Monday, November 14, 2011

પૃથ્વીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો



લંડનઃ 13, નવેમ્બર

આપને જાણીને કદાચ નવાઈ લાગશે અને હા, આ એક ચિંતા આપે એવા પણ સમાચાર છે. આપણી પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.  એક નવા શોધ પ્રમાણે 1950ના દશકથી અત્યાર સુધી પૃથ્વીનાં તાપમાનમાં અશંતઃએક ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. પોતાની શોધ માટે સંશોધકોએ 1800થી લઈને વર્ષ 2009 સુધીના આંકડાઓનું અધ્યન કર્યું હતું. આ શોધ બર્કલી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના 'બર્કલી અર્થ સરફેસ ટેમ્પરેચર પ્રોજેક્ટ'ના ભૌતિક શાસ્ત્રી પ્રોફેસર રિસર્ચર મુલ્લરના નેતૃત્ત્વમાં કરાયું હતું. BSETના ડૅટા દુનિયાભરના 15 સ્ત્રોતમાંથી 19મી સદીની શરૂઆતથી રેકોર્ડ થયેલું તાપમાન 1.6 અરબ આકંડાઓ પર નિર્ભર છે. આ રેકોર્ડ દુનિયાની તમામ સંસ્થાઓમાં મેળ ખાય છે. આ સંસ્થાઓમાં યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એંગ્લિયા, નાસાની ન્યૂયોર્ક સ્થિત ગોડાર્ડ ઈન્સ્ટિટયૂટ ફૉર સ્પેસ સ્ટડિઝ અને અમેરિકા સ્થિત નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશનનો હવામાન વિભાગ પણ સામેલ છે.