Friday, September 30, 2011

રંગબેરંગી છત્રીઓ


૧૬૦૯ સુધી અંગ્રેજી શબ્દકોશમાં અમ્બ્રેલા શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો અને બાદમાં તે પ્રચલિત બન્યો.
દવરસાદમાં પલળવાની મજા આવે પણ પાછું પલળવાનું પણ કેવી રીતે! હાથમાં છત્રી લઈને....છત્રીઓ આમ તો વરસાદ અને તાપની સામે રક્ષણ મેળવવા માટે વાપરવામાં આવે છે પણ કેટલીક વાર છત્રીને કારણે પલળવાની પણ મોજ પડી જતી હોય છે. છત્રી લઈને નીકળવાનું એટલે ઘરે લાગે કે છોકરાંઓ વરસાદમાં પલળશે નહીં પણ છત્રી તો સાથે ખાલી નામની જ હોય છે. છત્રીના બહાને પલળવાનું. આજે છત્રીના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ.
છત્રીને અંગ્રેજીમાં અમ્બ્રેલા અથવા પેરાસોલ તરીકે ઓળખવામાં આવે છે. લેટીન શબ્દ અમ્બ્રા જેનો અર્થ થાય છે છાંયડો તેના પરથી અમ્બ્રેલા શબ્દ ઊતરી આવ્યો છે. ૧૬૦૯ સુધી અંગ્રેજી શબ્દકોશમાં અમ્બ્રેલા શબ્દનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. બાદમાં આ શબ્દની ઉમેરણી કરવામાં આવી અને તે પ્રચલિત બન્યો. બીજી મજાની વાત એ કે અમ્બ્રેલા(umbrella)ની જોડણી આ રીતે નહોતી કરવામાં આવતી. આપણે અત્યારે આ રીતે લખીએ છીએ પણ પહેલાં તો umbrellow ,umbrello , umbrillo , આવતા હતા. છત્રીની સૌથી પહેલી શોધ કોણે કરી હતી તેના વિશે તો માહિતી નથી મેળવી શકાતીપરંતુ જુદી જુદી સંસ્કૃતિઓમાં છત્રીને લઈને જુદા જુ    દા સંદર્ભો મળે છે. જોકે આપણે અત્યારે જે ડિઝાઈનનીસાઈઝનીકલરની છત્રી વાપરીએ છીએ તેની શોધ કરવાનો શ્રેય લંડનના જ્હોન હાનવેને જાય છે. છત્રીઓ વિશે બીજી રસપ્રદ વાત એ છે કે દર વર્ષે આખા વિશ્વમાંથી પંચોતેર હજાર છત્રીઓની ચોરી થાય છે. વિવિધ રંગો અને વિવિધ આકાર ધરાવતી છત્રીઓ એટલી લોકપ્રિય છે કે તેનો ઉપયોગ કોલ્ડ્રીંક્સના ગ્લાસને શણગારવા માટે પણ કરવામાં આવે છે.