Thursday, March 21, 2013

બીબીસી ટીવી સેન્ટર- એક યુગ આથમ્યો


એક સમયે હજારો કર્મચારીઓથી ધમધમતું બીબીસીનું ટેલિવિઝન સેન્ટર અત્યારે સાવ નિર્જન અને ભેંકાર બની ગયું છે.
આ ટીવી સેન્ટરને ૨૯મી જૂન, ૧૯૬૦ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, હવે બીબીસીનું સમગ્ર સંચાલન લંડનમાં ઓક્સફર્ડ સર્કસ ખાતે આવેલાં નવાં હેડક્વાર્ટર ખાતેથી કરવામાં આવશે. છેલ્લાં ૫૩ વર્ષથી બીબીસીનું ટીવી સેન્ટર ૨૪ કલાક ધમધમતું રહેતું હતુંું. બીબીસીએ તેનાં ટીવી સેન્ટરને વેચવાની જાહેરાત વર્ષ ૨૦૦૭માં જ કરી દીધી હતી.
દુનિયાના સૌથી મોટા ટીવી સ્ટુડિયો પશ્ચિમ લંડનના વ્હાઇટ સિટીમાં આવેલા બીબીસી ટીવી સેન્ટરને હંમેશાં માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
પ્રસિદ્ધીનું પ્રથમ સોપાન
બીબીસી ટેલિવિઝન સેન્ટરનાં વેચાણની સાથે જ એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. આ ટેલિવિઝન સેન્ટરમાં તૈયાર કરેલા કાર્યક્રમ દ્વારા બીબીસીએ સમગ્ર યુરોપ અને દુનિયામાં ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું. બીબીસી ટીવી સેન્ટરમાં બ્લૂ પીટર, મોન્ટી પાયથોન્સ ફ્લાઇંગ સર્કસ, ધ જનરેશન ગેમ, ટોપ ઓફ પોપ્સ, ડોક્ટર હુ એન્ડ સ્ટ્રિક્ટલી કમ ડાન્સિકની અત્યંત લોકપ્રિય ટીવી શ્રેણીઓનું રેર્કોડગ કરવામાં આવ્યું હતું.
નિર્માણ
૧લી એપ્રિલ ૧૯૪૯ના રોજ તે સમયના બીબીસી ટેલિવિઝન ર્સિવસના મુખ્ય અધિકારી નોર્મન કોલિન્સે નવું ટીવી સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી. વોલડોર્ફ હોટેલમાં યોજાયેલા ટેલિવિઝન સોસાયટીના ર્વાિષક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે શેફર્ડ બુશ ખાતે આ નવું સેન્ટર બાંધવામાં આવશે. આ સમયે બીબીસીનું ટ્રાન્સમિશન એલેક્ઝાન્ડર પેલેસ અને લાઇમ ગ્રોવ સ્ટુડિયોમાંથી કરવામાં આવતું હતું.  
બીબીસી ટીવી સેન્ટરની મહત્ત્વની હકીકતો
નોર્મન કોલિન્સે કરેલી જાહેરાતનાં ૧૧ વર્ષ બાદ બીબીસી ટેલિવિઝન સેન્ટરની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી.
૧૪ એકર વિસ્તારમાં ફેલાયેલાં ટીવી સેન્ટરમાં પાંચ મુખ્ય બિલ્ડિંગ્સ આવેલાં છે. મુખ્ય બિલ્ડિંગનાં બાંધકામ બાદ પણ નવાં બિલ્ડિંગ બનાવવાનું ચાલુ રખાયું હતું.
ગ્રાનાડા સ્ટુડિયો બાદ તે બ્રિટનનો સૌથી જૂનો ટેલિવિઝન સ્ટુડિયો હતો.
ટેલિવિઝન સેન્ટરમાં ૧૫ મુખ્ય સ્ટુડિયો અને અન્ય ૧૦ ન્યૂઝ બુલેટિન સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા.
બીબીસીના ટેલિવિઝન સેન્ટરમાં વીજપુરવઠો ખોરવાઈ જવાને કારણે અનેક વખત પ્રસારણ અટકાવવાનો વારો આવ્યો હતો.
ટીવી સેન્ટરમાં ૧૯૬૦માં ગ્રીકમાં સૂર્ય તરીકે પૂજાતા હેલિઓસ દેવની ર્મૂિત મૂકવામાં આવી છે. આ ર્મૂિતની નીચે ટેલિવિઝનના બે મહત્ત્વના ઘટક તત્ત્વ તરીકે અવાજ અને વિઝનની મૂર્તિ પણ મૂૂકવામાં આવી છે.
માર્ચ ૨૦૦૧માં એક કાર બોમ્બ વિસ્ફોટમાં બિલ્ડિંગના કેટલાક ભાગને નુકસાન થયું હતું. આ બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, આઇરિશ નાગરિકોએ આ હુમલો કર્યો હતો.
હેરિટેજ લિસ્ટિંગ
બીબીસી ટેલિવિઝન સેન્ટરના કેટલાક ભાગોનો સમાવેશ હેરિટેજમાં કરાયો હતો. આ ભાગોમાં મુખ્ય ગોળાકાર બિલ્ડિંગ, મુખ્ય બિલ્ડિંગ અને જૂની કેન્ટીનનો સમાવેશ થતો હતો.
ડિઝાઇન
શરૂઆતમાં તેને માત્ર ૬ એકરના વિસ્તારમાં જ બનાવવાનો પ્લાન હતો, જ્યારે હકીકતમાં તેનું નિર્માણ થયું ત્યારે નિર્ધારિત વિસ્તાર કરતાં બમણી જગ્યામાં તે બનાવવામાં આવ્યું હતું. ૯ મિલિયન પાઉન્ડમાં આ સમગ્ર બાંધકામ કરવાનો અંદાજ મુકાયો હતો. આ ટીવી સેન્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ હિગ્સ એન્ડ હિલને આપવામાં આવ્યો હતો, જેણે બાદમાં લંડન સ્ટુડિયોનું પણ નિર્માણ કર્યું હતું.
હવે શું ?
પશ્ચિમ લંડનમાં આવેલાં બીબીસીનાં ઐતિહાસિક ટેલિવિઝન સેન્ટરનો સોદો ૨૦૦ મિલિયન પાઉન્ડમાં પાર પાડવામાં આવ્યો હતો. લંડનના બીબીસી ટેલિવિઝન સેન્ટરને હવે હોટેલ, ફ્લેટ્સ, સિનેમાઘર અને ઓફિસમાં ફેરવી દેવામાં આવશે. બીબીસી કર્મચારીઓ જે બિલ્ડિંગને 'ડગનટ' તરીકે ઓળખતા હતા તે વર્તુળાકાર ઇમારતને હોટેલ અને એપાર્ટમેન્ટમાં ફેરવી દેવાશે જ્યારે સ્ટુડિયો ૧, ૨ અને ૩નું પુનઃનિર્માણ કરાશે. બીબીસી સેન્ટરનાં અન્ય બિલ્ડિંગ્સમાં ઓફિસ અને રહેવાનાં ઘર બનાવાશે.