ધરાવનાર એએસઆઈએ કહ્યું છે કે દેશના જુદા જુદા રાજ્યોમાંથી ખૂબ જ અસામાન્ય ગણાતી ૩૫ જેટલી ઐતિહાસિક ચીજવસ્તુઓ ગુમ થઈ છે. આની હજુ સુધી ભાળ મળી નથી. કયા રાજ્યમાંથી કેટલી પ્રાચીન વસ્તુ ગુમ થઈ છે તેનો આંકડો નીચે મુજબ છે.
રાજ્ય લાપતા વસ્તુ
અરુણાચલ પ્રદેશ        ૧
આસામ         ૧
કર્ણાટક ૧
ગુજરાત         ૨
હરિયાણા        ૨
રાજસ્થાન       ૨
જમ્મુ કાશ્મીર   ૩
ઉત્તરાખંડ        ૩
ઉત્તર પ્રદેશ    
દિલ્હી            ૧૨
કુલ              ૩૫