Wednesday, November 23, 2011

ફેરનહીટ થર્મોમીટર & ઓઝોન વાયુ & પેરાલિસિસઃ


ટેક્નો ટોક
થર્મોમીટર વાતાવરણની ગરમી-ઠંડીનું માપક યંત્ર છે. ગરમીમાં ધાતુ ફૂલે છે અને ઠંડીમાં સંકોચાય છે, એ પાયાના સિદ્ધાંતના આધારે થર્મોમીટર કામ કરે છે. થર્મોમીટરમાં અતિ સંવેદનશીલ ધાતુ પારો (મરક્યુરી) વપરાય છે. થર્મોમીટરમાં જે વચ્ચે ચળકતો દેખાતો હોય છે, તે પારો હોય છે, જે ગરમી વધતાં ઊંચે ચડતો જાય છે અને ઠંડી પડતાં સંકોચાઈને નીચે ગબડી પડતો હોય છે. થર્મોમીટરમાં વચ્ચે કાચની સાંકડી નળી હોય છે, જેની તળિયે ચોક્કસ માત્રામાં પારો ભરવામાં આવે છે. પારો ગરમીમાં ફૂલે છે તેથી તેનું કદ વધતાં તેને ઉપર જવા સિવાય કોઈ બીજો રસ્તો નથી હોતો અને સંકોચાય છે ત્યારે નીચે આવી જાય છે. કાચની નળીની બાજુમાં જ આંકડા લખેલા હોય છે, જેના આધારે ગરમી અને ઠંડીનું પ્રમાણ મળે છે. આપણે સામાન્ય રીતે જે થર્મોમીટરનો ઉપયોગ કરીએ છીએ તેમાં માપ ફેરનહીટમાં દર્શાવવામાં આવે છે. આ નામ જર્મન વિજ્ઞાની ગેબ્રીલ ડી. ફેરનહીટના નામ ઉપરથી પડયું છે, જેમણે થર્મોમીટર બનાવ્યું હતું. તેમણે ૧૭૧૪માં પહેલીવાર પારાવાળું થર્મોમીટર બનાવેલું. 

ઓઝોન વાયુ વિશે આટલું જાણવું રહ્યું




સાયન્સ ટોક
ઓઝોન ઓક્સિજનનું જ એક રૃપ છે. જેના બે અણુને બદલે ઓક્સિજનના ૩ પરમાણુ હોય છે એટલે તેની રાસાયણિક સંજ્ઞા ર્૩ છે. આ વાયુના અણુમાં ફક્ત ઓક્સિજનના જ પરમાણુ હોય છે
બાળમિત્રોને એ પ્રાથમિક માહિતી તો હશે જ કે ઓઝોનનું સ્તર સર્યનાં જોખમી અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણોને રોકીને આપણને ઘણી બધી મુસીબતોથી બચાવે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે ઓઝોન વાયુનું પડ પાતળું થઈ રહ્યું છે અને તેમાં ગાબડાં પડી રહ્યાં છે, જે અંગે વિશ્વભરના પર્યાવરણશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ ચિંતા વ્યક્ત કરતા રહે છે. ઓઝોનના પડમાં ગાબડાં પડે તે આપણા માટે તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે હાનિકર્તા છે. બાળમિત્રો, આપણે ઓઝોનના મહત્ત્વ વિશે તો ઘણી બધી માહિતી સાંભળી છે, પરંતુ ઓઝોન વાયુ શું છે,તેના વિશે જવલ્લે જ જાણવા મળે છે તો ચાલો આજે ઓઝોન વિશે વિગતે જાણીએ.
ઓઝોન ઓક્સિજનનું જ એક રૃપ છે. જેના બે અણુને બદલે ઓક્સિજનના ૩ પરમાણુ હોય છે એટલે તેની રાસાયણિક સંજ્ઞા ર્૩ છે. આ ત્રણેય પરમાણુ ત્રિકોણાકારમાં વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. એટલે આ વાયુના અણુમાં ફક્ત ઓક્સિજનના જ પરમાણુ હોય છે, તેમ છતાં ઓઝોન ઓક્સિજન ગેસ કરતાં ઘણો અલગ છે. ઓઝોનનો રંગ આછો નીલો અને વાસ ખૂબ તીવ્ર હોય છે. જ્યાં કોઈ ઇલેક્ટ્રિક મોટર ચાલતી હોય ત્યાં ઓઝોન વાયુની વાસ અનુભવી શકાય છે. હવામાં ઓઝોન ખૂબ ઓછા પ્રમાણમાં ભળે છે. હવાને શુદ્ધ કરવામાં તથા ખાદ્ય પદાર્થને રંગરહિત કરવા માટે ઓઝોન વાયુનો ઉપયોગ થાય છે. ઓઝોન વાયુ એક બ્લિચ તરીકે કામ કરે છે. ઓઝોનનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓના પ્લાસ્ટિકીકરણ માટે કરવામાં આવે છે. ઓઝોનનું સૌથી અગત્યનું કામ સૂર્યમાંથી આવતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાનું છે. તે પૃથ્વીનો રક્ષક વાયુ છે. વાતાવરણમાં હાજર રહેલો ક્લોરોફ્લોરો કાર્બન ઓઝોનને નષ્ટ કરતો હોવાથી ક્લોરો ફ્લોરો કાર્બનનું પ્રમાણ ઓછું થાય તેવા પ્રયત્નો કરવા જરૃરી છે. પર્યાવરણના જતન માટે ઓઝોન મહત્ત્વનો વાયુ છે.  

પેરાલિસિસઃ શરીરની ચેતના ચોરી લેતો રોગ



0





રોગ-સંજોગ - ડો. ધનંજય પટેલ
શરીરની એક અથવા એકથી વધારે માંસપેશીઓ કામ ન કરે ત્યારે તેને પેરાલિસિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે શરીરના જે ભાગમાં પેરાલિસિસ થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની ચેતના રહેતી નથી. તેને સામાન્ય ભાષામાં લકવો મારી જવો અથવા પક્ષાઘાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ સામાન્ય રીતે સ્નાયુતંત્ર અથવા મગજને થયેલી કોઈ પણ પ્રકારની ક્ષતિને કારણે થાય છે. આ ક્ષતિ કોઈ પણ પ્રકારે માથામાં વાગવાથી થઈ શકે છે અથવા મગજમાં લોહી ગંઠાઈ જાય ત્યારે અથવા કરોડરજ્જુમાં ઘા લાગવાથી કે વાગવાથી પણ થાય છે.
પેરાલિસિસ ઘણા પ્રકારનો હોય છે. ચહેરાના એક ભાગમાં થયેલા પેરાલિસિસને બેલ્સ પોલ્સી કહે છે. શરીરના એક પડખા કે ભાગમાં થયેલા પેરાલિસિસને હેમિપ્લીજિયા કહે છે અને કરોડરજ્જુમાં વાગવાથી થયેલા પેરાલિસિસને ક્વાડ્રિપ્લીજિયા કહે છે.
પેરાલિસિસનાં લક્ષણો
મોટાભાગના લોકોને પેરાલિસિસ અચાનક જ થઈ જાય છે, પરંતુ કેટલાક લોકોને અમુક દિવસ કે અઠવાડિયાં પહેલાં ચેતવણીરૂપ ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે.
* કેટલીક મિનિટો/ કલાકો માટે વ્યક્તિના શરીરનો એક ભાગ નબળો પડી જવો, ખાલી ચઢવા જેવો અનુભવ થવો અથવા બોલવામાં તકલીફ પડવા લાગે.
* અચાનક જ આંખે ઓછું દેખાવા લાગે.
* કોઈ પણ કારણ વગર ચક્કર અને ઊલટી આવે.
* ચાલતી વખતે લડખડાવું.
આવાં લક્ષણો ત્યારે જોવા મળે છે જ્યારે મગજની નળીઓમાં સંપૂર્ણ અથવા આંશિક રીતે થોડા સમય માટે અવરોધ આવતો હોય. જોકે આ અવરોધ જાતે જ દૂર થઈ જાય છે અને લક્ષણો પણ જતાં રહે છે. આ ચિહ્નો ચેતવણી આપે છે કે ભવિષ્યમાં આ નળીઓ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. જોકે, સમયસર યોગ્ય ઉપચાર કરવામાં આવે તો નળીઓને બંધ થતી રોકી શકાય છે.
કારણો
પેરાલિસિસ થવાનું મુખ્ય કારણ મગજ સુધી લોહી પહોંચાડનારી નળીઓમાં અવરોધ છે. આ અવરોધનાં મુખ્ય કારણો જોઈએ :
* હાઈ બ્લડપ્રેશર
* ડાયાબિટીસ
* ધૂમ્રપાન
* કોલેસ્ટ્રોલ (લોહીમાં ચરબી વધવી)
* હૃદયરોગ
* ખૂબ જ વ્યસ્ત જીવનશૈલી
* બેઠાડું જીવન તથા વ્યાયામ ન કરવો
* ખાનપાનમાં વિટામિનની ઊણપ
* મેદસ્વિતા કે મોટાપો
* વંશપરંપરાગત (જો પરિવારમાં કોઈને હોય તો)
* ટીબી, અન્ય ચેપી રોગ અને કોઈ પણ રોગનો અધૂરો ઈલાજ.
સારવાર
પેરાલિસિસના દરદીઓને ઝડપી સારવારની જરૂર હોય છે. આ સારવાર લોન્ગ ટર્મ એટલે કે લાંબા સમયગાળા સુધી ચાલતી રહે છે. સારવારના પ્રથમ તબક્કામાં કરોડરજ્જુમાં થતી ઈજાને અટકાવવામાં આવે છે. પેરાલિસિસમાં સતત અને લાંબાગાળાની સારવારની સાથે આસિસ્ટિવ ટેક્નોલોજીસ અને રિહેબિલિટી પ્રોગ્રામ્સની જરૂર રહે છે. પેરાલિસિસના દરદીઓ માટે રિહેબિલિટીનો મુખ્ય હેતુ રોગની અસર ઓછી કરવાનો અને દરદી કોઈ વિકલાંગતામાં પણ કામ કરી શકે તેવો છે.
સાવધાનીઓ
કેટલીક સાવધાનીઓ રાખવામાં આવે તો પેરાલિસિસના સ્ટ્રોકથી બચી શકાય :
* જો તમે ૨૦ની ઉંમર પાર કરી દીધી હોય તો દર વર્ષે નિયમિત રીતે બ્લડ પ્રેશરની તપાસ કરાવવાનું શરૂ કરી દો. જો ઉંમર ૩૫થી વધારે હોય તો વર્ષમાં એક વાર બ્લડ શુગરની પણ તપાસ કરાવો.
* તપાસ કર્યાં પછી જો ડોક્ટર ખાનપાનમાં પરેજી તથા વ્યાયામ કરવાની સલાહ આપે છે. તેનું પાલન કરો. બ્લડ પ્રેશર હોય તો નિયમિત દવાઓ લેવી.
* વજન પર નિયંત્રણ રાખો. નિયમિત વ્યાયામ-યોગ કરો. ઓછામાં ઓછું ચાર કિલોમીટર ચાલો.
લેટેસ્ટ રિસર્ચ
પેરાલિસિસના દરદીને ઉપયોગી બનશે બ્રેઇન સિગ્નલ ટેકનિક
ધ જર્નલ ન્યૂરો એન્જિનિયરિંગ પ્રમાણે યુનિવર્સિટી ઓફ યૂટાના વિજ્ઞાનીઓએ એક એવી ટેકનિક શોધી કાઢવાનો દાવો કર્યો છે, જેનાથી ગંભીર પેરાલિસિસના ભોગ બનનારા અને પોતાની વાચા ગુમાવી દેનારા લોકોને ઘણી મદદ મળશે. તેમનો દાવો છે કે આ ટેકનિકથી બ્રેઇન સિગ્નલ (મગજનાં તરંગો)ને ડીકોડ કરીને જાણી શકાય છે કે પેરાલિસિસનો શિકાર બનેલી વ્યક્તિ શું કહેવા માંગે છે એટલે કે મગજની ભાષા વાંચી શકાય છે