Friday, September 30, 2011

સ્પર્ધામાં ખેલાડીઓનું વર્તન


ચેસમાં બનો ચેમ્પિયન
ખેલાડીએ એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી ચેસની રમતને હાનિ પહોંચે કે નામ બગડે.
રમત દરમિયાન ખેલાડીઓને કોઈ નોંધનો દુરૂપયોગ કરવાની કે વિશ્લેષણ કરવાની મનાઈ છે.
મોબાઈલ ફોન કે બીજા કોઈ સંદેશા વ્યવહારના ઈલે. સાધન જે નિર્ણાયક દ્વારા માન્ય રાખવામાં ન આવ્યા હોય તે રમતની જગ્યાએ લાવવાની સખત મનાઈ છે. જો રમત દરમિયાન રમતની જગ્યા પર કોઈ ખેલાડીનો મોબાઈલ વાગે તો તે રમત હારી જાય છે.
સ્કોરશિટનો ઉપયોગ માત્ર ચાલઘડિયાળનો સમયડ્રોની ઓફર અને કોઈ દાવાને લગતી વિગતોની નોંધ માટે કરવામાં આવશે.
જો ખેલાડીઓએ રમત પૂરી કરી હોય તેઓની ગણતરી પ્રેક્ષક તરીકે થશે. નિર્ણાયકની પરવાનગી વગર ખેલાડીઓ રમતની જગ્યા છોડી નથી શકતા. કોઈપણ રીતે પ્રતિસ્પર્ધીને ઉશ્કેરવાની કે આર્કિષત કરવાની મનાઈ છે. આમાં ડ્રો માટે ગેરવ્યાજબી દવાઓ અને ગેરવ્યાજબી ઓફર પણ આવી જાય.
ખેલાડી દ્વારા લગાતાર ચેસના કાયદાનો અમલ ન કરવામાં આવે તો દંડ પેટે રમત ગુમાવશે અથવા નિર્ણાયક પ્રતિસ્પર્ધીનો સ્કોર નક્કી કરશે. ચેસની રમત ભલે બેઠા બેઠા રમવાની હોય,પરંતુ તેમાં કાયદા અને નિયમોનું ઉલ્લંઘન નહીં કરવાનું અને ફરજિયાપણે તેનું પાલન કરવું જરૂરી બની જાય છે.
આ ઉપરાંત આ રમત મગજથી રમવામાં આવે છે તેથી ધ્યાનપૂર્વક આ રમત રમવી જોઈએ.
* ક્યારેય ચીટિંગનો આશ્રય ન લેવો જોઈએ.
* જ્યારથી ચેસ રમવાની શરૂઆત કરો ત્યારથી ચેસના નાનામાં નાના અને પાયાના નિયમોને અનુસરવાનું રાખો જેથી સ્પર્ધા દરમિયાન કોઈ સમસ્યા ન ઉદ્ભવે.
* સમયનું પાલન કરવાનું રાખોનિર્ણાયકની સાથે તાલમેલ સાધીને કામ કરવાનું રાખો.
* મગજને કસનારી આ રમતમાં સહેજપણ બેદરકારી નથી પરવડતી. તેથી વિચારી વિચારીને મહોરા ચાલવાનું રાખો. એકવાર જો મહોરૃં ચાલવામાં આવે પછી તેની પીછેહઠ નથી થઈ શકતી. રમતના સ્થળે ધૂમ્રપાન કરવાનું ટાળો.
* ઓછી દૃષ્ટિવાળા ખેલાડીની સાથે જો રમત ચાલતી હોય તો તેને પૂરેપૂરો સહકાર આપવાનું રાખો.