Monday, November 14, 2011

GUJARATI HUMOR


અમેરીકન :- અમારા કુતરા સાયકલ ચલાવે છે

ચાઇનીઝ :- અમારી બિલાડી બાઇક ચલાવે છે

જાપાનીઝ :- અમારે વાંદરા વિમાન ચલાવે છે

ભારતીય :- અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.!
_______________


ટીચર:- ભુલ થાય ત્યારે માફી
માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી:- સમજદાર

ટીચર:- સરસ… અને ભુલ ના હોય તો
પણ માફી માંગે એને શું
કહેવાય?

વિધ્યાર્થીની :- બોય-ફ્રેન્ડ.!
______________________________
રજનીકાંત અને નરેશ કનોડીયા
હવે ફ્રેન્ડ બની ગયા છે.
ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ
કરી દીધું છે.અને તે બંને હવે
એક જ ફિલ્મમાં કામ કરવાનાં
છે.તો વિચારો….એ નવી ફિલ્મનું
નામ શું હશે?

અરે વિચારો વિચારો…

ના ખબર પડી? તો લો ત્યારે કહી
દઉં….

ફિલ્મનું નામ - શહેરનો રૉબો
અને ગામડાનો ડોબો…
_________________________
બાપુ, તમારા જમણા ખીસ્સામાં
1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં
પણ 1000 રૂપિયા હોય તો તમે શું
વિચારો?

બાપુ : - “સાલુ….આ પેન્ટ કોનું
પહેર્યું?
________________________________-
Que - જ્યારે આફ્રિાની સ્ત્રીઓ સાંભળે નહિં તો એને શું
કહેવાય?

Ans- BLACK-BEHRY
_______________________________-
જો કોલંબસ ને પત્ની હોત તો, વિશ્વાશ છે કે એ ક્યારેય અમેરિકા ના શોધીશકત!
કેમ ?

પત્ની:તમે ક્યા જાઓ છો ? કોની સાથે જાઓ છો ?
શા માટે જાઓ છો ?
શુ શોધવા જાઓ છો ?
એનાથી શુ થશે ?
ફક્ત તમે જ કેમ ?
બીજા નથી ?
તમે જશો પછી હુ શુ કરીશ ?
શુ હુ તમારી સાથે આવુ ?
તમે પાછા ક્યારે આવશો ?
તમે રહેશો ક્યા?
તમે ખાશો-પીશો ક્યા?
તમે મને યાદ કરશો ને?
ભૂલી નહી જાઓ ને ?

કોલંબસ : લે, મારી મા! નથી જતો ખુશ
_____________________________

ટીચર:- “Fox નું બહુવચન શું થાય?”

વિધ્યાર્થી:- ”Winter”

ટીચર:- “અલ્યા ડફોળ, Fox એટલે શિયાળ થાય”

વિધ્યાર્થી:- “તો Winter એટલે શિયાળો…!!!
_________________________


ટીચર કહેઃ કનુ બોલ જોય આપણે જે ભાષા બોલીયે છીયે તેને

માતૃભાષા શુકામ કેવાય છે?

કનુ કહેઃ કેમકે પીતાને બોલવાનો વારો તો ક્યારેય આવતો જ નથી હોતો