Tuesday, September 27, 2011

ઈન્ટ્રોડક્શનથી ઈમ્પ્રેશન જમાવો





 
 

દિશા
ઈન્ટરવ્યૂ એડમિશન માટેનું હોય કે નોકરી માટેનું દરેકમાં તમારો ઈન્ટ્રોડક્શન (પરિચય) એવો હોવો જોઈએ કે સામેવાળી વ્યક્તિ ઈમ્પ્રેશ થયા વગર રહી જ ન શકે. ઘણી વાર લોકો ક્વોલિફાઈડસ્કિલ્ડ અને હાર્ડર્વિંકગ હોવા છતાં પણ તેમને ઈન્ટરવ્યૂમાં રિજેક્ટ કરી દેવામાં આવે છે. કારણ એટલું જ તેમનો ઈન્ટ્રો આપવાની રીત ઈન્ટરવ્યૂ લેનારને પસંદ આવતી નથી. બધાંએ જ સાંભળ્યું હશે કે, ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન.’ માત્ર સવાલોના જવાબ આપવા જ પૂરતા નથીપરંતુ તમને તમારો ઈન્ટ્રોડક્શન આપતાં પણ આવડવું જોઈએ. ઈન્ટ્રોડક્શન એ એક કળા છે. ઈન્ટરવ્યૂ હોય કે પ્રોફેશનલ વાતચીત તમે પોતાને જે રીતે પ્રેઝન્ટ કરશોતેવી તમારી ઇમેજ બનશે. પોતાને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરવા માટે બોલચાલની પ્રભાવશાળી રીત-ભાત આવડવી જોઈએ. તેનાથી તમારી વાતનું વજન પડશે. તેના માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે આ પ્રમાણે છે.
* જો કોઈ તમને તમારો પરિચય પૂછે તો તેને પોતાના વિશે સંક્ષિપ્ત તથા સ્પષ્ટ રીતે તેની આંખોમાં આંખ પરોવીને સામેના વ્યક્તિને સંતોષ થાય એ રીતે જવાબ આપો.
* તમારો જવાબ બહુ લાંબો લચ્ચ ન હોવો જોઈએ. જેટલું પૂછવામાં આવે તેટલાનો જ જવાબ આપો. જો કોઈ વાતને સ્પષ્ટ કરવા માટે સંદર્ભ આપવાની જરૂરિયાત લાગે તો તે પણ સંક્ષિપ્તમાં જ આપો.
* ઝડપથી બોલવાથી કે રોકાયા વગર બોલવાથી તમારો પ્રભાવ ઘટશે. તેથી આમ કરવાથી બચવું જોઈએ.
* પરિચય પૂછવામાં આવે તો પોતાનો જ પરિચય આપો. કોઈને પણ બિનજરૂરી રીતે ઘર-પરિવાર,પોતાની પસંદ વિશે પરિચય આપશો કે જણાવશો નહીં. તેનાથી ક્યારેક સામેની વ્યક્તિને કંટાળો આવે છે.
* જે વિષય પર વાત કરવામાં આવી રહી હોયતે જ સંદર્ભમાં જ વાત કરો. અન્ય વિષયોનો વાતચીતમાં સમાવેશ કરશો નહીં. પોતાનું વણજોઈતું જ્ઞાાન પીરસીને ખોટો દેખાવ કરો નહીં.
* વાતચીત કરતી વખતે કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ જેમ કે આંગળીના ટચાકા ફોડવાહાથ માથાની પાછળના ભાગે ખેંચવાપેનથી કાગળમાં લીટા કરવા વગેરે. તેને કારણે વાતચીતનો ક્રમ તૂટે છે અને તમારી વાતચીત પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટ રીતે તરી આવે છે. આમ કરવાથી ઘણી વાર તો સામેવાળી વ્યક્તિને અણગમો પણ અનુભવાય છે.
* વાતચીત કરતી વખતે વધારે પડતું હસવું પણ નહીં કે વધારે પડતાં ગંભીર પણ રહેવું નહીં. હંમેશાં સ્વસ્થ રીતે વાતચીત કરવી જોઈએ. તમારા હાવભાવને કાબૂમાં રાખતા શીખો.
* એકની એક વાત વારંવાર કરવાથી પણ ઈન્ટરવ્યૂ લેનાર કંટાળી જાય છે. કોઈ એક જ વાતને બે ત્રણ વાર ન બોલવી જોઈએ. તેને કારણે તમારી અસ્થિરતા સ્પષ્ટ નજર આવે છે.
* ફિલ્મોમાં ખાસ જોવા મળતી બાબત કે એક વ્યક્તિ જેની સાથે વાત કરી રહી હોય તે વ્યક્તિ કોઈ વિચારોમાં ડૂબેલી હોય અને તેણે વાત પણ બરાબર સાંભળી ન હોયપરંતુ આ બાબત વાસ્તવિકતામાં ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાતચીત કરવા માટે માનસિક હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. આ સિવાય સામેવાળી વ્યક્તિ સાથે વાતચીત કરતાં-કરતાં વિચારોમાં ખોવાઈ જવું એ સામેવાળી વ્યક્તિને અપમાનજનક લાગે છે તેથી આવી ટેવ હોય તો જલદીથી સુધારી લેવી જોઈએ.
* કોઈ પણ પ્રકારની વાતચીત માત્ર વિચારોથી થતી નથી. તમારા વિચારો ગમે તેટલાં ઉત્તમ હોય પરંતુ તેનો બોલીને જણાવવા પણ જરૂરી છે. સારી વાતચીત કરવા માટે સ્પષ્ટ ઉચ્ચારણ ખૂબ જ જરૂરી છે. જો ઉચ્ચારણ સ્પષ્ટ ન હોય તો અર્થનો અનર્થ પણ થઈ શકે છે. ટૂંકમાં કહેવાનો આખો અર્થ બદલાઈ શકે છે.
* શબ્દોના ઉતાર-ચઢાવ ગાયકો માટે ભલે સારાં હોય પણ વાતચીતમાં અવાજમાં ક્યારેય ચઢાવ-ઉતાર ન હોવો જોઈએ. એટલે કે એક વાક્યમાં કેટલાંક શબ્દો ભાર આપીને જોરથી બોલો અને બાકીના એકદમ ધીમેથી બોલો એવું ન થવું જોઈએ.
* ઈન્ટરવ્યૂ લેનારને ક્યારેય સામો પ્રશ્ન કરવો જોઈએ નહીં કે બને ત્યાં સુધી નકારાત્મક જવાબ પણ આપવો નહીં. યાદ રાખો કે તે ઈન્ટરવ્યૂ લેનાર છે અને તમે ઈન્ટરવ્યૂ આપનાર છો.