Monday, November 14, 2011

બિયોન્સ મિનિટ દીઠ સૌથી વધુ કમાતી પોપસ્ટાર




લંડન, તા. ૧૨
કોલંબિયન પોપ સ્ટાર બિયોન્સ નોલ્સને એક વેબસાઇટ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણમાં મિનિટ દીઠ સૌથી વધુ કમાણી કરતી પર્ફોર્મર તરીકે જાહેર કરવામાં આવી છે. મારિયા કેરી બીજા અને કાયલી મિનોગ ત્રીજા સ્થાને છે. આ સર્વે અત્યાર સુધીમાં એન્ટરટેઈનર્સ દ્વારા કરાયેલાં એક પરફોર્મન્સ પર આધારિત છે.   
  • બિયોન્સની એક મિનિટની કમાણી ૭૧,૦૪૦ પાઉન્ડ
.
  • મારિયા કેરી બીજા, કાયલી મિનોગ ત્રીજા સ્થાને  
'લવ ઓન ટોપ' ફેઇમ ૩૦ વર્ષીય બિયોન્સે સેન્ટ બાર્ટ્સ આઇલેન્ડ ખાતે યોજાયેલી ન્યૂ યર ઇવ ૨૦૧૦ની એક પ્રાઇવેટ પાર્ટીમાં પાંચ સોંગનું પર્ફોર્મન્સ આપી ૧૨.૫ લાખ પાઉન્ડની કમાણી કરી હતી. મતલબ કે તે સ્ટેજ પર હતી તે દરમિયાન દર મિનિટે તેણે ૭૧,૦૪૦ પાઉન્ડની કમાણી કરી હતી. saucytime.comવેબસાઇટ દ્વારા હાથ ધરાયેલાં આ સર્વેક્ષણમાં મારિયા કેરી બીજા ક્રમે રહી હતી. મારિયાએ ૨૦૦૯માં તે જ કેરેબિયન આઇલેન્ડ ખાતે ન્યૂ યર ઇવ પર આપેલાં ચાર સોંગનાં પર્ફોર્મન્સમાં મિનિટ દીઠ ૪૪,૪૦૦ પાઉન્ડની કમાણી કરી હતી. મિનિટ દીઠ સૌથી વધુ કમાણી કરનાર પર્ફોર્મર્સમાં કાયલી મિનોગ ત્રીજા સ્થાને રહી હતી, જેણે નવેમ્બર, ૨૦૦૮માં દુબઇની એટલાન્ટિસ હોટેલ ખાતે યોજાયેલી એક પાર્ટીમાં આપેલાં પર્ફોર્મન્સમાં મિનિટ દીઠ ૩૩,૦૦૦ પાઉન્ડની કમાણી કરી હતી. ચોથા ક્રમે રહેલી જેનિફર લોપેઝે ૨૦૦૭માં રશિયન બિઝનેસ ટાયકૂન એન્ડ્રેઇ મેઇનિચેન્કોની પત્નીની બર્થ-ડે પાર્ટીમાં આપેલાં પર્ફોર્મન્સના મિનિટ દીઠ ૨૫,૦૦૦ પાઉન્ડ મેળવ્યા હતા. 'ધ રોલિંગ સ્ટોન્સ'બેન્ડ લોપેઝથી સહેજ માટે પાછળ રહી જતાં તેણે પાંચમા ક્રમથી સંતોષ માનવો પડયો હતો. 'ધ રોલિંગ સ્ટોન્સ' બેન્ડે ૨૦૦૨માં ટેક્સાસના એક બિલ્યોનેરની બર્થ-ડે પાર્ટીમાં આપેલાં પર્ફોર્મન્સમાં મિનિટ દીઠ ૨૪,૨૪૨ પાઉન્ડની કમાણી કરી હતી.
ટોપ ટેનમાં સ્થાન મેળવનારા અન્ય સ્ટાર્સમાં એમિનેમ, અશર, ક્રિસ્ટિના એગ્યુલેરા, રિહાન્ના અને શેરિલ કોલનો સમાવેશ થતો હતો. એમિનેમ છઠ્ઠા, અશર અને એગ્યુલેરા સંયુક્તપણે સાતમા, રિહાન્ના નવમા અને શેરિલ ૧૦મા ક્રમે હતા. 

મિનિટદીઠ કમાણીઃ ટોપ ફાઈવ
બિયોન્સ નોલ્સ  ૭૧,૦૪૦ પાઉન્ડ
મારિયા કેરી  ૪૪,૪૦૦ પાઉન્ડ
કાયલી મિનોગ ૩૩,૦૦૦ પાઉન્ડ
જેનિફર લોપેઝ  ૨૫,૦૦૦ પાઉન્ડ
'ધ રોલિંગ સ્ટોન્સ'  ૨૪,૨૪૨ પાઉન્ડ
  
બિયોન્સ નોલ્સ રૃ. ૫૭ લાખ
મારિયા કેરી          રૂ. ૩૫.૭૦ લાખ
કાયલી મિનોગ      રૂ. ૨૬.૫૨ લાખ
જેનિફર  રૂ. ૨૦ લાખ
ધ રોલિંગ સ્ટોન્સ  રૂ. ૧૯.૪૮ લાખ