Wednesday, March 27, 2013

એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે આ પિચકારી

લખનઉ, 26 માર્ચ

લખનઉમાં એક એવી પિચકારી વેચાઈ રહી છે, જેની કિંમત એક લાખ રૂપિયા સુધીની છે. તમે પણ જાણો એવું તો શું છે આ પિચકારીમાં. હકીકત એવી છે કે આ પિચકારી
સામાન્ય ધાતુની નહીં બલ્કે ચાંદીની બનેલી છે.  પહેલી વખત ચાંદીની પિચકારી બજારમાં ઉતારી છે.   લખનઉના સરાફા બજારનાં સૌથી મોટા વ્યાપારી કૈલાશ ચંદ્ર જૈનની જ્વેલર્સની દુકાન છે.  જૈનનાં કહ્યાં પ્રમાણે લગભગ એક ડઝન પિચકારીઓ વેચાઈ ચૂકી છે. અને લગભગ 20ના ઓર્ડર પણ પહેલેથી બુક થયેલાં છે. એક પિચકારી બનાવવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે.