Friday, October 28, 2011

100 વર્ષની ઉંમરે મેરેથોન પૂર્ણ કરી નોંધાવ્યું ગિનીસ બુકમાં નામ


ટોરંટો : 17, ઓક્ટોબર

ભારતીય મૂળના 100 વર્ષના રનર ફૌજાસિંહે સૌથી વધુ ઉંમરમાં ટોરંટોમાં મેરેથોન પૂર્ણ કરી નવો કીર્તિમાન સ્થાપિત કરતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ટોરંટોમાં વોટરફ્રન્સ મેરેથોન પૂર્ણ કરવામાં સિંહે આઠ કલાક કરતા વધુ સમય લીધો. રવિવારે આયોજિત થયેલી આ મેરેશોનને કીનિયાના રનર કીનેથ મુંગરાએ જીતી લીધી. સિંહે ભલે તમામ રનર્સ બાદ આ મેરેથોન પૂર્ણ કરી છે પણ તેમણે સૌથી વધુ ઉંમરે કોઇ મેરેથોન પૂર્ણ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો. તેઓ 42 કિલોમીટરની મેરેથોન પૂર્ણ કરનારા વિશ્વના સૌથી વધુ ઉંમર ધરાવતા રનર બની ગયા છે.

ફૌજાસિંહ પોતે પણ પોતાની આ ઉપલબ્ધિથી હેરાન છે. તેમણે આ મેરેથોન નવ કલાકમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, પણ તેનાથી ઓછા સમયમાં જ તેમણે મેરેથોન પૂર્ણ કરી દીધી.