Sunday, September 25, 2011

‘લગાન’ને સ્પોર્ટ્સ પર બનેલી ૨૫ સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન

નવી દિલ્હીતા.૨૫
હિન્દી ફિલ્મજગતના મિ. પરફેક્શનિસ્ટ’ તરીકે મશહૂર અભિનેતા આમિર ખાનના દમદાર અભિનયવાળી ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ લગાનને અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ’ મેગેઝિને ખેલકૂદ પર બનેલી ૨૫ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન આપ્યું છે. યાદીમાં લગાન’ ૧૪મા ક્રમે છે.
ટાઇમ’ મેગેઝિને અમેરિકામાં રિલીઝ થઇ રહેલી ફિલ્મ મનીબોલને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ આધારિત ૨૫ સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોની યાદી તૈયાર કરી છે. આ યાદી તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લેવાયા છે તે અંગે મેગેઝિને કંઇ જણાવ્યું નથી પરંતુ લગાન’ અંગે તેણે કહ્યું છે કે, “આ ફિલ્મ સ્પોર્ટ્સ પર બનેલી અત્યાર સુધીની સૌથી લાંબી અને સૌથી આકર્ષક ફિલ્મ છે. ફિલ્મમાં આમિર ખાનને ૧૯મી સદીના પશ્ચિમ ભારતના ચંપાનેર કસ્બાના લીડરના રૂપમાં દર્શાવાયો છેજે બ્રિટિશ હકૂમત સાથે એક ખતરનાક સમજૂતી કરે છે. આ સમજૂતી અંતર્ગત જો સ્થાનિક રહીશોની ક્રિકેટ ટીમ બ્રિટિશ હકૂમતની ટીમને હરાવી દે તો તેમનું મહેસૂલ (લગાન) માફ થઇ જાય અને જો બ્રિટિશ હકૂમતની ટીમ જીતી જાય તો બ્રિટિશ હકૂમત બમણું મહેસૂલ ઉઘરાવે તેવી શરત રાખવામાં આવી હતી. છેવટે બ્રિટિશ હકૂમતની ટીમનો પરાજય થાય છે.
·       આમિર ખાનની ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મનો ટાઇમ’ મેગેઝિનની યાદીમાં સમાવેશ
મેગેઝિને ઉમેર્યું હતું કે, ‘લગાનના દિગ્દર્શક આશુતોષ ગોવારિકરે ફિલ્મ ૩ કલાક અને ૪૫ મિનિટ લાંબી હોવા છતાં તેમાં સિનેમેટિક લય બરકરાર રાખ્યો છે. ક્રિકેટના જટિલ નિયમો ન જાણતા હોય તેવા પ્રેક્ષકો પણ એ. આર. રહેમાનની સુમધુર ધૂનો વચ્ચે સિનેમાહોલમાં તેમની સીટ પરથી ઊછળી પડતા હતા. ખેલકૂદ પર બનેલી ફિલ્મસામાજિક દસ્તાવેજ કે સામુદાયિક હર્ષોલ્લાસના રૂપમાં લગાન’ સર્વકાલીન ઓલ-રાઉન્ડર છે.
ખેલકૂદ પર આધારિત અન્ય સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં બોડી એન્ડ સોલ’, ‘મેજર લીગ’, ‘મિલિયન ડોલર બેબી’, ‘બુલ ડરહામ’, ‘ઓલિમ્પિયા’, ‘રેગિંગ બુલ’, ‘રોકી’ અને શાઓલિન સોકર’ મુખ્ય છે.
ખેલકૂદ પરની ૨૫ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ફિલ્મો
ક્રમ
ફિલ્મ
વર્ષ
૧.
ધ બિગ લેબોવસ્કી
૧૯૯૮
૨.
બોડી એન્ડ સોલ
૧૯૪૭
૩.
બ્રેકિંગ અવે
૧૯૭૯
૪.
બુલ ડરહામ
૧૯૮૮
૫.
કેડ્ડીશેક
૧૯૮૦
૬.
ધ ડેમ્ન્ડ યુનાઇટેડ
૨૦૦૯
૭.
ડાઉનલિહ રેસર
૧૯૬૯
૮.
એઇટ મેન આઉટ
૧૯૮૮
૯.
ફિલ્ડ ઓફ ડ્રીમ્સ
૧૯૮૯
૧૦.
ધ ફ્રેશમેન
૧૯૨૫
૧૧.
હૂપ ડ્રીમ્સ
૧૯૯૪
૧૨.
હૂસીયર્સ
૧૯૮૬
૧૩.
ધ હસલર
૧૯૬૧
૧૪.
લગાન
૨૦૦૧
૧૫.
મેજર લીગ
૧૯૮૯
૧૬
મિલિયન ડોલર બેબી
૨૦૦૪
૧૭
મિલિયન ડોલર મેર્મેઇડ
૧૯૫૨
૧૮
ઓલિમ્પિયા
૧૯૩૮
૧૯
રેગિંગ બુલ
૧૯૮૦
૨૦
રોકી
૧૯૭૬
૨૧
શાઓલિન સોકર
૨૦૦૧
૨૨
સ્લેપ શોટ
૧૯૭૭
૨૩
સ્પીડ રેસર
૨૦૦૮
૨૪
ટોકિયો ઓલિમ્પિયાડ
૧૯૬૫
૨૫
વ્હેન વી વેર કિંગ્સ
૧૯૯૬