Friday, September 30, 2011

ભારતીય સૈન્યનું મહત્ત્વનું શસ્ત્ર-મિગ-૨૧


* મિગ-૨૧નું નિર્માણ રશિયાના મિકોયન ગુરવિચ દ્વારા કરવામાં આવ્યું હોવાથી તેમના નામના આધારે તેનું નામ મિગ રખાયું છે.
* મિગ-૨૧નું હુલામણું નામ બાલાલાઈકા છે.
* લગભગ ૫૦ દેશો મિગ-૨૧નો ઉપયોગ કરે છે.
* મિગ-૨૧ના નામે કેટલાક રેકોર્ડ પણ છે. એવિયેશનના ઇતિહાસમાં મોટા પ્રમાણમાં ઉત્પાદિત થયેલા સુપર સોનિક એરક્રાફ્ટમાં મિગ-૨૧નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોરિયન યુદ્ધ પછી જેટલાં પણ ફાઈટર પ્લેન તૈયાર કરવામાં આવ્યા છે એ બધામાં સૌથી વધુ પ્રમાણમાં મિગ-૨૧નું ઉત્પાદન
થયું છે.
* ૧૪ ફેબ્રુઆરી૧૯૫૫ના રોજ પહેલી વાર તેણે ઉડાન ભરી હતી.

* રશિયામાં ગોર્કીમોસ્કો અને બિલીસ ખાતે આ જેટ ફાઈટર પ્લેનનું ઉત્પાદન કરવામાં
આવે છે.
* ૧૯૬૧માં ભારતીય સૈન્યએ મિગ-૨૧ ખરીદવાની શરૂઆત
કરી હતી.