Wednesday, November 23, 2011

યુએસબી પોર્ટને ઈનેબલ કેવી રીતે કરશો? (ટેક્નો ટ્રાવેલ)


ટેકનો ટ્રાવેલ - પ્રશાંત પટેલ
તમે જ્યારે કોઈ યુએસબી ડિવાઈસ કે પેન ડ્રાઈવને યુએસબી પોર્ટ સાથે એટેચ કરો અને કમ્પ્યુટર તેને ઓળખે જ નહીં તો? તેનો સીધો અર્થ એ છે કે તમારો યુએસબી પોર્ટ ડિસેબલ એટલે કે બંધ છે. યુએસબી પોર્ટ ડિસેબલ હોય તો તેને ઈનેબલ કરવા માટે અહીં આપેલી રીતોને અનુસરોઃ
સ્ટેપ-૧ : કેટલાક કિસ્સાઓમાં ઈરાદાપૂર્વક યુએસબી પોર્ટ ડિસેબલ (બંધ) કરવામાં આવ્યો હોય છે. ઓફિસનો ડેટા અનધિકૃત રીતે કોઈ યુએસબી ડિવાઈસમાં ન લઈ જઈ શકે તે હેતુથી ખાસ કરીને ઓફિસોમાં ડિસેબલ રાખવામાં આવે છે, પરંતુ અન્ય કારણસર જો યુએસબી પોર્ટ ડિસેબલ હોય તો તેને ઈનેબલ (ચાલુ) કરવા માટે ટાસ્કબારમાં ડાબી બાજુએ આવેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને માય કમ્પ્યુટર ઉપર રાઈટ ક્લિક કરો.
સ્ટેપ-૨: રાઈટ ક્લિક કરતાં જે મેનું જોવા મળે તેમાં મેનેજ ઓપ્શન પર ક્લિક કરો. તેનાથી કમ્પ્યુટર મેનેજમેન્ટ વિન્ડો ઓપન થશે. વિન્ડોમાં ડાબી બાજુએ આવેલી પેનલમાંથી ‘System Tools’ પર ક્લિક કરો. તેનાથી જમણી બાજુની પેનલમાં કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડેલાં બધાં જ ડિવાઇસ જોવા મળશે.
સ્ટેપ-૩: ડાબી બાજુની પેનલમાં ડિવાઇસ મેનેજર પર ક્લિક કરો, પછી ડમણી બાજુની પેનલમાં યુનિવર્સલ સિરિયલ બસ કન્ટ્રોલર ઓપ્શનમાં પ્લસના નિશાન પર ક્લિક કરો. યુએસબી રૂટ હબ ઓપ્શન પર માઉસની રાઈટ ક્લિક કરીને ઈનેબલ સિલેક્ટ કરો.
સ્ટેપ-૪: કમ્પ્યુટર મેનેજમેન્ટ વિન્ડોને ડાયરેક્ટ બંધ ન કરતાં ફાઈલ મેનું પર ક્લિક કરીને એક્ઝિટ ઓપ્શન પર ક્લિક કરો. હવે કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો. આટલું કરવાથી યુએસબી પોર્ટ ઈનેબલ થઈ જશે.
બીજી રીત
સ્ટેપ-૧: વિન્ડોઝ રજિસ્ટ્રીમાંથી યુએસબી પોર્ટને ઈનેબલ કરવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને રન ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ-૨: હવે બોક્ષમા regedit ટાઈપ કરીને ઓકે પર ક્લિક કરો. આટલું કરવાથી રજિસ્ટ્રી એડિટર વિન્ડો ઓપન થશે.
સ્ટેપ-૩: HKEY_LOCAL_MACHINE માં પ્લસ પર ક્લિક કરો. હવે જે લિસ્ટ જોવા મળે તેમાંથી સિસ્ટમ ઓપ્શનમાં પ્લસ પર ક્લિક કરીને કરન્ટ કન્ટ્રોલ સેટમાં ર્સિવસીસ સિલેક્ટ કરો.
સ્ટેપ-૪: યુએસબી સ્ટોર ઓપ્શન પર ક્લિક કરો. તેનાથી વિન્ડોની જમણી બાજુની પેનલમાં તમને રજિસ્ટ્રી કીનું લિસ્ટ જોવા મળશે. તેમાં સ્ટાર્ટ કી પર માઉસની ડબલ ક્લિક કરીને વેલ્યુના ખાનામાં વેલ્યુ ૩ કરી દો.
સ્ટેપ-૫: ઓકે બટન પર ક્લિક કરો. યુએસબી ઈનેબલ થવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રજિસ્ટ્રી એડિટરમાંથી એક્ઝિટ થઈ જાઓ. પછી કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો.