Wednesday, January 16, 2013

તમે ગટરની અંદર ઘર જોયું છે? નહીં તો જુઓ


કોલંબિયા, 16 જાન્યુઆરી

કોઈએ સાચું જ કહ્યું છે કે જ્યારે મજબૂરી અને લાચારી હોય ત્યારે રહેવા માટેનાં સ્થાનની જગ્યા અને સાઈઝનું મહત્વ રહેતું નથી. તસવીરોમાં જોવા મળી રહેલું ઘર કોલંબિયાના શહેર મેડેલિનનાં રહેવાસી મિગેલ રેસ્ટ્રેપોનું છે. આ ઘર અન્ય ઘરો કરતાં અલગ છે, કેમ કે આ ઘર એક ખાલી ગટરની અંદર બનાવવામાં આવ્યું છે. આ ઘરમાં મિગેલ પોતાની પત્ની અને પાળતુ કૂતરા સાથે રહે છે.

છ સ્કવેર મીટર પહોળી અને 1.4 મીટર ઉંડી ગટરમાં રહેનાર 62 વર્ષીય મિગેલ ડ્રગનાં વ્યસની છે, એવામાં પણ તેમની પત્ની અને તેમનાં કૂતરાએ તેમનો સાથ છોડ્યો નથી. જો કે મિગેલ અને તેમની પત્નીનાં આ ઘરમાં જરૂરિયાતનો તમામ સામાન છે. મિગેલ જણાવે છે કે, 'આ ઘરમાં મને શાંતિ મળે છે. અહીંયા કોઈની રોકટોક નથી અને કોઈ ભાડું પણ માંગવા આવતું નથી. કોઈ અમને કાઢી પણ મૂકતું નથી.'

ગેસ,ટીવી, પલંગ અને પંખા જેવી ચીજો તેમના નાના ગટરનાં ઘરમાં સમાઈ ગઈ છે. આ ગટરની ઉપરની બાજુએ નાના બગીચા જેવું પણ બનાવેલ છે. જેનો મિગેલ અને તેની પત્ની ગટરનાં ઢાંકણામાંથી જોઈને આનંદ લે છે. મિગેલનો કૂતરો તેમની સાથે 22 વર્ષથી રહે છે અને ઘરનાં કામોમાં મદદ પણ કરે છે