Monday, September 26, 2011

જીએસએલવી : જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ





 

અંતરિક્ષમાં ઉપગ્રહ સહિતની કોઈ પણ વસ્તુ પહોંચાડવી હોય તો તેના માટે વેહિકલ એટલે કે રોકેટની જરૃર પડે છે. ભારતે રોકેટ માટે જે ટેક્નોલોજી ઇજાદ કરી છે તે જીએસએલવી એટલે કે જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ તરીકે ઓળખાય છે. ચાલોજીએસએલવી વિશે માહિતી મેળવીએ.
* ઈસરો દ્વારા આ લેટેસ્ટ ટેકનિકની શોધ કરવામાં આવી છે.
* આ ટેકનિકને કારણે ભારત અન્ય રાષ્ટ્રોના રોકેટ પર આધાર રાખવાને બદલે અંતરિક્ષ સંશોધનમાં સ્વનિર્ભર બન્યું છે. ઈન્સેટ પ્રકારના ઉપગ્રહોને તરતા મૂકવા માટે જીએસએલવી ડેવલપ કરવામાં આવ્યું હતું.
* જીએસએલવી એ પીએસએલવી એટલે કે પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલ કરતાં અત્યાધુનિક ટેકનિક ધરાવે છે.
* જીએસએલવી પહેલી વાર ૧૮ એપ્રિલ૨૦૦૧ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
* જીએસએલવી ત્રણ ભાગમાં વહેંચાયેલું છેજેમાં પહેલો ભાગ મારાજિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. બીજા ભાગમાં સંર્વિધત એન્જિન હોય છે અને ત્રીજા ભાગમાં ક્રાયોજેનિક એન્જિન હોય છે.
* જીએસએલવી શ્રી હરિકોટા ખાતે આવેલાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવે છે.
* જીએસએલવી ૪૦૨,૦૦૦ કિગ્રા વજન ધરાવે છે.
* ૨.૮ મીટરનો વ્યાસ અને ૪૯ મીટરની ઊંચાઈ ધરાવે છે.
* જીએસએલસવી પ્રોજેક્ટ ૧૯૯૦માં હાથ ધરવામાં આવ્યો હતો. તે પહેલાં રશિયાની મદદ લેવામાં આવતી હતી.